Home Uncategorized ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના શું છે જાણો

ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના શું છે જાણો

0
ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના  શું છે જાણો

સરકારે ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાની શરૂઆત કરી છે. છેલ્લા 4 વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ.15 હજાર કરોડની ખેત-પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાઈ.

ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગતગાય નિભાવ ખર્ચ યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજનાનો શુભારંભ કાર્યક્રમ રાજ્યસરકારના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂતકલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરથીવિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ થઇ રહેલાકાર્યક્રમોમાં ખેડૂતોને સંબોધન કર્યું હતું.

કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએજણાવ્યું  હતું કે,મુશ્કેલીના સમયે રાજ્ય સરકારે ખેડૂતોનીપડખે ઊભી રહી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરી ‘ખેડૂત એ જગતનો તાત છે’, એ કહેવતને સાર્થક બનાવી છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની આજેશરૂઆત કરી છે. આપણા ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા રાજ્યસરકાર દ્વારા ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ખેડૂતમિત્રને વાર્ષિક રૂ, ૧૦,૮૦૦/- ની સહાય આપવામાં આવશે. બજારમાંમળતા વિવિધ ઝેરી ખાતરથી પકવેલો ઝેરી પાક આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પરંતુગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આપણો ખેડૂત સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પાક મેળવી શકશે જેઆપણી ભવિષ્યની પેઢી માટે પણ ખુબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કીટયોજના અંતગર્ત ખેડૂતમિત્રોને ગાય આધારિત ખેતી કરવા જરૂરી સાધનોની કીટ આપવા આવશે. આકીટમાં જીવામૃત બનાવ માટે ડ્રમ અને પ્લાસ્ટિકના ટોકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’,‘કિસાન પરિવહન યોજના’નો આજે પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. આજે એક જ દિવસમાં રાજ્યના સવા લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય કરવામાં આવી હતી.

બે યોજનાનો આજે પ્રારંભ કરાવ્યો આ યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે નવિન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ આવરી લેવાયા છે. આ પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’ તેમજ ‘કિસાન પરિવહન યોજના’નો આજે પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આ અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે ત્રીસ હજાર રૂપિયાની મહત્તમ સહાય સરકાર આપે છે.

રાજ્ય સરકારે 1 લાખ 25 હજાર ધરતીપુત્રોને સહાય ચૂકવી  કિસાન પરિવહન યોજનામાં ખેડૂત પોતાના ઉત્પાદનો અન્ય બજારોમાં સરળતાએ પહોચાડી વધુ આવક રળી શકે તેવી નેમ રાખવામાં આવી છે. ખેડૂતને આ યોજનામાં વધુમાં વધુ રૂ. 75 હજારની સહાય સરકાર નાના વાહન ખરીદવા આપે છે. રાજ્યમાં 1 લાખ 16 હજાર કિસાનોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ 8400 ખેડુતોને કિસાન પરિવહન યોજનાનો લાભ આપીને એક જ દિવસમાં રાજ્ય સરકારે 1 લાખ 25 હજાર ધરતીપુત્રોને રૂ. 400 કરોડની સહાય ચૂકવી છે. આ સહાયના પરિણામે આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતોના પોતાના ખેતર ના ગોડાઉનમાં 2 લાખ 32 હજાર ટન અનાજની સંગ્રહ શક્તિ વધશે તેમજ પાક બગાડ અટકશે. એટલું જ નહિ કિસાન પરિવહન યોજના દ્વારા લાભાર્થી ખેડૂત પોતાના ઉત્પાદનો પણ નાના વાહનો મારફતે બજારમાં સરળતા એ વેચીને આર્થિક સમૃદ્ધિ તરફ વળી શકશે.

પાંચ લાભાર્થીઓને આવી સહાયના ચેક વિતરણ કર્યા વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને આવી સહાયના ચેક વિતરણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વીજ જોડાણો હોય કે યુરિયા ખાતર હોય ખેડૂતોએ ભૂતકાળમાં લાંબા સમય સુધી રાહ જોવી પડતી એવી સ્થિતીનું છેલ્લા બે દશકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ નિવારણ લાવી દીધું છે. હવે, ખેડૂતને સમયસર ખાતર અને 8 થી 10 કલાક વીજળી મળે છે-આવનારા દિવસોમાં દિનકર યોજનાથી દિવસે વીજળી આપવાની નેમ તેમણે દર્શાવી હતી. આ સરકારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપી છે. 15 હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરીને જગતના તાતના બાવડામાં બળ પૂર્યુ છે. હવે, સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી એ ખેડૂતને જગત આખાની ભૂખ ભાંગી શકવા સક્ષમ બનાવવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here