પુરુષોત્તમ ચાલીસા
જય પુરુષોત્તમ પરમરૂપ પ્યારું દીશે આપનું મુખ
હૃદયકમળણાં કરજો વાસ કામ ક્રોધનો કરજો નાશ
તમે જગતના તારણ હાર જગત આખાના પાલનહાર
મમતાનો તમે છો આધાર શરણે રાખી લેજો સંભાળ
ગોકુળમાં જઈને કીધો વાસ નંદ જશોદાની પાસ
છે પુરુષોત્તમ રૂપ અનેક દર્શન પ્યારા થાયે નેક
બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ તારું છે ત્રિગુણ રૂપ
જગનું સર્જન ને સંહાર કરતાં તુજને થાયે ના વાર
અધિક માસે પ્રગટ્યા આપ દિવ્ય તેજ થયું અમાપ
સુખ દુઃખ સમાન રહે સમ દૃષ્ટિ સ્વયં કહે
શ્રી પુરુષોત્તમ તમારું નામ જગત કલ્યાણ તમારું કામ
નિત્ય રહો મનમાં સ્થિત તેથી રહે પાવન ચિત્ત
અધિક માસે જ્યારે ભજું ત્યારે પામું સુખ બધું
જન્મ સઘળા જાય ટળી એવી સુખની ઘડી મળી
મલિન માની માસ ત્યજ્યો તેના પર તિરસ્કાર
વરસ્યો વૈકુંઠ લોકે લઈ જઈ તેને તમે પાવન કર્યો
મલ માસ પાવન થયો પુણ્ય માસ થઈ ગયો
મલ માસને તાર્યો એમ સહુ હવે કરે છે પ્રેમ
ઉદ્ધાર કીધો પ્રેમ ધરી એવા એક છો આપ હરી
સુદેવને દીધું એક સૂત્ર તેથી થયો ઘેર પુત્ર
પુત્રને સજીવન કીધો એમ કરીને ભક્તને દીર્ધો
પાંડવ સહુ તાર્યા તમે દ્રૌપદીની વ્યથા ટળે
દ્રૌપદીનાં ચીર પૂર્યા એમ કરી ભ્રાતા થયા
કર્યું અર્જુને એવું કર્મ એને સમજાય સ્વયં ધર્મ
પાંડવ કેરી સહીય કરી એવા આપ એક શ્રીહરિ
રાજપાટ ને સમૃદ્ધિ દઈ કીધાં એમણે સુખ દઈ
માસ અધિક એવો ભાઈ ધન્ય થાયે રંક રાય
પુરુષોત્તમનું નામ સ્મરણ ટાળે છે રે જન્મ મરણ
મલ માસને સુધાર્યો જેમ કરો શુદ્ધિ અમારી
તેમ પ્રગટ થશે સ્વયં સ્વરૂપ જો હશો તમે તદ્ રૂપ
પુરુષોત્તમ કથા ધરે ધ્યાન એને થાયે બ્રહ્મ જ્ઞાન
સ્નાન પૂજા દાન ધર્મ પુરુષોત્તમનો ઉત્તમ મર્મ
વ્રત ઉપવાસ જે ધરે તેનાં કાર્યો સિદ્ધ કરે
ફળાહાર પર રહેવું નિત જેને હો પુરુષોત્તમ પ્રીત
સર્વ સાધન કરતાં શ્રેષ્ઠ અધિક માસનું પુણ્ય જ્યેષ્ઠ
મંગળ થાયે કાર્ય એમ જેને પુરુષોત્તમથી પ્રેમ કરે
પુરુષોત્તમનો સહવાસ માનવ પામે પાપનો નાશ
જે કોઈ આ ચાલીસા પઢે મનમાં શ્રદ્ધા આગે બઢે
કથા કરીને ગાએ ગાના શુદ્ધ થાશે સ્વયં પ્રાણ
શ્રી પુરુષોત્તમ ચરણ ગ્રહુ હું તો તમ શરણ રહ્યું.