મૃત્યુ બાદ અંગદાન એ સર્વશ્રેષ્ઠ દાન કહેવામા આવે છે મૃતક વ્યક્તિ તેમના શરીર ના અંગ નું દાન કરી અન્ય સમાજ માં જીવંત વ્યક્તિને નવજીવન બક્ષે છે તેમ જામનગર ના એક યુવાન દ્વારા મૃત્યુ બાદ તેના પરિવારજનોએ યુવાન ના અંગદાન નું મહત્વ નો નિર્ણય કર્યો હતો
જામનગર ના જનતા ફાટક વિસ્તાર માં રહેતા અને રણજીતનગર બી-2 વિસ્તાર માં જે.કે. એન્ટરપ્રાઇઝ ના નામે કુરિયર પેઢી ચલાવતા 45 વર્ષીય જિગ્નેશ કેશવજીભાઇ વિરાણી નું પેરાલિસિસ નો એટેક આવતા અવસાન થયું તું બે દિવસ પુરવે પેરાલિસિસ નો એટેક નો ભોગ બનેલા જિગ્નેશ ને તાત્કાલિક જેસીસી આઈ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જિગ્નેશભાઈ વિરાણી નું હોસ્પિટલ માં સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ નીપજયું હતું મૃત્યુબાદ જિગણેશભાઈના પત્ની વસંતબેન, પુત્ર ધનેશ અને પુત્રી અવનિ સહિતના પરિવારજનોએ જિગ્નેશભાઈને મૃત્યુબાદ પણ જીવંત રખ્યવાનો નિર્ણય અને તેમના શરીરના અંગો કિડની લીવર અને આખ નું અંગદાન કરવા માટે તબીબોની સલાહ લીધી હતી.
વિરાણી પરિવાર ના નિર્ણય બાદ તુરંત અમદાવાદ ના ડોકટર્સ અને આઈ કેડિયા હોસ્પિટલ ના ડોકટર સુચેત ડોકટર રવિ અને ડોકટર ધ્રુવ સાથે પરામર્શ કરી અંગદાન અંગે જાણ કરવાં આવી હતી અને વહેલી સવારે અમદાવાદ થી નિષણાંત તબીબોની ટિમ અંગ પ્રત્યાપર્ણ માટે જામનગર આવી પહોંચી હતી અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જિગ્નેશ વિરાણીના પરિવાર ને સમગ્ર પટેલ સમાજ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને સમાજ માં અન્ય લોકોને દ્રષ્ટાંત રૂપ પગલું જણાવ્યુ હતું.