Home ધાર્મિક ભજન સત્સંગમાં ગવાય એવું માતા-પિતાનું ખુબ સરસ ભજન છે જરૂર વાંચજો અને શેર કરજો

સત્સંગમાં ગવાય એવું માતા-પિતાનું ખુબ સરસ ભજન છે જરૂર વાંચજો અને શેર કરજો

0
સત્સંગમાં ગવાય એવું માતા-પિતાનું ખુબ સરસ ભજન છે જરૂર વાંચજો અને શેર કરજો

માનવ થઇને સેવા કરજે , મા – બાપ છે ભગવાન

સીતારામ સીતારામ ભજીએ સીતારામ  , હરિને હારે હેત લગાડીએ ભજીએ સીતારામ

આંધળાને લૂલા – લગડા ગરીબ મા ને બાપ……… માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન

પત્થર એટલા દેવ કરી પૂજ્યા, ત્યારે તારું મુખડું જોયું મારા લાલ …….સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

નવે નવ માસ મા એ ગોદર મા રાખ્યા…… છેડલો ઢાકીને મા એ પાયા અમૃત પાન…… માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન

હેતના હિંડોળે માંડીએ કાયમ ઝૂલાવજે…….. માયાના બંધનમાં ભૂલી ન જવાય …..માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન

પા પા પાગલી માવડી હાલતા શીખવાડતી…… આંગળી પકડી ને માતા દોડતા શીખવાડતી , તેનો વારો આવે ત્યારે ભૂલી ન જવાય ,

માનવ થઇ.ને સેવા કરજો મા – બાપ છે ભગવાન . સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

નાની એવી ઓરડી માં સહપરિવાર રહેતો …….. પાંચસો વાર ના બંગલામાં મા – બાપ ન સમાય , માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

ભણાવી ગણાવી તમને પરણાવી દીધા ….રાજરાણી આવ્યા પછી કોણ માં ને બાપ ….સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

દિકરા નોખા થાય ત્યારે મા – બાપ વારે ચડતા , પેટ ને ખાતર મા – બાપ ઘેર – ઘેર જાય ,

માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન . સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

ઘર ન ગમે ત્યારે મંદિરે જઇને બેસતા , જમવાના ટાઇમ સિવાય ઘરે ન અવાય , માનવ થઇને સેવા કરજો મા બાપ છે ભગવાન

મોટા મોટા બંગલામાં કુતરા પડાય છે …..કુતરાના તોલે માં-બાપ ન

માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન . સંતાનકહેવાય …….માનવ  થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

બંગલામાં કુતરા હરતા ને ફરતા , મા – બાપ થી ભૂલે ચૂકે આડૂ ન ઉતરાય , માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

બંગલામાં કુતરા પલંગ માં પોઢતા , મા – બાપ નો ખાટલો ખૂણામાં લજાય ,

માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન . સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

સર્વે હિસાબ રાખ્યા વિના સર્વે કોડ પુરિયા , વોવ દિકરા રાખે ત્યારે ચોપડા ચિતરાય , માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

પચ્ચીસ – પચાસ વર્ષ પહેલા વૃધ્ધાશ્રમ ન હતા , શ્રવણ બનીને એની સેવા કરાય ,

માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન . સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

સંતો કહે છે ચેતી જા જીવડા , વારા પછી વારો સામો દખાય , માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

સંતો કહે છે ચેતી જા જીવડા માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગા . સંતાન થઇને સેવા કરો મા – બાપ છે ભગવાન

સર્વે સુખ નેવે મૂકી બધા કોડ પૂર્યા….એનો વારો આવ્યો ત્યારે ચોપડા ચીતરાય ……સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

ઘરમાં છે કાશીને ઘરમાં મથુરા …….માતપિતાના ચરણોમાં અડસઠ તીરથ ધામ …..સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

સંતો કહે છે હજી બાજી તારા હાથમાં ….માત-પિતાની સેવા કરી ઉતરીએ ભવપાર ……સંતાન થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન .

આ ભજનનો રાગ સંભાળવા માટે અહી ક્લિક કરો

સીતારામ સીતારામ ભજીએ સીતારામ। Santan thay ne Seva Karjo | sitaram sitaram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here