ચાની કિટલી ચલાવતા સુરેશ ગંગવાલની પુત્રી એરફોર્સ એકેડમીમાં ટોપ પર ખુબ ખુબ ધન્યવાદ

મધ્ય પ્રદેશમાં ચાની કિટલી ચલાવતા સુરેશ ગંગવાલની પુત્રી એરફોર્સ એકેડમીમાં ટોપ પર POPS મધ્ય પ્રદેશમાં ચા ની નાનકડી કિટલી ચલાવતા સુરેશ ગંગવાલની પુત્રી આંચલ ગંગવાલે આર્થિક સંકડામણ અને મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે ભારતીય વાયુસેનાના ફલાઈંગ ઓફિસર તરીકે નિયુક્તિ મેળવીને સફળતાની મિસાલ રજુ કરી હતી .

આંચલની સોનામાં સુગંધ ભળે એવી સિદ્ધિ એ રહી કે , તેણે ઈન્ડિયન એરફોર્સ એકેડમીમાં ટોચનું સ્થાન મેળવતા પ્રેસિડેન્ટ્સ પ્લેક હાંસલ કર્યો હતો . આ સન્માન ગ્રાઉન્ડ ડ્યુટીના વિભાગોમાં ટોચનું સ્થાન મેળવનારને આપવામાં આવે છે . આંચલે નેવિગેશન વિભાગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો . મધ્ય પ્રદેશના નીમુચમાં આવેલી સરકારી કોલેજમાંથી કયૂટર સાયન્સ વિષયમાં સ્નાતક થયેલી આંચલ પોલીસમાં સબ – ઈન્સ્પેક્ટર તરીકે -જોડાઈ હતી .

જે પછી તેની પસંદગી લેબર ઓફિસર તરીકે થતાં તેણે પોલીસની નોકરી છોડી દીધી હતી . આ પછી -આઠ મહિનાની સખત બાદ તે સેનામાં જોડાઈ હતી . સ્નાતકનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેણે એરફોર્સ કોમન એન્ટરન્સ -ટેસ્ટ આપી હતી અને સશસ્ત્ર સીમાબળની પરિક્ષામાં છઠ્ઠા પ્રયાસે તેને ભલામણ પ્રાપ્ત થઈ હતી . આખરે તેણે -વાયુસેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેને સેનામાં પ્રવેશ મળી ગયો છે .

Leave a Comment