લાખોની નોકરી છોડી યુવાન ડોકટર ઋણ ચૂકવવા ગામડે પરત ફર્યા

0
212

અમદાવાદની લાખોની નોકરી છોડી ગોંડલ તાલુકાના મોવિયા ગામના યુવા ડોકટરે ઋણ ચૂકવવાવતનની વાટ પકડી

અમદાવાદમાં તબીબી સેવા બજાવતા મુળ મોવિયાના તબીબ યુવાન પોતાની લાખેણી નોકરી છોડી માદરે વતનનું કરજ ઉતારવા ફરી મોવિયાની | વાટ પકડી છે . ઘર બનાવવા એકત્ર કરેલ | બચતમાંથી મોવિયામાં નિઃશુલ્ક કોવિડ | કેર સેન્ટર શરૂ કરવા ગામ લોકો , મિત્રો , સ્નેહીઓના સહયોગથી કાર્યવાહી હાથ | ધરી છે ગોંડલ તાલુકાના મોવિયા | ગામના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કયા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે . રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોકટર મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવ સટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે .

ભારતના તત્કાલીન | | રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જુદા જુદા કાર્યક્રમમોમાં રશિયા ગયેલા ત્યારે !દુબાપીયા તરીકે ડો.રોહિતે સેવા આપેલી છે . આ તબીબ પોતાની લાખો રૂપિયાની પ્રેક્ટિસ છોડીને અને મકાન લેવા કરેલી બચત સાથે લઈને અમદાવાદથી વતન મોવિયા આવી ગયા છે . તેમના પત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો , ડો.રોહિતના માતાની તો આ હદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે કારણકે એમણે ગરીબાઈનો બધો અનુભવ કયી હતો . તેમના મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી મોવિયાનાં આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવું કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે . અત્યારે તો લાખોની કિંમતના મેડિકલ સાધનો પોતાના ખર્ચે ઓર્ડર પણ કરી દીધા છે બે – ચાર દિવસમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે .

૪ એમબીબીએસ ડોક્ટર અને ન સગ સ્ટાફ સાથે તેમજ જુદી જુદી ૧૨ સમિતિના સંકલન દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકો માટે અનોખો સેવા યશ કોઈ જાતના ચાર્જ વગર ચલાવશે . આ કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી , લેબોરેટરી , દવાઓ , ઓકસીઝન બેડ , બાઇપંપ વગેરે જેવી આધુનિક હોસ્પિટલમાં મળે એવી સેવાઓ મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે .ઘર લેવા એકત્ર કરેલી બચત ઉપરાંત મિત્રોના સહકારથી મોવિયામાં નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કાર્યવાહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here