ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જેમાં સાસુ-વહુના ઝઘડાં ન થતા હોય. નાની નાની વાતે સાસુ સાથે ઝઘડાં થાય છે. આવી સમસ્યાઓ ઊભી ના થાય એટલા માટે લગ્ન બાદ સાસુ સાથે મધુર સંબંધો બનાવી રાખો. એમને તમારી મમ્મી જેમ સાચવો અને તેમની ફરિયાદોને પણ સાંભળો. આજે અમે પ્રસ્તુત કરીએ છીએ એવી કેટલીક ટીપ્સ જે તમારા સાસુમાંને ખુશ કરવામા મદદ કરશે.
સાસુમાંને સમયાંતરે ગિફ્ટ આપો. કારણ કે ગિફ્ટ દરેક ઉંમરની વ્યક્તિને ગમે છે.
સાસરીપક્ષમાં દરેક સાથે વાત કરો અને એમનું સન્માન કરો. આવી વહુ દરેક સાસુને બહુ ગમતી હોય છે જે તેમના પરિવારની ઈજ્જત કરતી હોય.
નવરાશનો જેટલો પણ સમય હોય તે સાસુ સાથે વિતાવો. એમની સાથે સતત વાતો કર્યા કરો. આનાથી એમને એવું લાગશે કે તમે એની સંભાળ રાખો છો.
પુરૂષો જ નહીં પણ મહિલાના દિલનો રસ્તો પણ એના પેટથી જ પસાર થાય છે, તેથી હંમેશ સારું ભોજન બનાવો. સાસુને પૂછીને એની પસંદગીનું ભોજન બનાવો. એનાથી એમને તમારા સારા ગુણનો ખ્યાલ આવશે.
સાસુમાં સામે ક્યારે આળસ ના દેખાડો. એમની સામે હંમેશા કામ કરવા માટે તત્પર રહો.