વાહન ચલાવતી વખતે રાખો આ નિયમોનુ ખાસ ધ્યાન કયારેય મેમો ભરવો નહી પડે

(૧) વાહન ચલાવતી વખતે કયા કાગળીયા સાથે રાખવા જોઇએ ?

વાહન ચલાવતી વખતે હંમેશા અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી સર્ટીફીકેટ, વીમાના કાગળીયા તથા ટ્રાન્સપોર્ટના ધંધા ફીટનેસ સર્ટીફીકેટ ટ્રાન્સપોર્ટના વાહનો માટે સાથે રાખવું ફરજીયાત છે…………

(૨) નો પાર્કીંગમાંથી જો મારા વાહનને ટ્રાફીક ક્રેન લઇ જાય તો મારે શું કરવું ?

ટ્રાફીક ક્રેન પોતાના નિર્ધારીત રૂટથી પોલીસ ભવન પહોંચે છે. પોલીસ ભવન, જેલ રોડ ખાતે જઇ વાહનની માલિકી સાબિત કરી યોગ્ય દડ ભરી આપનું વાહન છોડાવી શકાય.
(૩) ટ્રાફીક ક્રેન દ્વારા લઇ જવાયેલા વાહન છોડાવવા માટે સરકારશ્રીએ નિર્ધારીત કરેલા દંડ જાણકારી આપો.

ટુ વ્હીલર માટે – ૧૦૦ રૂપીયા

થ્રી વ્હીલર માટે – ૧૫૦ રૂપીય

લાઇટ ફોર વ્હીલર માટે – ૨૦૦ રૂપીયા

હેવી વ્હીલર માટે – ૫૦૦ રૂપીયા

(૪) મારુ વાહન ટ્રાફીક ક્રેનવાળા ખોટી રીતે ઉપાડી ગયા છે એમ લાગતા મારે શું કરવું ?

ટ્રાફીક ક્રેન દરેક વાહન ઉપાડતી વખતે વીડીયો શુટીંગ કરે છે. વીડીયો શુટીંગ જોઇને તમને વાહનની જેતે સમયની સ્થિતી ખબર પડી શકે છે. વીડીયો શુટીંગ જોવા છતાં તમને સંતોષ ન થાય તો તમે કોર્ટ મેમો લઇ કોર્ટમાં વાહન બાબતે રજુઆત કરી શકો છો………………

(૫) મારુ વાહન નવુ ૪ સ્ટ્રોક બાઇક છે તો શું મારે પીયુસી ચેક કરાવવું પડે ?

દરેક વાહનના રજીસ્ટ્રેશનના એક વર્ષ પછી પીયુસી ચેક કરાવવું ફરજીયાત છે.

(૬) મારા સિવાય પણ અન્ય લોકો ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરીને છટકી રહયા છે તો દંડ ફકત મારે જ કેમ ભરવો ?

વડોદરા શહેરના દસ લાખ વાહનોની સામે ફકત ૨૦૦ જેટલા ટ્રાફીક પોલીસ છે, એટલેકે દર ૫૦૦૦ વાહનોએ ફકત ૧ ટ્રાફીક પોલીસ છે. આજે તમે પકડાયા છો. જો અન્ય લોકો ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા રહેશે તો કાલે અન્ય પણ પકડાશે વળી આપે નિયમનો ભંગ કરેલ છે તો તેનો દંડ ભરવો જ પડે બીજાના ગુનાઓ ગણાવવાથી આપને ગુનો કરવાનો અધિકાર મળે છે.

તે બાબત સ્વીકારી શકાય નહીં. દંડ ભરવાથી આપ અન્ય દસ વ્યક્તિઓને જાણ કરો છો તથા તે નિયમ યાદ રહે છે. ટ્રાફીકના નિયમો તમારી સલામતી માટે બનાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવું તે આપના હિતમાં છે…………..

(૭) મારે ફકત બે મીનીટનું કામ છે. શું હું ગમે ત્યાં વાહન પાર્ક ન કરી શકું ?

કોઇપણ વાહન ટ્રાફીકને અડચણરૂપ થાય તેવી રીતે કોઇ પણ જગ્યાએ તથા સરકારશ્રીએ અધિકૃત કરેલા નો પાર્કીંગ ઝોનમાં પાર્ક કરી ન શકાય. શહેરમાં ૧૦ લાખ વાહનો છે અને દરેકને બે મીનીટ માટે ખોટું પાર્કીંગની છૂટ આપીએ તો શહેરમાં ચાલવાની જગ્યા રહેશે નહીં અને ગેરવ્યવસ્થા સર્જાઇ શકે છે. પરિણામે આપ પણ હેરાન થઇ શકો છો……………..

