“ગીતાબેન રબારી” કોણ છે ? જાણો ગીતાબેન રબારી વિશેની રસપ્રદ માહિતી.

ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે. geetaben rabari ને કચ્છની કોયલ તરીકે ઓળખે છે

તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી.

ગીતાબેન રબારી

geetaben rabari એક પ્રોગ્રામ ના ગાવાના ૫૦ હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામ ના ૧ લાખથી વધુ ચાર્જ લેતા હતા.ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધારે પૈસા લે છે.ગીતાબેન કહે છે કે મારે અહીં સુધી પહોંચવા માટે ઘણાબધા સંઘર્ષો કર્યા છે.મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોનો મને સપોર્ટ મળ્યો છે.રાઘવ ડિજીટલ,મનુભાઈ રબારી,દિપક પુરોહિત,દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને  “એકલો રબારી”,”માં-તારા આશીર્વાદ” જેવા ગીતમાં મને સપોર્ટ આપ્યો તેમજ સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે.

ગીતાબેન રબારીના પ્રથમ ગીત

ગીતાબેન રબારીના પ્રથમ ગીતની વાત કરીયે તો એકલો રબારી,રોણા શેરમાં જેવા ગીતમાં એકટિંગ કરેલ છે.ગીતાબેન રબારી દ્વારા ગાયેલું ગીત “મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની” અને “રોણા શેરમાં રે” લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.તેમના ગીત તથા આલ્બમની વાત કરીયે તો “એકલો રબારી”,”મસ્તી માં મસ્તાની”,”રોણા શેરમાં”,”માં-તારા આશીર્વાદ” સહીત અનેક હિટ આલ્બમો બહાર પાડેલ છે.અને તેમનું સૌથી ફેમસ ગીત “રોણા શેરમાં રે” ૬ કરોડ થી પણ વધારે લોકો દ્વારા જોવાયું છે.

ગુજરાતના ગીતાબેન જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. ગીતાબેન રબારી ના “રોણા શેરમાં રે” અને “એકલો રબારી” જેવા ઘણાબધા ગીતો લોકોમાં બહુ ફેમસ છે.ગીતાબેને પોતાની મહેનત અને માતાજીના આશીર્વાદ થી પોતાના ઘરને સદ્ધર કરનાર ગીતાબેન પહેલા સ્વીફ્ટ કાર અને હવે તાજેતરમાં ઇનોવા કાર લીધી છે.

12 જ્યોતિર્લિંગ નામ અને સ્થળ | 12 jyotirlinga name and place

ગીતાબેન જણાવે છે કે મારી નામનાથી સૌથી વધુ ખુશી મારી માતાને છે.મારે બે ભાઈ હતા, પરંતુ તેમનું અકાળે મૃત્યુ થતા હાલ હું અને માતા-પિતા એક જ છીએ.જોકે મારી મહેનત રંગ લાવતા રબારી સમાજ અને ગુજરાતભરમાં મારુ નામ બની ગયું છે.ગીતાબેને તેમના માતા-પિતાને કદી દીકરાઓની ખોટ વર્તાવા દીધી નથી.અને આ સાથે જ ગીતાબેન ના કાકા ના દીકરા ભાઈશ્રી મહેશભાઈ રબારી પણ ગીતાબેન ને ખુબ જ સપોર્ટ કરે છે. પોતાને આ સ્ટેજ સુધી પહોંચવામાં તેમના ભાઈ મહેશભાઈ રબારીએ પણ ખુબ જ મહેનત કરી છે.અને આજે ગીતાબેન રબારીના પ્રોગ્રામથી લઈને રેકોર્ડિંગનું સંપૂર્ણ કામ તેમના મહેશભાઈ કરે છે.

ગીતાબેન રબારીના હિટ ગીતો:

“રોણા શેરમાં રે……રોણા શેરમાં રે…….      ચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયર માં રે…….            હે રોણા શેરમાં રે………”  “મસ્તીમાં મસ્તાની ને મોજ માં રેવાની…..            જોને માલધારી બકા…… તકલીફ તો રેવાની…….” 

Leave a Comment