તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન

તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન.. ઘણા લોકો ઉધરસ કે શરદી અથવા તો ગળાને સારું રાખવા માટે તુલસીના પાંદ ચાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તુલસીના પાંદનું ક્યારેય ચાવીને સેવન ન કરવું જોઈએ. જયારે તુલસીના પાંદનું સેવન કરો છો ત્યારે તેને ચાવવાને બદલે તેના 2-4 ટુકડા કરો અને પછી જીભ પર રાખીને ચગળવા જોઈએ. કારણ કે તુલસીના પાંદમાં પારાની માત્રા હોય છે જે દાંતને 🦷 નુકશાન કરે છે. તુલસીમાં યુજીનોલ ભરપુર માત્રામાં હોય છે.

માટે જો તુલસીનું વધારે પડતું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં યુજીનોલનું સ્તર વધે છે.જે આપણા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આ તત્વ સિગરેટ અને ફ્લેવર વાળા પદાર્થોમાં જોવા મળે છે. તેનાથી ઉધરસ દરમિયાન રક્ત નીકળવું, શ્વાસ તેજીથી વધવો તેમજ યુરીનમાં બ્લડનું આવવું વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. તુલસીના પાંદનું વધારે સેવન કરવાથી શરીરમાં રહેલ રક્ત 🩸 પાતળું થઇ શકે છે. વોલફરીન અને હેપરીન જેવી દવાઓ લેતા લોકોએ તુલસીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

કારણ કે આ દવાઓમાં લોહીને પાતળું બનાવવાના ગુણ હોય છે. એવામાં તુલસીના પાંદનું સેવન કરવાથી તે લોહીને 🩸 પાતળું કરવાના ગુણ ગતિથી વધે છે. આ ઉપરાંત એન્ટી ક્લોટીંગ દવાઓનું સેવન કરતા હોય ત્યારે પણ તુલસીના પાંદનું સેવન ન કરવું જોઈએ. તુલસીના પાંદનું વધારે સેવન પુરુષોની પ્રજનન શક્તિને પ્રભાવિત કરી શકે છે. આ તર્ક પર શોધ પણ કરવામાં આવી છે.જેમાં 🐇 સસલાઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. ત્યાર એક ગ્રુપને 30 દિવસ સુધી તુલસીના પાંદ ખવડાવવામાં આવ્યા. ત્યાર બાદ જાણવા મળ્યું કે જે સસલાઓને રોજે તુલસીના પાંદ આપવામાં આવ્યા છે તે સસલાઓમાં શુક્રાણુની સંખ્યામાં મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળ્યો. ગર્ભવતી મહિલાઓ જો તુલસીના પાંદનું વધારે સેવન કરે તો માતા અને બાળક બંને પર તેની આડઅસર પડે છે. તુલસીનું વધારે પડતું સેવન કરવાથી મહિલાઓનું ગર્ભાશય સંકોચાય જાય છે.

જેનાથી બાળકના જન્મ સમયે સમસ્યાઓ આવી શકે છે. આ ઉપરાંત અન્ય રીએક્શન થવાની પણ સંભાવના રહે છે. તુલસીના સેવનથી ઘણી વખત દવાની અસર ઘટી જાય છે અથવા તો ખુબ જ વધી જાય છે. બંને સ્થિતિમાં વ્યક્તિ જે બીમારી માટે દવા લે છે તે બીમારીથી છુટકારો મળતો નથી. જેમ કે ડાયજેપામ અને સ્કોપોલામિન બે એવી દવા છે જે ચિંતા,ગભરાહટ, ઉલ્ટી વગેરે સમસ્યા દુર કરવામાં મદદ કરે છે. પરંતુ દવાના સેવનની સાથે જો તુલસીના પાંદનું સેવન કરવામાં આવે તો દવાની અસર ઘટી જાય છે

હાઈપોગ્લાઈસીમીયા એક એવું સ્ટેજ છે જેમાં શરીરની અંદર બ્લડ 🩸 સુગરનું લેવલ વધારે માત્રામાં ઘટી જાય છે. ઘણા લોકો પોતાના હાઈ બ્લડ સુગરને ઘટાડવા માટે તુલસીના પાંદનું સેવન કરતા હોય છે. પરંતુ ડાયાબીટીસ અને હાઈપોગ્લાઈસીમીયાના દર્દીઓએ દવા સાથે ક્યારેય તુલસીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી બ્લડ સુગરનું લેવલ વધારે પ્રમાણમાં ઘટી જાય છે. જે દર્દી માટે ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે.

Leave a Comment