સુદ ૧૩ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય તો દૃઢધવાનું આખ્યાન અધ્યાય તેરમો ♦ મા – બાપની સેવાની કથા ♦
સુત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! હવે હું તમને રાજા દેઢધન્વાની કથા કહું છું તે સાંભળો : હૈહય દેશનો રાજા ચિત્રધર્મા હતો . તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો . તેને એક પુત્ર હતો . તેનું નામ દેઢધન્વા હતું . તે સર્વ ગુણોથી યુક્ત હતો . સત્ય વાણીવાળો , ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો . તે ચારે વેદોનો જાણકાર હતો . તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો હતો . પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુદક્ષિણા આપી તે પોતાને ઘેર પાછો ફર્યો હતો .
પોતાના પુત્રને જોઈને , તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારી રાજા ચિત્રધર્માએ એક વાર દંઢધન્વાને વિચાર આવ્યો કે , ‘ હું સર્વ પ્રકારે સુખી પછુિં , તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ . મેં એવું તે કયું વ્રત , તપ , પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું ! ’ આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો .
પ્રભુ – સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું . તે પુત્રને રાજગાદી સોંપીને પુતહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો . જ્યાં નિઃસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી . કેટલોક કાળ તપ કરી છેવટે તે શ્રીહરિના ધામમાં ગયો . દેઢધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ , એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું . તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો . વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા .
તેમને ચિત્રવાક્ , ચિત્રવાહ , માણિમાન તથા ચિત્રકુંડલ નામના ચાર પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયાં . દ્વારક એક દિવસ દેઢધન્વા સવારે ઊઠી નિત્યકર્મથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો . તેણે એક મૃગને બાણ માર્યું . આ મૃગ બાણ સમતે ત્યાંથી દોડી ગયું . તેનો રાજાએ પીછો કર્યો . ઘણી શોધખોળ કરી , પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું . આથી રાજા નિરાશ થયો . મધ્યાહ્નનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતાં એક સરોવર પાસે પહોંચી ગયો . ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષા છિપાવી , પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠો . આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો .
તે કહી રહ્યો હતો : ‘ હે રાજા , તું સુખભોગમાં મસ્ત બની ખરાં તત્ત્વને ભૂલી ગયો છે . જો તું ખરું તત્ત્વ નહિ સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ? ‘ પોપટની આવી વાણી સાંભળી દંઢધન્વા વિસ્મિત થયો . તેને લાગ્યું કે પોપટ રૂપે શુકદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા
તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો . ને ? તે વિચારમગ્ન હતો , ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા . રાજમહેલે આવ્યા છતાં પોપટનાં વચનો તેને યાદ આવવા લાગ્યાં . તેણે ભોજન કર્યું નહિ અને સૂતો , છતાં વિચારોના વમળમાં પડ્યો રહ્યો . તેને ઊંઘ ન આવી . રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું : ‘ હે સ્વામીનાથ , આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો ? આપને માનસિક શું દુ : ખ છે તે મને કહો , જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય . રાજાએ કોઈપણ આગળ કંઈપણ ખુલાસો ન કરતાં આથી રાણી , મંત્રીઓ , દાસ – દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા .
શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દઢધન્વાનું આખ્યાન ‘ નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ .
હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ . મા – બાપની સેવાની કથા
પણ એક ગામ હતું . તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો . તેની પત્ની હતી . તેમને ચાર દીકરાઓ હતા . ચારે દીકરાઓને પરણાવેલા હતા . ચારે દીકરાઓ વારાફરતી મા – બાપથી અલગ જુદા રહેતા હતા . ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતાં , છતાં રગડદગડ કરી તેઓ બંને પોતાનું પેટિયું ભરી લેતા . તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માગતા તે હતાં . થઈ એવામાં પુરુષોત્તમ માસ આવ્યો , એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું : “ આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ . ‘ પત્નીએ હા ભણી , એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા . મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો . વાતવાતમાં ખેડૂતે જણાવ્યું : ‘ ‘ પુરુોત્તમ માસ આવ્યો છે , એટલે
અમે એક મહિનો તમારે ત્યાં રહીશું . વ્રત કરીશું , કથા – વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું . ’ ’ જ્યાં એક મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મો વંકાણું . તેમણે કહ્યું : ‘ અમારે ત્યાં સુવાની સગવડ નથી , જેથી તમે નાનાને ત્યાં રહો . ’ ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઊઠીને તેનાથી નાનાને ત્યાં ગયાં . તેમને મા – બાપ ઘણા દિવસે આવ્યા છે , જાણી આવકાર આપ્યો . જ્યારે એક મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લાતલ્લા કરી , તેનાથી નાનાને ત્યાં રહેવા જવા જણાવ્યું . મા – બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયાં . ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ . છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા .
