અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- ની સહાય મેળવવા માહિતી વાંચો અને શેર કરો

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનોબા ળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિ કોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગ ણી શકાય. આથી આવાં નિરાધાર અનાથ બાળકોને સંસ્થા કીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકુતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થઇ શકે તે દ્રષ્ટીએ પાલક માતા-પિતાની યોજનાનો સરકારશ્રીએ ૧૯૭૮થી અમલ શરૂ કરેલ છે.યોજનાનુ નામઃ- પાલક માતા-પિતાની યોજનાપાત્રતાનુ ધો રણ‌:- આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષ ની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકનાપિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળ કોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કર વાનું રહેશે.સહાયનો દરઃ- અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- (અં કે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે.આ વક મર્યાદાઃ- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તા રમાં રૂ.૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે યોજનાની શરતો: • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિ યાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે. જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આ વ શે.  આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના (સંકલિત બાળ વિકાસ યોજના) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં રજૂ કરવા નું રહેશે. બાળકના માતા-પિતાના મરણની પ્રમાણિત દાખલા રજુ કરવાના રહેશે. જો બાળકની માતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય આપવાનું બંધ કરવામાં આવશે.અરજીનો નમુનો ખાતાની વે બસાઇટ https://sje.gujarat.gov.in/dsd પરથી ડાઉ નલોડ કરી અથવા નજીકના ચિલ્ડ્રનહોમ/ જિલ્લા સમાજ સુર ક્ષા અધિકારીશ્રીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. અરજી મંજુર થયે સ હાય અરજી કર્યાના માસથી મળવાપાત્ર રહેશે.આ યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધિ ક્ષકે કરવાનું રહે છે. જે જીલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે. અને ચુકવ ણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે.દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે આદેશ કરવાના રહે શે. જે બાળકો આવા જ પ્રકારની રાજયની કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાઓનો લાભ મેળવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.આ રકમ લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણા (DBT) પધ્ધતિથી એકાઉન્ટ પેઇ ચેકથી ચુક વવાની રહેશે. આવા પાલક માતા-પિતા કે મંજૂરી પ્રાપ્ત નજી કનાં સગાં એટલે કે લાભકર્તાએ બેન્ક/પોસ્ટ ઓફિસમાં બાળ કના નામ સાથેનું પોતના સંયુક્ત નામનું ખાતું ખોલાવવાનું રહે શે.અધુરી વિગતો વાળુ અરજીપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી. પાલક માતાપિતાની યોજનાની વધુ વિગતજોવા માટે અ હિયા ક્લિક કરો.પાલક માતા-પિતાની યોજનાનું અર જીપ ત્રક

Leave a Comment