નોકરી વગર પુરુષને કોણ વધારે પ્રેમ કરે પિતા કે પત્ની આ સત્ય ઘટના વાંચો અને શેર કરો

0
228

સ્મિતા…બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી..જ પડશે…

અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે છે…મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારી ને ના પાડવાની તક ની રાહ જોઈ ને બેઠું છે….આવા સંજોગો માં તેઓ ને સામે ચાલી ને કારણ ન અપાય….

હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ હોય છે….અસંખ્ય કટાક્ષ કરતી કરતી સ્મિતા
રિસાઈ ને રૂમ માં જતી રહી..

સાંજે સસરા નો ફોન આવ્યો..કુમાર..તમારે પાંચ દિવસ ની રજા તો લેવી જ પડશે…સાળા ના લગ્ન છે..રજા તો લેવી પડે…કે નહીં ?

મેં કીધું…વડીલ સમજવા નો.પ્રયત્ન કરો…ઓફીસ નું વાતવરણ અત્યારે ખરાબ છે…

મારા સસરા પણ સમજવા તૈયાર ન હતા….
આવા સંજોગ માં મારે શુ કરવું એ ખબર પડતી ન હતી…

મારા પપ્પા એ પણ કીધું…મનદુઃખ થાય તેના કરતાં રજા લઈ આનંદ કરી આવ…મેં પપ્પા ને પણ ઓફીસ ની પરિસ્થિતિ સમજાવી…..બાપ કોણે કીધો….જે શબ્દ મારા સસરા બોલી ન શક્યા એ શબ્દો મારા પપ્પા બોલ્યા.જા બેટા.. આનંદ કર તારી નોકરી ને તકલીફ પડશે..તો હું બેઠો છું..તારૂ રૂટિન ડિસ્ટર્બ નહિ થાય….એ મારુ તને વચન છે..આવી હિંમત તો માઁ બાપ સિવાય કોઈ આપી શકે નહીં…

લગ્ન પ્રસંગો પૂરા કરી …બીજે દિવસે હું ઓફિસે ગયો….
સાંજે ઘરે આવી મેં મારો ટર્મિનેટ ઓર્ડર સ્મિતા ના હાથ માં મુક્યો….

પપ્પા બોલ્યા શુ થયું….કંઈ નહિ પપ્પા….જે થવાનું હતું તે થયું….મને કંપની એ ટર્મિનેટ કર્યો છે..હવે નવી નોકરી ફરીથી ગોતવાની..

સ્મિતા ચિંતા માં પડી ગઈ…કૂદી કૂદી ને પાંચ દિવસ ની રજા નું કહેતી સ્મિતા નું મોઢું..ઉતરેલ કઢી જેવું થઈ ગયુ…. દુનિયા તો આપણી તકલીફ ન સમજે પણ જીવનસાથી પણ જયારે આવું વર્તન કરે ત્યારે…દુઃખ થાય..મેં તેને કીધું હતું સ્મિતા તું મહિના પહેલા તારા ભાઈ ના લગ્ન ની તૈયારી માટે જા..પણ મને આગ્રહ ન કર..હું અગત્ય ના ફંક્શન માં હાજરી આપી દઈશ…પણ જીદ કોને કહે….

મારી મમ્મી પણ ચિંતા માં પડી ગઇ…એ પણ બોલી કંઈ વાંધો નહિ..ખાનગી નોકરીમાં તો એવું જ હોય….માનસિક તૈયાર રહેવાનુંપપ્પા ફક્ત એટલું બોલ્યા બેટા કોઈ ચિંતા નહીં…કરતો…હજુ મારી નોકરી ચાલુ છે…

સ્મિતા અને મારા સસરા ને મેં ચેતવ્યા હતા…એટલે એ લોકો કંઈ બોલી શકે તેમ હતા નહીં…સવાર પડે મને ઘર માં બેઠેલો જૉઈ સ્મિતા અને મારા દૂર બેઠેલ સસરા ને ધીરે ધીરે ચિંતા વધવા લાગી..મેં કીધું..સ્મિતા નોકરી નો પ્રયત્ન તો ચાલુ છે…અત્યારે સાવ નવરાં છીયે તો…ચલ થોડો વખત તારા મમ્મી પપ્પા ને ત્યાં રહેવા જઈએ..

