તકનો લાભ ખુબ સરસ મોટિવેશન વાર્તા બે મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો

0
227

તક નો લાભ એક રાજા નિઃસંતાન હતા , તેમણે ઉતરાધિકારી તરીકે રાજ નિમવા માટે તેમના રાજ્યમાં બહોળી પ્રસિધ્ધી કરાવી અને ચોકકસ દિવસ અને સમયે કસોટી યોજી . રોજા માટે એકત્રિત થયેલ સૌને કસોટીના નિયમો જણાવવામાં આવ્યા , કે દરબારગઢમાં દરવાજા નંબર ૧ માંથી સામે દરવાજ નં.ર નું અંતર જે લગભગ ૩ કી.મી. હતું , તે જે સૌ પ્રથમ પસાર કરે તેને રાજા નિમવામાં આવશે . સૌને આ શરત બહુ જ સામાન્ય લાગી અને  તમામને થયું કે ચાલો આપણે તો ખુબજ સહેલાઈ થી પાસ થઈ રાજા બની શકીશું . ચોકકસ સમયે ‘બેલ વગાડવા માં આવ્યો અને સૌને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યા . સૌ ઉત્સાહ માં નિરાંતે આમતેમ રાજમહેલ જોતા આગળ વધવા લાગ્યાં , આગળ રસ્તામાં એક બોર્ડ આવ્યું , તેમાં લખાણ હતું , જરા આ બાજુ તો જુઓ જયાં આગળ વિવિધ જાતના ભાવતા ભોજનો પંજાબી ચાઈનીઝ , સાઉથ ઈનડીયન , પીઝા વગેરે હતા , અને કાઉન્ટર પર લખેલ હતું આજે જે જમવું હોય તે પેટભરી ને જમો – તદન મફત થોડા સ્વાદ શોખિનો જમવા રોકાઈ ગયા . બાકીના આગળ વધ્યા . તો થોડે દુર ફરી મોટું બોર્ડ આવ્યું ‘ આ બાજુ પણ નજર કરો ” જયાં વિવિધ જાતના કપડા , ઘરેણાંનો ઢગલો હતો અને લખેલ કે આજે જે જોઈએ તે તદ્ન ફ્રી છે . થોડા તેમાં લાભ  લલચાયા અને ત્યાં વિવિધ પોષાકો , ઘરેણી પહેરવા લાગ્યા . થોડા આગળ જે વધ્યા તેમણે આગળ ફરી એક મોટું સ્કીન જેવું જેની બાજુમાં મોટા – મોટા એક્ટરો – એકટ્રસ ડાન્સ કરતા જોયા . ત્યાં લખેલ કે આવો આજે આ મહાન એકટરો – એકટ્રસ સાથે મફતમાં ડાન્સ કરવાનો લ્હાવો માણો . ઘણા શોખિનો ત્યાં રોકાઈ ગયા . ત્યારબાદ આગળ રસ્તે જતાં ખુબ સરસ સ્વીમીંગ પૂલ કે જેમાં સુગંધી દ્રવ્ય યુક્ત પાણી ભરેલ હતું , ફુવારા હતા ત્યાં મફતમાં ન્હાવા તથા જેવા થોડા રોકાયા . છેલ્લે એક વ્યક્તિ દરવાન નં ૨ માંથી બહાર નીકળી , જ્યાં રાજા અને તેના મંત્રીમંડળે તેનું સ્વાગત કર્યુ અને તેને રાજતિલક કર્યુ . ત્યારે રાજાએ તે વ્યક્તિ ને પૂછયું કે , તને રસ્તામાં આ જાહેરાતોના બોર્ડો ન દેખાયા ? તો તેણે જવાબ આપ્યો કે હા દેખાણા . બીજો પ્રશ્ન રાજાએ કર્યો , કે તો તું ત્યાં ક્યાંય કેમ ન ગયો ? તેણે જવાબ આપ્યો આ તમામ તો આજે એક દિવસ પુરતું જ મફત છે , જો હું રાજા બનીશ તો મારા માટે તે કાયમી બની જશે ” ( વિધાર્થી મિત્રો , તમારી બુધ્ધિશક્તિ જોતા વાર્તાની શીખ વિગતવાર લખવાની જરૂર જણાતી નથી )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here