પુરુષોત્તમ માસની કથા અધ્યાય 20 | purushottam maas katha adhyay 20 | purushottam mas mahima | દેડકાદેવની કથા | પુરુષોત્તમ વિધિ-વિધાન

0
374

વદ ૫ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા

અધ્યાય ૨૦મો : પુરુષોત્તમ વિધિ-વિધાન

અધ્યાય વીસમો • દેડકાદેવની કથા

સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! દંઢધન્વાએ વાલ્મીકિ ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો ‘હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી. માટે મને પુરુષોત્તમ માસના વિધિ-વિધાન કહો.’

વાલ્મીકિ ઋષિએ દઢધન્વાને જે કહેલ તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલાં ઊઠી, શૌચ-સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું, રવિવારે દાતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી બાર કોગળા કરવા, સમુદ્રતીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ મનાય છે. જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટિનું મનાયેલ છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવાં જોઈએ. શિખા બંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરી, આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઊર્ધ્વપુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઊર્ધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ-પાવતી રહે છે, તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી. સૂર્ય ઊગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો.

આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગાને ગાયના છાણથી લીંપવી. તેના

ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી; પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને, તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી.

મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળ છે. જુવાનીને ઓસરતાં વાર નથી લાગતી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી, ધર્મપાલન કરી, પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ.

આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવાં. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણિ, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધાં વ્રતોમાં

પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે.’’ ‘શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો પુરુષોત્તમ માસનો વિધિ-વિધાન’ નામનો વીસમો અધ્યાય સંપૂર્ણ.

દેડકાદેવની કથા

એક ગામ હતું. તેમાં એક સાઠ વર્ષનાં ડોશી રહેતાં હતાં. તેમને કંઈ સંતાન ન હતું. ઉપરાંત કોઈ સગું નહિ અને કોઈ વહાલું નહિ. ઘેર બેઠાં રેંટિયો કાંતીને તે પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. કામ કરતાં કરતાં પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતાં. રાત્રે કથા થતી, તેમાં તે જમીને બેસતાં.

ત એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ પુરુષોત્તમ માસનું કર્યું. તે દરરોજ સવારે વહેલા ઊઠી નદીએ બધાની સાથે

સ્નાન કરવા જાય. કાંઠા ગૌરમાનું પૂજન તથા કથા-વાર્તા સાંભળે. સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પાઇ-પૈસો મૂકી અને ઘરે આવે, પછી પોતાનો રેટિયો કાંતવા બેસી જાય, સાંજ થતાં રસોઈ કરી, એકટાણું કરે. થાકી જાય, તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવત અને તેને વહુ આવત. તે બધું ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા-વાર્તા સાંભળ્યાં કરત.

ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભવ સુધારવો જોઈએ.

એક દિવસ વહેલી સવારે ડોશી દાતણ કાપવા ગયાં. દાતણ કાપતાં કાપતાં હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય. પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેંટિયો ચલાવવા ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે.

એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાંઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશી દેડકાને ડ્રાંઉ ડ્રાંઉ બોલતો અને ફરતો જોઈ પોતાનું દુઃખ વિસરી ગયાં. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયાં કરે અને રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણાં મૂંઝાતાં, પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયાપણું જતું રહ્યું.

દેડકો આવ્યા પછી ડોશી એની સાથે સુખદુઃખની વાતો કરે. ડોશી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાંઉં ડ્રાંઉ કરતો સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય, દેડકો પણ સાથે જાય. દેવદર્શને, મંદિરમાં સાથે જાય. ડોશી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યાં. દેડકાને

પથારી કરી દે, પારણે સુવાડે, હાલરડાં ગાય અને ક્યારેક વઢે પણ

શ્રી પુરુષોત્તમ (અધિક) માસની ભક્તિ જ્ઞાનધારા ખરાં, જે કોઇ તેને મળવા આવે તેને તે દેડકાની વાત કરે. કોઈપણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્રસ્થાને હોય.

