શરદ પૂનમનુ પૌરાણિક મહત્વ અને આ દિવસે દુધ-પૌવા શા માટે મૂકવામાં આવે છે

0
251

શરદ પૂનમ નું મહત્વ:

પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ , પૂર્ણાકાર ચંદ્રમાં , સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ .. ગરબાની વિશેષ રમઝટ , એટલ જ શરદ પૂનમ .આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે .વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે .. !!

પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે .શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે .તેનું મહત્વ અને ઉલ્લાસના રીત – ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબ શરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે .. !!

એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે . રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્યના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે , જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે .. !! કેરવો

એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે . આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.શરદ પૂનમને કોજાગરી લોક્ખી ( દેવી લક્ષ્મી ) ને પૂજા કરવામાં આવે છ . પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે

પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ , ધૂપ , દુર્વા , કમળનું ફૂલ , હતંકી , ધનસંપત્તિ , આરી ( નાનૂ સૂંપડુ ) અનાજ , સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે . આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે .16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે .. !

આ છે આપડા ભારત ની સંસ્કૃતિ જ્યાં આં બધા તહેવાર ઉજવવવા માં આવે છે તો બોલો આજે પૂનમ નો રાસ લેશો અને હા તમરા ગામ , સિટી માં આં તહેવાર ઉજવવો છો એની વિશેષ વાતો કોમેન્ટ માં કેજો કારણ કે મને મારા ફોલોવર્સની કોમેન્ટ વાચવી બોવ જ પસંદ છે . … !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here