સ્મિતા બોલી એમાં થોડા કારણ વગર પિયર જવાતું હશે…તેના કરતાં આ સમય માં નોકરી ગોતો..ઘર માં બેઠા રહેવા થી નોકરી નહીં મળે….રોજ સવાર પડે સ્મિતા ના વાણી વર્તન બદલાવા લાગ્યા…હું…સમાજ અને પરિવાર ના કાંચીડા ની જેમ બદલતા કલર ની નોંધ કરી રહ્યો હતો.

એક દિવસ સાંજે પપ્પા એ મોબાઈલ કરી તેમની ઓફિસે મને બોલાવી..મારા હાથ માં 50000 રૂપિયા નું કવર મૂકી કહે ..મુંઝાતો નહીં બેટા…વધારે રૂપિયાની જરૂર હોય તો કહેજે…મારા ખભા ઉપર પપ્પા નો હાથ જાણે…મારા ઇષ્ટદેવે હાથ મુક્યો હોય તેવું લાગ્યું..બચપન માં તેડી ને ફરતા તેમ મુસીબત ના સમયે મને ફરી તેડી લીધો હોય એવો અનુભવ થયો

હું સમય સ્થળ નું ભાંન ભૂલી પપ્પા ને ભેટી રડી પડ્યો…
આ રૂપિયા ની મારે જરૂર નથી .પપ્પા મારા ખરાબ અને સારા સમય માં કોણ મારી સાથે છે..એ જોવા માટે જ મેં આ નાટક કર્યું છે…મતલબ….પપ્પા બોલ્યા.

ચલો પપ્પા કેન્ટીન માં..હું શાંતિ થી બધી વાત કરું..ચા પીતા પીતા મેં કીધું…પપ્પા મારો લિવ રિપોર્ટ લઈ હું મારા બોસ પાસે ગયો..ત્યારે તેમણે મને કીધું..સમીર ખરેખર કેટલા દિવસ ની જરૂર છે ?મેં પણ સાચું કીધું..સાહેબ ખરેખર બે દિવસ ની જરૂર છે પણ મારી પત્ની અને સસરા ને ઓફીસ ની ગંભીરતા સમજાવી પણ એ સમજવા તૈયાર નથી થતા…

બોસે લિવરિપોર્ટ હાથ માં લીધો..અને બોલ્યા..સમીર..જીંદગી માં નોકરી અથવા ધંધો ચાલુ હોય ત્યાં સુધી પરિવાર કે સંસાર આપણને ઈંજ્જત થી જુએ છે…નોકરી જતી રહે પછી 365 દિવસ રજા જ હોય છે…પણ આ દરમ્યાન.લોકો નો વ્યવહાર અને વર્તન ઓળખાઈ જાય છે..આ મારો વ્યક્તિગત અનુભવ તને કહું છું….હો.પોતે નોકરી કરતો હતો..મારી નોકરી અચાનક જવાથી…મારા દામ્પત્ય જીવન માં તોફાન આવ્યું…મારી પત્ની મારી લાંબી બેકારી સહન ન કરી શકી..અને તેણે છુટાછેડા લીધા..ન છૂટકે મેં ધંધા માં ઝંપલાવ્યું..આજે આ બિઝનેસ ને 25 વર્ષ પુરા થશે…આપણી કંપનીનો ઇતિહાસ તું જાણે છે..
મારો કહેવા નો મતલબ તું સમજી ગયો હોઈશ…દુનિયા ઉગતા સૂરજ ની પૂજા કરે છે

હું તારી વગર કપાતા પગારે 30 દિવસ ની રજા મંજૂર કરું છું…પણ એક શરત…સાથે તને એક બનાવટી ટર્મિનેટ ઓર્ડર પણ આપું છું.. જે તારે લગ્ન માંથી આવી તારા ઘરે બતાવવા નો છે જેની અસર તારા પરિવાર મિત્રો અને સમાજ ઊપર શુ પડે છે..એ તારે નોંધ કરી મને કહેવાનું છે….આવો જીંદગી નો.પાઠ તને કોઈ નહિ ભણાવે…

