શ્રાવણમહિના દરમિયાન અન્નદાન અને વસ્ત્રદાનનો ખુબ મહિમા છે : શ્રાવણ માસના પ્રારંભથી અંત સુધી ચારેબાજુ જીવદયા પ્રવૃતિઓ થાય છે .શાસ્ત્રોકત માન્યતા અમાસના પર્વે અન્નદાન, વસ્ત્રદાનનું વિશેષ મહત્વ હોવાથી સાધુ,બ્રાહ્મણ, પુજારી,સંત અને મહંતને વસ્ત્રનું દાન કરવામાં આવે છે આ પર્વે ભૂદેવને પેન્ટ,શર્ટનું કાપડ, લાલ મુગટો, પીળી પીતાંબરી, ધોતીયુ, લાલ ગમચા, રામનામની શાલની ભેટ આપવાની વર્ષોજુની પરંપરા આજની તારીખે પણ યથાવતપણે ચાલી આવે છે.
શ્રાવણી અમાસે (shravan amavasya) ખાસ દિવસે આપને સૌ આપણાપિતૃઓની શાંતિ મળે અએ આરાધના સાથે ઉપવાસ રાખવામાં આવે છે. એમાં પણ આ વખતે ખાસ શ્રાવણી અમાસ અને શનિવારનો સંયોગ સર્જાયો છે. એટલે આ દિવસે પિતૃઓ માટે જરૂરથી તર્પણ કરવું આવશ્યક બને છે .
ફળદાયી શ્રાવણી અમાસ પર આટલું કરો
શ્રાવણી અમાસે તીર્થસ્નાનનો સવિશેષ મહિમા રહેલો છે. શક્ય હોય તો આજે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું. અને તે શક્ય ન હોય તો ગંગાનું સ્મરણ કરી ઘરમાં જ સ્નાન કરવું. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો. તેની પૂજા કરીને પ્રદક્ષિણા ફરો. પીપળામાં ત્રિદેવનો વાસ હોવાની માન્યતા છે. અને તેના પૂજનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શ્રાવણી અમાસે ખાસ પિતૃઓની શાંતિ અર્થે ઉપવાસ રાખવામાં આવે છે. એમાં પણ આ વખતે શ્રાવણી અમાસ અને શનિવારનો સંયોગ સર્જાયો છે. એટલે આ દિવસે પિતૃઓ માટે જરૂરથી તર્પણ કરવું. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનોને શુભત્વના આશિષ પ્રદાન કરે છે. અમાસના રોજ કીડીઓને કીડીયારું પૂરો અને લોટની ગોળીઓ બનાવી તે માછલીઓને ખવડાવો.
⦁ સૂર્યદેવતાને જરૂરથી અર્ઘ્ય અર્પણ કરો., શ્રાવણ માસનો અંતિમ દિવસ હોઈ આ દિવસની પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. શક્ય હોય તો આજના દિવસે ભોળાનાથને આંકડાનું ફૂલ, બીલીપત્ર કે ધતૂરો જરૂરથી અર્પણ કરવો. કહે છે કે શ્રાવણ માસના અંતિમ દિવસની પૂજા ભક્તના સઘળા મનોરથોને પૂર્ણ કરનારી સાબિત થઈ શકે છે. શ્રાવણી અમાસના રોજ શ્રીવિષ્ણુના મંત્રોના જાપ પણ કરી શકાય છે. કારણ કે ‘હર’ની સૌથી નજીક જો કોઈ હોય તો તે સ્વયં ‘શ્રીહરિ’ છે. એટલે, શ્રાવણના અંતિમ દિવસે વિષ્ણુ મંત્રના જાપ કરવાથી કે ભગવદ્ ગીતાનું પઠન કરવાથી ‘હરિહર’ બંન્ને પ્રસન્ન થાય છે. અને વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. શનિવાર અને અમાસનો સંયોગ હોઈ તે શનિકૃપા માટે પણ સર્વોત્તમ અવસર છે. એટલે, આ દિવસે શનિ ઉપાસનાનો પણ મહિમા છે. આ દિવસે કોઈપણ શનિ મંદિરમાં જઈને દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. અને વ્યક્તિને પનોતીમાં રાહતની પ્રાપ્તિ થાય છે. શનિદેવ તો હનુમાન પૂજાથી પણ પ્રસન્ન થનારા છે. એટલે આ દિવસે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. અને જો આમાંથી કંઈ થઈ શકે એમ ન હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવા.
શ્રાવણ માસ સાધના ની પૂર્ણાહુતિ કરવાની છે તેઓએ પણ આ દિવસે સાધના પૂર્ણ થતી હોવાથી આ નિમિત્તે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન વસ્ત્રો અન્ય દાન પુણ્ય કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.