એક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . .વાંચો

0
351

એક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . .

૪ વર્ષે : મારા પપ્પા મહાન છે . |

૬ વર્ષે : મારા પપ્પા બધું જ જાણે છે . તેઓ બધા કરતાં હોંશિયાર છે .

૧૦ વર્ષે : મારા પપ્પા સારા છે , પણ ગુસ્સાવાળા છે .

૧૨ વર્ષે : હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા .

૧૬ વર્ષે : મારા પપ્પા વર્તમાન સમય સાથે ચાલતા નથી . ખરું પૂછો તો તેમને કશું જ્ઞાન જ નથી ,

૧૮ વર્ષે ; મારા પપ્પા દિવસે દિવસે ચીડિયા અને અવ્યવહારુ થતા જાય

૨૦ વર્ષે : ઓહ ! હવે તો પપ્પા સાથે રહેવું અસહ્ય જ થતું જાય છે . ખબર | નહીં , મમ્મી તેમની સાથે કેવી રીતે રહી શકે છે .

૨૫ વર્ષે : મારા પપ્પા દરેક બાબતમાં વિરોધ કરે છે . કોણ જાણે દુનિયાને સમજી શકશે .

૩૦ વર્ષે : મારા નાના દિકરાને સંભાળવાનું મુશ્કેલ બનતું જાય છે નાનપણમાં હું મારા પપ્પાથી કેટલો બીતો ?

૪૦ વર્ષે : મારા પપ્પાએ મને કેટલી શિસ્તથી ઊછેર્યો ? આજકાલના છોકરાઓમાં શિસ્ત જ નથી .

૫૦ વર્ષે મને આશ્ચર્ય થાય છે , મારા પપ્પાએ કેટલી મુશ્કેલી વેઠીને અમને ચાર ભાઈ – બહેનોને મોટા કર્યા હતા . એક સંતાનને મોટું કરવામાં મારો તો દમ નીકળી જાય છે .

પપ વર્ષે : મારા પપ્પા કેટલા દીર્ઘદ્રષ્ટિવાળા હતા . તેમણે અમારા ભાઈબહેનો માટે કેટલું વ્યવસ્થિત આયોજન કર્યું હતું ! આજે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ સંયમપૂર્વક જીવી શકે છે .

૬૦ વર્ષે : મારા પપ્પા ખૂબ જ મહાન હતા . તેઓ જીવ્યા ત્યાં સુધી એમણે | અમારા સૌનો ખ્યાલ રાખ્યો . પિતાને સાચી રીતે ઓળખતા

૬૦ વર્ષ લાગ્યા ! મિત્રો , તમારા પિતાને સમજવામાં તમે આટલા બધાં વર્ષ ન લગાડશો . સમયસર ચેતી જજો અને પિતાની મહાનતાને વેળાસર સમજી લેશો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here