મેં મારા બોસ ને બે હાથ જોડી કીધું….બોસ હોય તો આવા હોવા જોઈએ…પપ્પા..મારા બોસ સાચા છે…આજે મેં તમારી લાગણી પણ જોઈ લીધી મારી.પત્ની સસરા દરેક ના વાણી વર્તન નો અભ્યાસ મેં મારી કાલ્પનિક બેકારી માં કરી લીધો…

પપ્પા કાલ થી મારો નવો જન્મ હશે….નોકરી.પ્રત્યે પ્રથમ મારી વફાદારી હશે..ખરેખર જરૂર હોય ત્યારે રજા માટે કદી મારા બોસે સવાલ નથી કર્યો..તમારા હાર્ટ ના ઓપરેશેેન વખતે મારા બોસે જ કીધું હતું…માઁ બાપ ની સેવા પહેલા પછી ઓફીસ…આવા સંજોગો માં આપણી પણ ઓફીસ પ્રત્યે કોઈ જવાબદારી બને છે..

મારા પપ્પા મારા નવા સ્વરૂપ ને જોઈ રહ્યા..હું પપ્પા ને પગે લાગી બોલ્યો..પપ્પા કાલ થી ફરી નોકરી ચાલુ કરું છું ,જે કંપની કે તેનો.માલિક મારો.ખરાબ સમય સાચવે..તો હું એ કંપની નો સમય કેમ ન સાચવું

પપ્પા…બોલ્યા બેટા આ તારા વિચારો તને ઉન્નતિ ના શિખર સુધી પહોંચાડશે

મારા ખભે હાથ મૂકી પપ્પા એ હસતા હસતા કીધું..મતલબ તેં મારી.પણ.કસોટી કરી લીધી….

ના પપ્પા તમારી કસોટી કરવા ની લાયકાત જ મારા માં નથી…..મારી કોલેજ લાઈફ ની સફર થી બેકારી સુધી
ની સફર દરમ્યાન તમે મારુ પાકીટ હમેશા ભરેલું રાખ્યું હતું..જીવનમાં જે વ્યક્તિ આંખો ની ભાષા સમજતા શીખી જાય .તેને માટે જીવન જીવવું સરળ બની જાય..
તમારી આંખો નો નિર્મલ અને નિસ્વાર્થ ભાવ મેં બચપન થી જોયો છે…મારે મંદિર ની મૂર્તિ સામે પણ ઉભવા ની જરૂર નથી..ઘરમાં જ માઁ બાપ નું કરુણા અને પ્રેમ નું ઝરણું વહે છે.

સાંજે..હું ઘરે ગયો ત્યારે મારા સસરા સ્મિતા ને લેવા આવ્યા હતા..સ્મિતા બેગ સાથે તૈયાર થઈ બેઠી હતી..મને કહે નોકરી મળે એટલે કહેજો….હું અત્યારે પપ્પા સાથે જાઉં છું

મેં કીધું.FB ઉપર મોટી મોટી વાતો કરનારી…તું એક માત્ર પવન ની લહેર થી ભાંગી પડી…જીવન નું તોફાન હજુ ક્યાં તે જોયું છે…સ્મિતા જે વીપરિત સંજોગ માં પણ મારો હાથ અને સાથ ન છોડે તેના માટે હું જીવું છું..તું મુક્ત છે..તારી ઈચ્છા મુજબ જાય છે અને ઈચ્છા મુજબ પાછી આવજે….હા…એક વાત તારા ધ્યાન માટે કહી દઉં,, ના તો હું બેકાર હતો ના તો હું મજબુર હતો …કોણ કોની સાથે છેલ્લા શ્વાસ સુધી જોડાયેલ છે એ જોવા માટે…આતો ફક્ત નાટક હતું…જીવન વાણી વિલાસ ઉપર નથી ચાલતું…મારી નોકરી ચાલુ જ છે…એપણ જે કંપની માં હતો ત્યાંજ સમજી….આગળ નો નિર્ણય તારા ઉપર?સત્ય ઘટના આધારિત એટલેજ કહું છું માત – પિતા ના શરણ માં રહેજો,,માં બાપ ની ઢળતી સંધ્યાએ તેવો ના પગ પખાળજો ના કદી દૂર કરજો ના કટું વચન કેજો જો દુભાવસો આંતરડી દુઃખ ના ડુંગર ખડકાઈ જાસે,,, ઠારસો આંતરડી અમૃત ધારા ની સરવાણી ફૂટી નીકળશે,,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here