Home જાણવા જેવું શું તમારૂ બાળક પણ મોબાઈલ વાપરે છે? દરેક માતા-પીતા ખાસ વાંચવું

શું તમારૂ બાળક પણ મોબાઈલ વાપરે છે? દરેક માતા-પીતા ખાસ વાંચવું

0
શું તમારૂ બાળક પણ મોબાઈલ વાપરે છે? દરેક માતા-પીતા ખાસ વાંચવું

 દરેક મા-બાપ પોતાના બાળકને ચુપ કરવા માટે કે પછી જમાડવા માટે પોતાનો મોબાઇલ ફોન બાળકના આપી દેતા હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર મોબાઈલ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર જો તમારા ઘરમાં એક વર્ષનું બાળક હોય તો તેને ક્યારેય પણ મોબાઇલ સ્ક્રીન સામે આવવા દેવો ન જોઈએ. આ ઉપરાંત એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોને દિવસની અંદર એક કલાકથી વધારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ આપવા જોઈએ નહીં. દિવસ દરમિયાન ત્રણ કલાક ફિઝિકલ એક્ટિવિટી બાળકો માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે.

નાની ઉંમરમાં જ બાળકને મોબાઇલ આપી દેવાના કારણે તેની લાઈફ સ્ટાઈલ નિષ્ક્રિય અને ગતિહીન બની જતી હોય છે. ધીમે-ધીમે બાળકનું એક્ટિવ લેવલ ઓછું થવા લાગે છે. જેને કારણે બાળક એક જગ્યાએ બેસી રહેવાથી શરીરનો મોટાપો વધી જાય છે અને બીજી અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં આવવા લાગે છે. બાળકનો માનસિક વિકાસ થવો જોઈએ તે થતો નથી તમારું બાળક સૂનમૂન રહે છે અને કોઈ સાથે વાત પણ કરતું નથી.

આજે મોબાઇલ જીવનનો એક હિસ્સો બની ચૂક્યો છે. મોબાઈલ વગર જીવનની કલ્પના કરી ન શકાય. પરંતુ અત્યારે મોબાઈલ આવનારી પેઢીને નિષ્ક્રિય બનાવી રહ્યો છે. મોબાઈલ ના કારણે આજે બાળકો ઘરની બહાર રમવાનું પસંદ કરતા નથી તેને બદલે સ્માર્ટ ફોનની અંદર ગેમ રમવાનું વધારે પસંદ કરે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે બાળકો માટે આ એક સૌથી મોટો જીવનો ખતરો સાબિત થઈ શકે છે. તેને કારણે આગળ જતા બાળકને હદય, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન કે પછી કેન્સર જેવી ખતરનાક બીમારી થઇ શકે છે

બાળકોની સાથે તેના માતા-પિતાને પણ રાતે સુવાના સમયે વારંવાર મોબાઇલ જોવાની આદત હોય છે. જેને કારણે આંખોને ખૂબ જ નુકસાન પહોંચે છે. એક રિસર્ચ અનુસાર રાત્રે આ રીતે મોબાઈલ વાપરો એ માણસને અંધ બનાવી દે છે. મોબાઇલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખોના રેટીનાને ખુબ જ નુકશાન પહોંચાડે છે. જેને કારણે ફક્ત 50 વર્ષની ઉંમરમાં જ આંધળો

 તમારે રાત્રિના સમયે મોબાઇલ ઉપયોગ કરવો ખૂબ ઈમ્પોર્ટન્ટ હોય તો તમે blue light filter કે પછી નાઈટ મોડ ઓન કરી શકો છો. જેના કારણે મોબાઈલ માંથી નીકળતી બ્લુ લાઇટ સ્ક્રીનની બહાર આવતી નથી. તમે આ ફીચર પ્લે સ્ટોર પરથી આરામથી ડાઉનલોડ કરી શકો છો. પરંતુ બને ત્યાં સુધી અંધારામાં મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.

તમે ચશ્મા પહેરીને મોબાઈલ સામે કામ કરી રહ્યા હોય તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમારા ચશ્માનો લેન્સ હાઇ ક્વોલિટી નો હોવો જોઈએ. એવામાં તમે યુવી ફિલ્ટર્સ અને બ્લુ લાઈટ ફિલ્ટર્સની સાથે આવનારા લેન્સ જ યુઝ કરો. દિવસમાં અનેકે વાર આંખો ધોવી એક સારી આદત છે અને તેનાથી તમે રિલેક્સ પણ અનુબવશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here