(૮) શું સરકાર પાર્કીંગ માટે જગ્યા ફાળવવા બંધાયેલી છે ?

વડોદરા શહેરમાં પાર્કીંગ ફાળવવાની કામગીરી વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા થાય છે પણ દરરોજ વધતી જતી વાહનોની સંખ્યા જોતા દરેક માટે પાર્કીંગ ફાળવવુ અશકય છે. કારણકે ૧૯૯૦ માં શહેરમાં ૨ લાખ વાહનો હતા. હવે ૧૦ લાખથી વધુ વાહનો છે. પાર્કીંગની જગ્યા એટલીની એટલી જ રહે છે. તેનું ઉત્પાદન થતુ નથી. મોટર વ્હીકલ એકટમાં કલમ ૧૧૭ મુજબ જો શકય હોય તો પાર્કીંગ અપાય તેમાં પણ પાર્કીંગ આપવું ફરજીયાત નથી. વિદેશમાં પોતાનું પાર્કીંગ ન હોય તો વાહન પાસ થતું નથી……………….

(૯) એકી – બેકી પાર્કીંગ એટલે શું ?

એકી એટલે મહીનાની ૧, ૩, ૫, ૭.. જેવી એકી સંખ્યાની તારીખે તે જગ્યાએ વાહન પાર્ક કરવું અને બેકી એટલે મહીનાની ૨, ૪, ૬, ૮… જેવી બેકી સંખ્યાની તારીખે તે જગ્યાએ વાહન પાર્ક કરવું……………

(૧૦) શું મારે હેલ્મેટ પહેરવી ફરજીયાત છે ? શા માટે ?

૫૦ સી. સી. ના વાહન સિવાય બાકીના તમામ દ્વી ચક્રીય વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. અકસ્માત સમયે હેલ્મેટ પહેરેલી હોય તો માથા પર થતી ગંભીર ઇજાઓ ટાળી શકાય છે. ……….

હેલ્મેટ તમારી સલામતી માટે જ છે. દુનિયાના બધાજ દેશોમાં અમેરીકા, યુરોપ, જાપાન, ચીન, ભારતના શહેરો જેવા કે દિલ્હી, કલકત્તા, પુના, મુંબઇ, કોચીન, ઉદેપુર, જયપુર, અમદાવાદ, સુરત, ભરૂચ બધા જ શહેરોમાં હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. અને તે પહેરાય પણ છે. તેમા અગવડ પદે છે. તેવી દલીલ સ્વીકાર્ય નથી. નામદાર હાઇકોર્ટની સુચના મુજબ પણ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. તે આપની સલામતી માટે પણ જરૂરી છે…………..

(૧૧) સીટીમાં વાહન ચલાવતી વખતે મારી સ્પીડ ૪૦ કી. મી. / કલાક ની છે. શું મારે હેલ્મેટ પહેરવું જરૂરી છે ?

જ્યારે તમે ૪૦ કી. મી. ની સ્પીડથી વાહન ચલાવો છો ત્યારે તે ૪૯ ફીટ / સેકન્ડ એટલે કે ચોથા માળથી પડવા જેટલી સ્પીડ હોય છે. આટલી ઝડપે પણ જો હેલ્મેટ ન પહેર્યુ હોય તો જોખમી નીવડી શકે છે. તેથી આવા સમયે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફીકની ગીચતા પ્રમાણે સ્પીડ હોય છે. …………….

માંડવીથી નીકળેલ વ્યકતિની સ્પીડ માંડવી પાસે ૨૦ જેટલી હોય જે દાંડીયા બજાર પાસે ૩૦ જેટલી થાય. જેલ રોડ પર તે ૪૦-૫૦ જેટલી થાય. ગોરવા જતા તેની સ્પીડ ૫૦ થી ૬૦ જેટલી થાય. આમ વાહન ચાલક અલગ અલગ વિસ્તારોમાં જતો હોવાથી તેની સ્પીડની વધઘટ થાય છે. તેથી શહેરમાં સ્પીડ ઓછી છે તેમ કહી શકાય નહીં………….

Leave a Comment