એક સનદી અધીકારી ની વાત કરવી છે જે છેલ્લા કેટલાક દિવસ થી ૨૦ કલાક કામ કરે છે કોરોના નો કહેર ચાલે છે . પ્રધાનમંત્રી શ્રી પંચાયત કલેક્ટર ક્લાર્ક પ્રેસિડેન્ટ થી પ્રજા સહુ કોરોના થી ચિંતિત છે . સાથે મારે એક એવા એક સનદી અધીકારી વાત કરવી છે જે છેલ્લા કેટલાક દિવસ થી ૨૦ કલાક કામ હા એ અધિકારી એટલે ગુજરાત ના આરોગ્ય સચિવ જયંતિ રવિ મેડમ ( IAS ) સ્વભાવે સરળ સહજ ભ્રષ્ટાચાર નો દાગ નહીં કડક વહીવટ કરતા જયંતિ રવિ જી મદ્રાસ યુનિવર્સિટી થી અભ્યાસ લઈ હાવર્ડ યુનિવર્સિટી મા PHD કર્યું છે .
I A S માં ગુજરાત કેડર ના અધિકારી હંમેશા ગુજરાત માં ગમે તેવી પરિસ્થિતિ માં કામ કરેલ છે ૨૦૦૨ સમયે પંચમહાલ કલેક્ટર હતા . એ સિવાય શિક્ષણ , ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વ ના વિભાગો તેમનું યોગદાન છે . રવિ મેમ સારા વહીવટ કરતા કડક અધીકારી ની છાપ વચ્ચે . હૃદય ના એટલા જ પ્રેમાળ છે . રવિ મેમ ૧૧ ભાષા ઓ જાણે છે . સંસ્કૃત માં ઘણા પુસ્તકો લખ્યા છે .
નવાઈ લાગે તેવી વાત મેમ ખૂબ સારા ગુજરાતી ભજન ગાય છે . મેરુ તો ડગે પણ મન ન ડગે ખૂબ સરસ રીતે ગાય છે મેમ મોટેરા સૂર્ય મંદિર ખાતે કથક નૃત્ય પણ કરેલ છે . સતત સંવેદનશીલ સાથે તેમનો પરિવાર તેમના જીવન સાથી રામ ગોપાલ જી . દીકરી કુપા દીકરો રામ પણ એટલા જ સરળ છે તેમને આવા કુશળ મહિલા હાલ ૨૦ કલાક આપડા માટે કામ કરી રહ્યા છે અને આપડે બાઈક લઈને ગલ્લે મસાલા વગર નથી રહી શકતા . તમારી આજુ બાજુ પણ આવા કોરોના સામે આપડા માટે કામ કરતા ને વંદન કરજો . જયંતિ રવિ મેમને વંદન