આખા ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો ‘દેડકાવાળી ડોશી’ કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીની ઘણા મશ્કરી પણ કરે, પણ ડોશી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને એનો દેડકો ભલો.

આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદીકિનારે દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે.

નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતાં તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાહતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી, તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ જ રહી. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ડ્રાંઉં ડ્રાંઉ કરતો ચાલ્યો ગયો. કુવંરી દરરોજ વહેલી સવારે ઊઠી ઝરૂખે ઊભી રહેતી અને આ યુવાનને નાહતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોળિયું ધારણ કરી જતો રહેતો, પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી.

કુંવરી સમજી કે નક્કી કોઈ દેવપુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈ અને બાપ છે. તેણે તપાસ કરાવી તો તે એક ડોશીનો દેડકો હતો.

પરણાવવાની તજવીજ કરવા લાગ્યાં. કુંવરીએ આ વાત જાણી આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા-રાણી એને ત્યારે તેણે પોતાનાં માતાપિતાને જણાવી દીધું કે પરણીશ તો ડોશીના દેડકાને જ.’ કુંવરી તો હઠ લઈને બેઠી.

રાજા-રાણીની મૂંઝવણનો કોઈ પાર નથી. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી. સામ-દામ-દંડ-ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે ‘પરણું તો દેડકાને, નહિતર જિંદગીભર કુંવારી રહીશ.’

છેવટે રાજા-રાણીએ ડોશીને મહેલે બોલાવીને વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા-રાણી મારી મશ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું : “રાજન્ ! મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમકે દીકરો કમાત, એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે, તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેંટિયો કાંતીને માંડ પેટ ભરું છું તેમાં સુખ-સાહ્યબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું ? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીનાં લગ્ન થતાં હશે ?’

રાજા કહે : “તમે તેની ચિંતા કરશો નહિ, તમારેય હવે રેંટિયો કાંતવો નહિ પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી.”

ડોશીએ હા પાડી અને ઘેર આવી. દેડકાને ખોળામાં બેસાડી કહેવા લાગી : “દીકરા ! તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે.’’

ડોશીની આ વાત સાંભળીને દેડકો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયાં. આ તે કેવી જાતનાં લગ્ન ? કોઈ કહે કે, ‘દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે !’ કોઈ કહે કે ‘જાદુગરનો દેડકો હશે ?’ કોઈ કહે કે ‘શાપિત દેવતા હશે ! રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈ ઊંડો ભેદ હશે !’ આમ લોકો ફાવે તેમ બોલે છે.

બીજે દિવસે ડોશી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીનાં લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી દેડકાને, વહુને અને મળેલ પહેરામણી

શ્રી પુરુ લઈને ઘેર આવ્યાં. વરકન્યાને જોવા લોકોનાં ટોળેટોળાં ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યાં. રાજાએ સાથે મોકલેલ સિપાહી- ઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા.

રાત પડી. ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું : “હું નાથ ! હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતાં જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો.’’

દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા : “હે કુંવરી ! મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે ૧૦૦૧ ગાયોનું દાન કરે, બ્રહ્મભોજન કરાવે, અન્નદાન-વસ્ત્રદાન દે; પછી હું મૂળસ્વરૂપમાં આવીશ.’’

કુંવરી તો સવાર પડતાં જ મહેલે દોડી ગઈ. માતા-પિતાને બધી વાત કરી. એટલે તેમને આનંદ થયો.

બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ એક હજાર એક ગાયોનું દાન કર્યું, બ્રહ્મભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન-વસ્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભિના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ.

એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લઈ ગયા.

ડોશી કેરો દેડકો, નદીએ નાહવા જાય મંદિર જઈ દર્શન કરે, એ પ્રભુ તણી કળાય બોલો પુરુષોત્તમ ભગવાનની જય

શ્રીકૃષ્ણ: શરણં મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here