Home પુરુષોત્તમ માસ પુરુષોત્તમ માસની કથા અધ્યાય બાર | purushottam mas adhyay 12 |

પુરુષોત્તમ માસની કથા અધ્યાય બાર | purushottam mas adhyay 12 |

0
પુરુષોત્તમ માસની કથા અધ્યાય બાર | purushottam mas adhyay 12 |

સુદ ૧૨ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય બારમાં મેઘાવતીનો પુનર્જન્મ

અધ્યાય બારમો | ઘઉં – કાંકરાની કથા

સૂત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! ભગવાન શંકરના અંતર્ધાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ . તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં . મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું , અને થોડા સમય પછી તે મૃત્યુ પામી . આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો . આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ , આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ . જ્યારે દ્રૌપદી વિવાહયોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો . પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ પાંચ પાંડવોની પત્ની બની . બાદ પાંડવો અને કૌરવો જૂગટું રમ્યા . તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા .

છેવટે તેઓ જૂગટામાં દ્રૌપદીને હારી ગયા . દુઃશાસન દ્રૌપદીને કેશ પકડીને ભરસભામાં ઢસડી લાવ્યો અને તેના વન્ન ઉતારવા પ્રયત્ન કર્યો . આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે હતો . હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે . કામ્યકવનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘ ‘ પાંડવો તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો . તેનાથી તમારાં સર્વ પાછા મળશે . ’ દુઃખો નાશ પામશે . તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખસંપત્તિ બધાંને ધીરજ આપી ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા જવા તત્પરતા બતાવી . આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી “ આપ જગતના તારણહાર અને આધાર છો . આપ અમારા રક્ષક છો . અમે આપને શરણે આવેલ છીએ . અમને માર્ગદર્શન આપો . ’ ’ શ્રીકૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા . ભગવાન શ્રીકૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું .

થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યાં . તેઓ સર્વે આ માસમાં સ્નાન , ધ્યાન , દાન , વ્રત અને પ્રભુસ્મરણમાં ગાળવા લાગ્યાં . આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા . તેમના વનવાસનાં ચૌદ વર્ષ પૂરાં થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું . પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું .

‘ શ્રી બૃહન્નારદીયપુરાણ’નો પુરુષોત્તમ માહાત્મ્યનો મેઘાવતીનો પુનર્જન્મ ’ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ઘઉં – કાંકરાની કથા

એક ગામ હતું . તેમાં એક મોચણ અને એક સોનારણ રહે . નજીક નજીકમાં રહેતાં હતાં . મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ ખાધા ભેગા થતાં . જ્યારે સોનારણ ખાધે – પીધે સુખી હતી . બે પૈસાની સંપત્તિ ગાંઠે હતી , પણ તેનો જીવ ટૂંકો હતો . તે દેખાવ કરવામાં ખૂબ માનતી . મોચણ ગરીબ હતી , પણ તેનું દિલ ઉદાર હતું . પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભ્યાગત પાછો ન જતો .\

એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું . તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી , કાંઠા ગોરમાનું પૂજન કરતી , કથા – વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી . સમય મળે દેવદર્શને જતી . ૧૦૮ સોનારણે પણ વ્રત લીધું હતું . તે સવારે વહેલા ઊઠી બનીઠની નદીએ નાહવા જતી . તેથી નદીએ તે મોડી પડતી . જ્યાં ત્યાં નાહી સીધી કથા – વાર્તા સાંભળવા બેસી જતી . ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી . કથા – વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહિ . પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી , પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી . મહોલ્લાની બધી સ્ત્રીઓ કશામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી . દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરતી . જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી . બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી . હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાંકરા ભેળવતી . સોનારણ કથા ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી . સાંભળવામાં ઓછું ધ્યાન આપતી , પણ તેનું લક્ષ પોતાની ઢગલી ઉપર રહેતુ અને મનોમન ગર્વ કરતી શ્રી પુરુષોત્તમ ( અધિક ) માસની ભક્તિ જ્ઞાનધારા ૧૦૯ પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી દીધા . માંડ બેશેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા . તેના મનમાં થયું કે ‘ જો વધુ ઘઉં હોત તો વધુ આપત . ’ બીજી બાજુ સોનારણે આખી કોઢી ભરીને ઘઉં હોવા છતાં એક શેર ઘઉં તેમાંથી કાઢીને ચાર શેર કાંકરા ભેળવી પાંચ શેરની થેલી ભરી કથામાં ગઈ . બધાએ યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા . મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી . આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને પાંચ શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો . પછી તેણે કથામાં ધ્યાન ન આપતા , પોતે કેટલા બધા ઘઉં લાવી છે , તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી . તેમને પુરુષોત્તમ ભગવાને આ જોયું . તે મનમાં હસવા લાગ્યા . થયું કે , મારે સોનારણને પાઠ શિખવાડવો જોઈએ . જેવું વાવો તેવું લણો ’ તે બતાવવું જોઈએ . કથા પૂરી થતાં બધાં સૌ સૌને ઘેર ગયાં . મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી . તેણે તો આજુબાજુ રહેતી પડોશણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે . બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ . બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયાં . સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં ! તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા જ હતા . તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા , તેના બદલે કાંકરા કેમ થાય ! તેણે મનમાં વિચાર્યું કે , કથામાં ઘઉંની સાથે ચાર ગણા કાંકરા ભેળવી મેં દાન કર્યું , તેનું જ આ ફળ છે . તે મનોમન રોવા લાગી . જેવી ભાવના સાથે દાન અપાય છે , તેનું ફળ તેને તેવું જ મળે છે . બોલો પુરુષોત્તમ ભગવાનની જય હવે કૃષ્ણ ( પુરુષોત્તમ ) ભગવાનનું સંકીર્તન કરીએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here