નાનો સમજુ અને વિવેકી હતો . તેની વહુ પણ સમજુ હતી . તેમણે પોતાને ત્યાં મા – બાપને રાખ્યાં . દરરોજ ડોશા – ડોશી નદીએ જઈને સ્નાન કરી કથા – વાર્તા સાંભળીને ઘેર આવતાં . નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીનાં કપડાં લઈ દરવાજા ઉપર રાખતી . દરવાજા પાછળ એક કોઠી હતી . વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીનાં કપડાં બરોબર નિચોવી શકતાં નહિ , તેથી તેમાંથી પાણીનાં ટીપાં નીતરીને કોઠીમાં પડતા . ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીનાં ટીપાં મોતીના દાણા બને છે . ડોશા – ડોશી એકટાણું કરતાં , તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ – સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખી નાખતી . આ જોઈ ડોશા – ડોશીની આંતરડી તમને આશિષ આપતી . ડોશીએ બે – ચાર બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી , તેનું એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો . ડોશા ઉજવણું કરવાનું વિચાર્યું . તેમની પાસે બે પૈસા હતા ,
તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું . પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું . તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા . તેણે તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું . બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા . ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું . તેમણે તેમાંના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યાં . મા – બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેમણે માન્યું , તેમણે પોતાનાં મા – બાપને આ વાત કરી . બધાં રાજી થયાં . હવે બે – ચાર બ્રાહ્મણોને બદલે ૫૧ બ્રાહ્મણોને નોતરાં આપ્યાં . પોતાના ભાઈઓ – ભાભીઓને પણ જમવા બોલાવ્યાં . સગાં – વહાલાંને પણ જમવા બોલાવ્યાં . સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું . ૫૧ બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી .
ત્રણ ભાઈઓ અને તેમની વહુઓ ભેગાં થઈને આપસ આપસમાં વાતચીત કરવા લાગ્યાં કે , ‘ નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી ? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે . ‘ તેઓ તરેહતરેહના તર્ક – વિતર્ક કરવા લાગ્યાં . સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું : “ આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું , પણ તેના પૈસા આવ્યાં ક્યાંથી ? ’ ’ નાની વહુએ બધી વિગતવાર વાત કહી , આથી ત્રણે મોટી વહુઓને પસ્તાવો થયો . તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા – બાપુને અમારે ત્યાં રાખીશું . ત્રણે વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી . પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો . ત્રણે વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી . છેવટે બધાએ મળીને નક્કી કર્યુ કે સૌથી
મોટો દીકરો મા – બાપને રાખે અને છેવટે જે મોતી મળે , તેમાં ત્રણેયને ભાગ રહે તેમ ગોઠવ્યું . મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા – બાપને કહી દીધું : “ તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારાં ભીનાં કપડાં અમને આપી દેજો . તેને બહુ નિચોવશો નહિ . ’ ’ મા – બાપ બિચારા જેમ કહે તેમ કરવા તૈયાર હતાં . હવે દિવસો વીતવા લાગ્યાં વહુ લાલચની મારી મા – બાપને સાચવવાનો ડોળ કરતી હતી . તેને તો મોતીનાં જ સ્વપ્નો આવ્યાં કરતાં હતાં . છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો . ત્રણે દીકરા અને વહુઓએ મળી ઉજવણું કરવાનું ગોઠવ્યું . તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું . ઉજવણું થયું .
ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી . બધું કામ પતી ગયા પછી ત્રણે દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયાં અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો , તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું . આથી ધીરજ ન રહેતા છએ જણાએ કોઠીમાં હાથ નાખ્યો . તેના ભારથી કોટી હેઠી બેઠી . અંદર જોયું તો મોતી શાના હોય ? પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી . આ જોઈ સૌના મો પડી ગયાં . દીકરાઓ અને દીકરાની વહુઓ ડોશા – ડોશી ઉપર ખિજાયાં અને કહેવા લાગ્યાં : “ તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો , નહિ તો આમ બને નહિ . ’ ’ ખેડૂતે કહ્યું : “ દીકરાઓ ! અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ . પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે . ભગવાન તો બધુંય જાણે છે તે કોઈનાથી છેતરાતો નથી , પણ આપણે જ છેતરાઈએ છીએ . ’ ’ બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય .