નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને વિનામુલ્યે ઔષધિ આપવાનુ કામ કરે છે આ મહિલા

નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને ધાવણ ન આવતું હોય તો ધાવણ લાવતી ઔષધિ મારી મા વિના મૂલ્યે આપે છે. લગભગ 20/25 વર્ષથી એ ઔષધિ આપે છે. જેમ આજુબાજુના ગામડાના લોકોને માહિતી મળે એટલે લેવા આવે. એકવાર ગાંધીનગર મારા બનેવીની ઓફિસમા કામ કરતા સાહેબના દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો પણ ધાવણ ન આવતા દીકરો ખૂબ રડે. દીકરાને રડતા જોય સાહેબની દીકરી રડે. ડોક્ટરી સારવાર કરતા પણ પરિણામ ના મળતા સાહેબે મારા બનેવીને વાત કરતા ઘરે આવેલ. મારી માએ ઔષધિ આપતા બીજા જ દિવસે ધાવણ આવતા સાહેબે જાણ કરી. એકવાર ધામધૂમા ગામના બેન આવી વાત કરતા કરતા રડવા લાગ્યા કે ભૂખુ બાળક રાત દિવસ રડે. પતિને કહ્યું તો કે તમારે જ્યા જવું હોય ત્યાં જા મારે નથી આવવું. એ બેનને માહિતી મળતા ઘરે આવેલ જેમને ઔષધિ આપતા પરિણામ મળતા ખૂબ રાજી થઈ માને પૈસા આપવા આવેલ. તો મારી મા કોઈ પાસેથી રૂપિયો પણ ના લે અને કહે બિચારા નાના બાળકના આશિર્વાદ મળે એના પૈસા ન લેવાય એમ જણાવે. માત્રા વેલાનું એક મૂળ ચાવીને રસ ગળવો. કૂચો ફેંકી દેવાનો. કોઈ આડઅસર નથી. આ પોષ્ટ બાળકના મુખ પર સ્મિત અને આનંદ જોવા માટે જ કરી છે.

સરનામું:- ચંદનબેન બાબુભાઇ પટેલ, બાબુભાઇ રડીયાભાઈ પટેલ ,ડો.બીપીનભાઈ બી. પટેલ (આચાર્ય), મુ. નડગધરી (દેસાઈ ફળિયું), સરકારી પ્રાથમિક શાળા, નડગધરી પાસે, પો. પાણીખડક, તા.ખેરગામ, જિ. નવસારી

Leave a Comment