કોરોનાથી માતા-પિતા ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂ. 4000ની સહાય આપવામાં આવશે

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને લઈ રમોટી જાહેરાત, માસિક કેટલા રૂપિયા સહાય આપશે તેના વિશે વધુમાં જણાવ્યુ ? છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના થોડી મંદ પડી છે…..કોરોનાના નવા કેસ 11 હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.  રીકવરી રેટ પણ હવે 80 ટકાથી વધુ  થયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે  કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા હી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે 100ની આસપાસ પહોંચી ગયો છે.

રાજ્ય સરકારે આ મહામારી દરમિયાન કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. અનાથ-નિરાધાર થયેલ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને માસિક 4 હજાર રૂપિયાના સહાય આપવાની રૂપાણી સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને જાહેરાત કરવામાં આવી છે .

ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ મૃત્યુ નોંધાયા હતા. જો કે બીજી બાજુ હાલ રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે.

 

Leave a Comment