સતગુરૂજી અમને ચરણોમાં લેજો ભજન માટે અહિ ક્લિક કરો | satguruji amne charnoma lejo

સતગુરૂજી અમને ચરણોમાં લેજો
સતગુરૂજી અમને ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી….૧
કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી…..૨
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી સમરણની સુધદાતા દેજો
સતગુરુજી….૩
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી….૪
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી….૫
છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી….૬
“સવો” કહે સ્વામી અમમાં સર્વે છે ખામી

અવગુણ નવ જોશો અંતરજામી…૭

આ ભજન તમે download પણ કરી શકશો . ભજન download કરવા નીચે આપેલ ફોટા પર ક્લિક કરો

આ ભજન માંથી તમને ઘણું બધું જાણવા મળશે. આ ભજન તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો જો તમે બીજા કોઈ ભજન લખેલા મેળવવવા માંગતા હોય તો જરૂર થઈ અમારો કોન્ટેલ કરજો અમારા ફેસબુક પેઝ

થોડોક સમય ધર્મની સાથે

પરથી તમને બધી ધાર્મિક માહિતી મળી રહેશે

 

Leave a Comment