Home પુરુષોત્તમ માસ પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 11 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 11 | શંકરનું વરદાન | શ્રેષ્ઠ દાનની કથા

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 11 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 11 | શંકરનું વરદાન | શ્રેષ્ઠ દાનની કથા

0
પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 11 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 11 | શંકરનું વરદાન | શ્રેષ્ઠ દાનની કથા

સુદ ૧૧ આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૧૧ મો શંકરનું વરદાન

અધ્યાય અગિયારમો | શ્રેષ્ઠ દાનની કથા

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રષ્ઠો ! ઋષિકન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી . સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતાં તે પાંચ અગ્નિઓની વચ્ચે બેસતી , હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી , ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી , ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈપણ ઓઢ્યા વગર સૂતી . તે આહારમાં ફક્ત સવાર – સાંજ ધુમાડો જ લેતી . આ રીતે તેણે નવ હજાર વર્ષ સુધી તપ કર્યું . આટલી

ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા . તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યાં . મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી , છતાં ભગવાન શંકરનાં દર્શનમાત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ . તેનું શરીર કૃશ થઈ ગયું હતું , છતાં તેમાં શક્તિનો સંચય થયો . તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી : ‘ હે પાર્વતીપતિ , હે દીનાનાથ , હે ભોળાનાથ , હે શંભો , આપને નમસ્કાર હો . ચંદ્ર – સૂર્ય – અગ્નિરૂપ ત્રિનેત્રવાળા , મુંડમાળાવાળા ને સર્પને ધારણ કરનાર , ત્રિશૂળધારી હે પ્રભો , મારા તમને નમસ્કાર છે .

સંસારસાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે તેમ હું પણ આપને શરણે આવી છું . બાણાસુરના સર્જક અને અલર્કરાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ , આપના ગુણ ગાવા દુર્લભ છે . ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર ,

સંસારનો આવાગમનનો નાશ કરનાર , જન્મ – મરણને હરનારા એવા આપને વારંવાર નમસ્કાર કરું છું . ’ ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ કહ્યું : ‘ હૈ તપસ્વિની , તારી જે કાંઈ ઇચ્છા હોય તે દર્શાવ . હું તારા ઉપર પ્રસન્ન થયો છું . તું જે માંગે તે આપવા હું તૈયાર થયો છું . ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિકન્યા બોલી : હું દીનદયાળુ , જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો , પતિ આપો , હું પતિ માગું છું , માટે મને પતિ આપો , પતિ આપો . મારી બીજી કોઈ ઇચ્છા નથી . ‘ ‘ ભગવાન શંકર બોલ્યા : ‘ હે કન્યા , તેં પાંચ વાર પતિની માગણી કરી , તેથી હવે તને પાંચ પતિ થશે . તેઓ દાનવીર , શૂરવીર અને ધર્મવીર હશે . ’ મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ . તેને આ સાંભળી ઘણું દુ : ખ થયું . તેણે કહ્યું : ‘ હે કૈલાસપતિ , મેં વરદાનમાં માગ્યું શું અને આપે આપ્યું શું ?

એક પતિને પાંચ પત્ની હોય તેવું તો સાંભળ્યું છે , પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી . હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું . ’ .. ભગવાન શંકરે કહ્યું : ‘ હે કન્યા ! મારા વરદાનમાં ફરક નહિ પડે . આ જન્મમાં નહિ , તો આવતા જન્મમાં પાંચ પતિ અવશ્ય થશે . તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી , તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે . હવેથી કોઈપણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ . અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ . ’ આમ કહી ભગવાન શંકર અંતર્ધાન થયા .

‘ શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ મેઘાવતીને શંકરનું વરદાન ’ નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ .

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

શ્રેષ્ઠ દાનની કથા : વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા . તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી . લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકે સંતાન પ્રાપ્ત થયું નહોતું . ઈશ્વરકૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો . એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો . તેની કાળજી રાખવા નોકરો ખડેપગે તેની સેવામાં હાજર રહેતા . દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો . રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી . આમ કરતાં કરતાં રાજકુમાર પંદર વર્ષનો થયો , ત્યારે એકાએક તે બીમાર પડી ગયો . આથી રાજા – રાણીને ઘણું દુ : ખ થયું . કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ – પરદેશથી વૈદ્યોને બોલાવ્યા . જોગી , જતી અને ભુવાઓને બોલાવ્યા , પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી . રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો . કેટલાયે ઉપાયો અજમાવી જોયા , પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી .

રાજા – રાણી કુંવરની પથારી પાસે ચોવીસે કલાક બેસી રહે છે . નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા – પીતા . બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે , ‘ હે પ્રભુ ! મારા દીકરાને સાજો કર અને મને લઈ લે . ‘ એક દિવસની વાત . મધરાતનો સમય હતો . રાજા – રાણી કુંવરના બિછાના પાસે ઝોકાં ખાતાં બેઠાં હતાં . ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો : ‘ હે રાજન ! તારો કુંવર કોઈ દવાથી સાજો નહિ થાય . જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે . અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે . તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય , તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે , તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે . ’ આટલું સાંભળતાં જ રાજાની આંખ ઊઘડી ગઈ . રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી . થોડી આશા બંધાઈ .

