purushottam mas katha adhyay 22 | પુરુષોત્તમ માસ કથા અધ્યાય 22 | અધિક માસ | PURUSHOTAM MAS KATHA VARTA | VRAT NIYAMO | વ્રત વિધિ | વ્રત નિયમો | VRAT VIDHI

0
429

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૨મો

વ્રત – નિયમો

અધ્યાય ૨૨મો : અણમાનીતી રાણીની કથા

સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! વાલ્મીકિ ઋષિએ દેઢધન્વાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત-નિયમો કહેલ, તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું તે સાંભળો :

ઘઉં, ચોખા, બધાં ધોળાં ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદું, કાલશાક, કાકડી, કેળાં, સિંધાલૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળાં, શેરડી આદિ હવિષ્યાન્ત પુરુષોત્તમ માસમાં લેવું.

સર્વ જાતના અભક્ષ્ય માંસ, મદ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર- કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ- સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી.

બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજ:સ્વલાથી દૂર રહેવું, મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો. કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાઝી ગયેલું. બળી ગયેલું અન્ન ન ખાવું.

વળી ડુંગળી, વસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીનાં પાન, મૂળા, સરગવાની શીંગ આદિ ન લેવું.

પડવે કોળું, બીજે ધોળાં રીંગણાં, ત્રીજે પુષ્પશાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઢે કાલિંગડો, સાતમે ફળનાં શાક, આઠમે આમળાં, નોમે નારિયેળ, દશમે દૂધી, અગિયારસે પંડોળા, બારશે બોર, તેરશે કાળાં રીંગણાં, ચૌદશે વેલાનાં શાક અને પૂનમે પાણીમાં થતાં શાક ન લેવાં. રવિવારે આમળાં ન લેવાં.

જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું.

વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલાં ઊઠીને સ્નાનાદિથી પરવારી શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ્ ભાગવત સાંભળવું. એક લાખ તુલસીદલથી શાલિગ્રામની પૂજા કરવી.

આ માસમાં વ્રત કરનારને સો યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ-વ્યાધિ-ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત-પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ-સાહ્યબી ભોગવી વૈકુંઠધામનો અધિકારી બને છે.

‘શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત-નિયમો’ નામનો બાવીસમો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.

અણમાનીતી રાણીની કથા

ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણાં વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો

શ્રી પુરુષોત્તમ (અધિક) માસની ભક્તિ-જ્ઞાનધારા ભરાતો ન હતો, તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજાં લગ્ન કર્યા. બે એક વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતાં, તેમાં દીકરો થતાં રાજા આગળ તેમનાં માનપાન વધી ગયાં. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા.

બીજી બાજુ ધનબા વાને સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલ નહિ, તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે બે ઓરડા આપી દીધાં. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો, તો પછી નોકર-ચાકર તો શાના માન આપે ? રાજમાં બધાં જાણતાં થઈ ગયાં કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરમાં રૂપ હતું. સાથે તેને કુંવર આવતાં તે અભિમાની થઈ ગયાં. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતાં તે અચકાતાં નહિ. બધા નોકરો તેમનાથી બીતાં રહેતાં.

ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા-રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી, તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ બે મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ-ધ્યાનમાં મન પરોવ્યું.

એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલાં ઊઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા-વાર્તા સાંભળે, દાન-દક્ષિણા આપે અને એકટાણું કરે.

માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે. તેની ઠેકડી ઉડાડે. ‘ભક્તાણી’ કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઇચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું.

ધનબા સમજૂ હતી. એ જાણી ગઈ કે માનકુંવર એના વ્રત તોડાવવા માગે છે, તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું : “આ તો ફક્ત પુરુષોત્તમ

માસનું બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમો મરો તો એના પિયરિયા રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી-કકળતી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયાં ખાતી આગળ ને આગળ વધતી હતી.

રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ 1જીકના વહેળામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી.

આગળ જતાં રસ્તામાં બે ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી, એટલે બંને શાંત થઈ ગયા.

રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધી જતાં હતાં. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતાં હતાં. પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં આણી. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા : “બહેન તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યુ છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તેં વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા-વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે, તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચનવરણી થશે. તારી કૂખ દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે.’

ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અનેક કાપડામાં હીરા-મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યાં.

આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતાં જ ધનબાની કાયા કંચનવરણી થઈ ગઈ. જાણે રૂપ રૂપનો અંબાર.

આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષયકળશ આપતાં કહ્યું : “રાણી, તે મારી તરસ છિપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મો માગ્યા મિષ્ટાન્ન મળશે.”

ચાલતાં ચાલતાં રાણી નગરના દરવાજે આવ્યાં. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયાં. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપ રૂપના અંબાર સમું સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે “ધનબા, નગરમાં આવી રહ્યાં છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યાં હોય તેમ લાગે છે.’’

ગોપાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાત્તાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરનાં હૃદય પલટાયાં હતાં, બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યાં અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યાં.

સમય જતાં નવ માસે ધનબાએ કલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધાં સંપીને આનંદથી રહેવા લાગ્યાં. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્ત્વ સમજ્યાં, તેઓ પણ દર પુરુષોત્તમ રાજા પણ વ્રત કરતા થઇ ગયા. માસમાં વ્રત કરતાં.

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here