ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ શા માટે બદલી કરવામાં આવી

કોરોના મહામારીમાં તાત્કાલિક  અસરથી લેવાયેલા નિર્ણયોના વિવાદમાં જયંતી રવિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી…

ગુજરાતમાં કોરોનાકાળ  દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવવાની સાથે અનેક વિવાદોમાં ફસાયેલા જયંતી રવિની એકાએક  બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી  વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આરોગ્યમંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ  સાથે થયેલા કેટલાક નિર્ણયોથી મુખ્યમંત્રી અજાણ રહ્યા હતા તો સીએમ સાથે થયેલા કેટલાક નિર્ણયોની જાણ આરોગ્યમંત્રી નીતિન પટેલને ન થતાં તેઓ  નારાજ થયા હતા.

જયંતી રવિ અનેક જવાબદારીઓથી ચૂક્યાં હોવાની ફરિયાદો ખાસ કરીને કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલનાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને છેલ્લે વેક્સિનેશનની વ્યવસ્થામાં પણ સરકારના નિર્ણયોમાં એકસૂત્રતા ના જાળવતા કે બધા સિનિયર મંત્રી કે અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવતા ના હોવાની ફરિયાદ ઊઠી હતી, જેમાં જયંતી રવિને જવાબદાર ઠેરવવામાં આવતા હતા.

ગત વર્ષે સુરતમાં કોરોના બેકાબૂ બનતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી ગયા હતા. આ દરમિયાન પ્રેસ-કોન્ફરન્સમાં વિજય રૂપાણી રાજ્યની કોરોનાની પરિસ્થિતિ બતાવતાં કહ્યું હતું કે જિલ્લામાં 58 કેસ આવ્યા છે. આ દરમિયાન એક પત્રકાર દ્વારા વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું કે મેડમ જયંતી રવિએ તો 14 કેસ કહ્યું. ત્યારે એનો જવાબ આપતાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ‘મને ખબર નથી’.

જયંતી રવિ અનેક જવાબદારીઓથી ચૂક્યાં હોવાની ફરિયાદો ખાસ કરીને કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલનાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને છેલ્લે વેક્સિનેશનની વ્યવસ્થામાં પણ સરકારના નિર્ણયોમાં એકસૂત્રતા ના જાળવતા કે બધા સિનિયર મંત્રી કે અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવતા ના હોવાની ફરિયાદ ઊઠી હતી, જેમાં જયંતી રવિને જવાબદાર ઠેરવવામાં આવતા હતા

રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતી  રવિના  માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમર્જન્સીમાં સરકારના  તમામ વિભાગો અને રાજકીય આગેવાનોએ તેમના માથે માછલાં ધોયાં હતાં. પરિણામે, છેલ્લા કેટલાક સમયથી કોરોના ના કેસોને કાબૂમાં લાવવા માટે જયંતી  રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી  તેમની ઉપરવટ જઈને નિર્ણયો લેતાં હોવાની ફરિયાદોને કારણે  તેઓ નારાજ હતાં.

Leave a Comment