શ્રેષ્ઠ દાનની કથા વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા . તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી . લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકે સંતાન પ્રાપ્ત થયું નહોતું . ઈશ્વરકૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો . એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો . તેની કાળજી રાખવા નોકરો ખડેપગે તેની સેવામાં હાજર રહેતા . ૧૦૧ દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો . રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી . આમ કરતાં કરતાં રાજકુમાર પંદર વર્ષનો થયો , ત્યારે એકાએક તે બીમાર પડી ગયો . આથી રાજા – રાણીને ઘણું દુ : ખ થયું . કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ – પરદેશથી વૈદ્યોને બોલાવ્યા . જોગી , જતી અને ભુવાઓને બોલાવ્યા , પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી . રોગ તો દિવસે દિ

વસે વધવા લાગ્યો . કેટલાયે ઉપાયો અજમાવી જોયા , પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી . રાજા – રાણી કુંવરની પથારી પાસે ચોવીસે કલાક બેસી રહે છે . નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા – પીતા . બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે ,

‘ હે પ્રભુ ! મારા દીકરાને સાજો કર અને મને લઈ લે . ’ એક દિવસની વાત . મધરાતનો સમય હતો . રાજા – રાણી કુંવરના બિછાના પાસે ઝોકાં ખાતાં બેઠાં હતાં . ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો : ‘ હે રાજન ! તારો કુંવર કોઈ દવાથી સાજો નહિ થાય . જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે . અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે . તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય , તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે , તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે . ’ આટલું સાંભળતાં જ રાજાની આંખ ઊઘડી ઈ . રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી . થોડી આશા બંધાઈ .

બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો : “ જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય , તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે . માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય , તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે . રાજા તેની કદર કરશે . ’ .. ૧૦૨ નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા . ઘણા દાનવીર હતા . એ બધા રાજમહેલે આવવા લાગ્યા . પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા , પણ કુંવર આંખો ખોલતો નથી . રાજા – રાણી નિરાશ થઈ ગયાં . ઉત્તમ દાન કહેવું કોને ? બે દિવસ વીતી ગયા . કુંવરની માંદગી વધવા લાગી . કુંવર હવે ઘડી – બે – ઘડીનો મહેમાન હતો . ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચીંથરેહાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો . એના દેદાર જોઈને પહેલા તો પહેરેગીરે એને મહેલમાં જવા ન દીધો . એણે ઘણી આજીજી કરતાં માંડ માંડ અંદર જવા દીધો . રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી . તે નગરનો તેલી હતો . તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું : “ મહારાજ ! મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું .

’ રાજા – રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યાં . તેઓ આશ્ચર્યમાં પડી ગયાં . જેને પહેરવાં કપડાં નથી , ચીથરેહાલ છે . ચાર દિવસનો ભૂખ્યો લાગે છે , એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય ? રાજા તો ના પાડવા જતો હતો , પણ રાણીએ ઇશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય . રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી . તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું : “ હે પુરુષોત્તમ ભગવાન ! આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે , એ જો આપને ઉત્તમ લાગતું હોય , તો હું એનું ફળ રાજકુંવરને આપું છું . સાજો કરવો ન કરવો તે આપની ઇચ્છા .

આટલું કહી તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યું . પછી ‘ રાણી પાસે પાણી માગ્યું . રાણીએ તેને પાણી પાયું . તે પાણી પીને પથારીમાં બેઠો થયો . આ બધું ક્ષણમાં બની જતાં રાજા – રાણી તો હર્ષઘેલા થઈ ગયાં . રાજા – રાણીની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં . બંને તેલીના પગમાં પડી ગયા . કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો . રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો . બીજા દિવસે દરબાર ભરાયો . રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો , પછી પૂછ્યું : ‘ ‘ ભાઈ , તારો દેખાવ કંગાળ છે , પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારી કાયા છે . તોય તેં એવું તો ઉત્તમ દાન શું કર્યું છે , તે તું આ સભામાં જણાવ , જેથી બધાને ખ્યાલ આવે . ’ ’ તેલી ઊભો થઈ બે હાથ જોડી બોલ્યો : ‘ ‘ હું સાવ ગરીબ છું ઘાણી ચલાવું છું .

જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું . સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે , તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે . ઉછીનું – ઉધાર કરવું પડે છે . આ વરસે પુરુષોત્તમ માસ આવ્યો , તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું , અને સવારે વહેલા ઊઠી બંને સ્નાન કરવા જતાં . કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા – વાર્તા સાંભળતાં , કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતાં ચલાવતાં પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા . અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈપણ વ્રત કે નિયમ લો , ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ . અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે , તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ . આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો .

અમે પતિ – પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યાં . થોડી વધુ મહેનત કરતા . આથી તેને વેચતાં પહેલાં કરતાં બે પૈસા વધારે આવતાં . તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો . હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતાં ત્યારે બંને એકે પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા . આવું અમે દરરોજ કરતાં . જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉઘાપન કર્યું . મહારાજ ! આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે . મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે , તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે . તે મારાથી કેમ કહી શકાય ! તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ : “ તેં જે દાન કર્યું છે , તે જ શ્રેષ્ઠ દાન છે . ’ ’ આખો દરબાર ચિંકત થઈ ગયો . બધાં તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા . રાજાએ ઊભા થઈ એક હજાર સોનામહોરવાળી થેલી તેના હાથમાં મૂકી . થોડાં ઘરેણાં અને કીમતી વસ્ત્રો ભેટ આપ્યાં .

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

👉 ગોરમાનું ગીત વાંચવા અહી ક્લિક કરો

👉 પુરુષોત્તમ માસ મહિમાવલી | purushotam Mass mahimavali | ૧૦૮ મણકાની માળા | lyrics in gujarati

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 9 :  દુર્વાસાનું આગમન | ગુરુ - શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 10 :  દુર્વાસા - મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 
આધ્યાય 10 :  દુર્વાસા - મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here