હિંમતને સલામ 66 વર્ષના વૃધ્ધે સિંહણને મુક્કા મારી ભગાડી ગાયનો જીવ બચાવ્યો

0
206

66 વર્ષના વૃદ્ધ સિંહણને મુક્કા મારી ભગાડી ગાયને સકંજામાં લેનાર સિંહણને વૃદ્ધે મુક્કા મારી ભગાડી મૂકી ,

પાલકની હિંમતથી ગાયનો જીવ બચી ગયો હિંમતને સલામ : વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમનો દીલધડક બનાવ

વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમમાં એક સિંહણે ગાયને સકંજામાં લઈ લીધા બાદ વૃદ્ધ ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી પાછળથી મુક્કા મારી સિંહણને ભગાડી મૂકતા ગાયનો જીવ બચી ગયો હતો . આ દીલધડક કિસ્સાની મળતી વિગત મુજબ વિસાવદરનાં કાંકચીયાળા ગામે રહેતા કાળુભાઈ મનજીભાઈ છોડવડીયા ( ઉ.વ .૬૬ ) નામનાં ખેડૂત બપોરનાં અરસામાં સીમમાં આવેલ તેમની વાડીની ઓરડીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે બહાર બાંધેલી ગાયની જોરદાર ચીસ સાંભળતા બહાર દોડી આવતા ગાયની પીઠ પર સિંહણ ચઢેલી હોવાનું અને માત્ર તેનું મોઢું દેખાતુ હોય આ દ્રશ્ય નિહાળી એક પળતો હેબતાઈ ગયા હતા .

બાદમાં હાકલા – પડકારા કરી સિંહણને દૂર ખસેડવાની કોશીષ કરેલ પરંતુ સિંહણને માત્ર ગાયનું મારણ જ દેખાતું હોય અવાજોને ન ગણકારતા કાળુભાઈએ તમામ હિંમત એકઠી કરી સિંહણનાં પાછળનાં ભાગે જોરદાર મુક્કાઓ મારવાનું શરૂ કરી દેતાં આ અચાનક હુમલાથી હેબતાઈ ગયેલ સિંહણ ગાયને સકંજામાંથી મૂક્ત કરી દૂર જતી રહેતા કાળુભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગાયનું મોં પકડી લઈ બચાવી લીધી હતી .

સિંહણે જતા – જતા પાછું વળીને જોતાં કાળુભાઈએ ફરી હાકલા કરી , ગાયને બચાવવા હિંમત ભેગી કરી : વૃદ્ધ ખેડૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here