શ્રી પુરુષોત્તમ બાવની | purushottam bavni | stuti path lyrics

0
295

શ્રી પુરુષોત્તમ બાવની

શ્રી પુરુષોત્તમ દેવ તણો, અધિક માસ છે એમ ભણો

સર્વ વ્યાપી સર્વ રૂપ, એક છે પુરુષોત્તમ મુખ

જય જય જય પુરુષોત્તમ, અધિક માસે દર્શન

જય જય જય પુરુષોત્તમ, અર્પી દઈએ તન-મન —

પ્રાણ ધરીએ આપ ચરણે, લેજો અમને આપ શરણે

શરીર માંહે પ્રાણ તમે છો, સર્વ વેદોનું જ્ઞાન તમે છો

લૌકિક નથી આ દેવ, અલૌકિક કહેવાયે એવ

પુરુષોત્તમ નામે થયા પ્રસિદ્ધ, કરે કાર્યો ઉત્તમ

સિદ્ધ સર્વ લોકમાં પ્રાણ-સ્વરૂપ, એવું છે સર્વસ્વ રૂપ

અર્જુનને દીધું રે જ્ઞાન, તેથી થયો તે મહાન

પાંડવને સહાય કરી, એવા છે સ્વયં શ્રીહરિ

થયા સારથિ સ્વયં દેવ, પૂરી કરી ભક્તની ખેવ

સર્વનું કરે પોષણ, સર્વને કરે ધારણ અવિનાશી સર્વ વ્યાપી, પાવન થાયે સર્વ પાપી એક સ્મરણ મનમાં ધરે, એનું કલ્યાણ એ કરે નરસિંહને જઈ કીધી સહાય, મીરાં સંગ રહ્યા સદાય એ પુરુષોત્તમ રૂપ કહું, નિત નિરંતર હું લડું ક્ષર-અક્ષર સર્વરૂપ, એક એ જગત સ્વરૂપ અધિક માસ પાવન ખાસ, થાયે પાપનો નાશ વ્રત નિયમ જે કરે, તે પુરુષોત્તમ રૂપ ધરે ગોવર્ધન જેણે ધર્યો છે, સંતાપ એણે સર્વ હર્યો છે ચક્ર સુદર્શન જેને હાથ, કાળ સહુ એની સંગાથ સ્મૃતિ જ્ઞાન વેદ ગ્રંથ, સહુમાં એક એનો રંગ અવિનાશી પરમ સ્વરૂપ, છતાં ભજીએ એનું રૂપ સાકાર થાયે ભક્ત કાજે, પળમાં નિરાકાર લાગે
મલમાસને હાથ ધર્યો, સહેજમાં પાવન કર્યો મેઘાવતીને દીધું વરદાન, બીજા જન્મનું પામી માન સુદેવને થઈ પ્રાપ્તિ એક, પુત્ર આવ્યો ઘેર નેક વ્રતનો પ્રભાવ દિવ્ય, સહુ કાર્યો થાયે ભવ્ય ચિત્રબાહુ નમન કરે, ત્યારે એને પુણ્ય ધરે કદરી બ્રાહ્મણ સ્મરણ કરે, એને ગોકુળ લોક ધરે દેઢધન્વાને કીધી મદદ, એને મુખે આવ્યો હરખ પુરુષોત્તમનું એવું રૂપ, ઊભા રહે છે સન્મુખ કહી અદૃશ્ય સહાય કરે, ભક્ત સહુને મન રહે સર્વવ્યાપક ગૂઢ તત્ત્વ, એ જ એક પરમ સત્ય પૃથ્વી ધારી ઊભા એમ, કોઈ ફૂલ હો તો છાલ્યું જેમ રસ રૂપ પરમ સ્વરૂપ, સર્વ માંહે તત્ત્વ રૂપ ભૂત ભવિષ્ય વર્તમાન, એ જ છે સર્વેનો પ્રાણ ચેતન તત્ત્વ જીવંત રહે, એના થકી સર્વ વહે પ્રાણ-જીવનું પોષણ કરે, વનસ્પતિમાં સ્થિત રહે સ્થિતિ ગતિ મતિ સ્વરૂપ, સર્વ છે પુરુષોત્તમ રૂપ ત્રણ લોકમાં દિવ્ય સ્વરૂપ, એ જ પરમ ઉચ્ચ સુખ ધ્યાન યોગ કર્મ પ્રત્યે, પુરુષોત્તમ રહે સત્યે અધિક માસ થાયે ઉત્તમ, કારણ એમાં પુરુષોત્તમ પુરુષ માંહી ઉત્તમ ઠરે, દેવોમાં તે અધિદેવ રહે સર્વકાળ સર્વજ્ઞ એ, પુરુષોત્તમ દેવ છે જે પુરુષોત્તમ માસ દિવ્ય, કાર્યો સહુ થાય ભવ્ય સ્નાન દાન પૂજન કરે, એ સર્વને સુખ રહે જે પુરુષોત્તમ ધ્યાન ધરે, તે કદી પાછો ના ફરે મોક્ષ પ્રાપ્તિ તેને જીવ, ભખે પરમ શિવ અધિક માસે પુણ્ય કરો, મનમાં શ્રદ્ધાને ભરો જે પુરુષોત્તમ કથા કરે, પાપ સર્વ એનાં ટળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here