આવતા ૧૦-૧૫ વર્ષમાં આ પેઢી સંસાર છોડી ચાલી જશે.ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

0
219

જુનુ એટલું સોનુ આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા…
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.

તેમનો અલગ સંસાર……….વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા…

જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા…!

હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા……!!

ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા, અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા……..!

નજર ઉતારવા વાળા, કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા, અને શાકભાજીની લારી વાળા સાથે એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા…..!!

શુ તમે જાણો છો?….આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી કાયમ માટે જતા રહેવાના છે.શુ તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન આપજો…….!

નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે…. એ છે સંતોષ ભર્યું જીવન, સાદગી પૂર્વકનું જીવન, પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન, ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન, બધાની ચિંતા કરવાવાળું જીવન…..!તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો, તેઓને અપનાપન મહેસુસ કરાવો અને ખૂબ જ પ્રેમ કરો………!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here