ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત અને સામગ્રી…

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત અને સામગ્રી…સામગ્રી…૧ કિલો રાજાપુરી કાચી અને કડક કેરી.૧ કિલોગોળ.૩૦ગ્રામ રાઈ ના કૂરીયા.૨૦ ગ્રામ મેથી ના કૂરીયા.
૭૫ થી ૧૦૦ ગ્રામ જેટલા ધાણા ના કુરીયા.(Avoid પણ કરી શકાય)૫૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાઉડર.૫૦ ગ્રામ રેગ્યુલરલાલ મરચું પાવડર.૧ ચમચો મીઠું.અડધો ચમચો હળદર.૧ ચમચો હિંગ.૧૦ નંગ લવિંગ.૧૫-૨૦ નંગ કાળા મરી.
૨ ટુકડા તજ.૧૦૦ ગ્રામ વરિયાળી.૪ ચમચા શિગતેલ અથવા સરસિયાનું તેલ જે પસંદ હોય તે.ધ્યાન મા રાખવા જેવી બાબતો “૧- તજ લવિંગ કાળા મરી અને વરિયાળી ‌લોઢી પર ૨ મિનિટ શેકી, મિક્ષ્ચર મા અઘકચરા કરી ને નાખવા.
૨તજ લવિંગ કાળા મરી અને વરિયાળી જો પસંદ ન હોય તો avoid પણ કરી શકાય.૩- કેરી ના ટુકડા ને જ્યારે કોરા કરવા મુકો ત્યારે પંખા નીચે અથવા તડકામાં કોરા કરવા નહીં મુકવાના.૪તૈયાર થયેલા અથાણાં ને બરણીમાં તેલ મા ડુબેલુ રહે એ રીતે રાખવુ.૫- ગોળ ને બારીક સમારીને વાપરવાથી જલ્દી ઓગળી જાય છે તેથી સમારીને વાપરવો.

રીત
સૌપ્રથમ કેરી ને ધોઈ ને સાફ કરી તેની છાલ કાઢી લેવી. હવે કેરી ના મનપસંદ સાઇઝ ના ટુકડા કરી લો. ટુકડા કરી તેમાં અડધો ચમચો મીઠું અને પા ચમચો હળદર નાખી હલાવી લો અને ૧૨ કલાક સુધી ઢાંકીને રહેવા દો, ટાઈમ નો અભાવ હોય તો ૬ થી ૮ કલાક સુધી રહેવા દો. હવે ટુકડા ને હળદર મિઠા ના પાણી‌ માથી નિતારી કોટન ના કપડા પર પાથરી કોરા કરવા મુકો. ૩ થી ૪ કલાક મા હળદર મિઠા નો કોટ કરેલા કેરી ના ટુકડા કોરા થય જશે. તેમ છતાં વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું…
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને વરાળ નીકળે એટલે ગેસ બંધ કરી દ અને નવશેકું થવા દો. એક વાસણમાં રાઈ મેથી અને ધાણા ના કુરીયા ને ગોળાકાર મા મુકવા વચ્ચે થોડો ખાડો કરી તેમાં હિંગ અને પા ચમચો હળદર એડ કરો. એના પર ગરમ કરીને નવશેકું કરેલું તેલ નાખી ૨ મિનિટ ઢાંકીને રાખો. વઘારેલા કૂરીયા રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને રેગ્યુલર લાલ મરચું પાવડર થોડુ મીઠુ એડ કરો. પછી ધાણા ના કુરીયા એડ કરો. અધકચરા કરીને રાખેલ તજ લવિંગ કાળા મરી અને વરિયાળી ઉમેરો. કેરી ના કોરા થયેલા ટુકડા ઉમેરો. ગોળ નાખ અને બધુ બરાબર હલાવી ને મિક્સ કરી લો.. અને ઢાંકીને રહેવા દો…૧૨ કલાક પછી ચમચા થી હલાવી લો લગભગ ૧૦ થી ૧૨ કલાક મા ગોળ ઓગળી ને એકરસ થવા લાગશ અને પુરી રીતે ઓગળતા બીજા ૧૨ થી ૧૮ કલાક લાગી શકે છે. તો તે દરમિયાન વચ્ચે વચ્ચે ૫-૬ કલાકે ૫ મિનિટ ચમચા થી હલાવી અથાણું ઉપર નીચે કરતા રહેવું.. એકાદ વખત સહેજ ચાખી લો… કાંઈ ઓછું લાગે (મિઠુ મરચું) તો ઉમેરો…ફાઇનલી ૩-૪ દિવસ મા સ્વાદિષ્ટ અને ચટાકેદાર ગોળ કેરી નું અથાણું તૈયાર થઈ જશે….

(શક્ય છે એટલાં ફોટાઓ પોસ્ટ સાથે મુકુ છું…આશા છે આપ સૌ ને ઉપયોગી થશે)

Leave a Comment