આજની પેઠીને ભજન બહુ ઓછા ગાતા આવડતા હોય છે એટલે ભજન લખેલા હોય તો ગાય નાખે તો અહી તમને લખેલા ભજન ગુજરાતી માં મળી જશે . જે દેશી ભજન લખેલા છે બધાના ગાતા આવડશે આ ભજન તમેન સત્સંગ ભજનમાં મંડળીમાં ગાય શકો છો ગરબામાં ગાય શકો છો . મરણ ભજન એટલે કે મરણ તિથી ભજન માં આ લખેલા ભજન ગાવામાં કામ આવશે
સોરઠ સંતથી રળિયામણો
(રાગ : મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવ્યા) મારી સોરઠ સંતોથી રળિયામણી, મારી પટાધર રત્નોની ખાણ ભલેને સંત પધારીયા બાપા બજરંગદાસ બગદાણા વસીયા ,ચિત્રાધામે જોયા મસ્તરામ ભલેને સંત પધારીયા મારી સોરઠ જલારામ વીરબાઈ વીરપુર વસીયા
પરબે જોયા અમરદેવી દાસ ભલેને સંત પધાર્યા સંતનો નેજો ફરૂકે સતાધારમાં , મુળદાસ વંદન કરે છે વારંવાર ભલેને સંત પધાર્યા , ઝુલોને રામ મારા ઝુલોને શ્યામ, ઝુલોને રામ મારા જુલોને શ્યામ, હૈયાને હિંચકે ઝુલોને રામ રૂડો રળિયામણો સરિયુ કિનારો, નાવડી ચલાવે એવા ભરતને રામ…હૈયાને રમણ કરાવ્યા રૂષિ રાજ જગતના માર્યો માર્યાં એવા દાનવ તમામ…હૈયાને ચરણોની રજથી તારી અહલ્યા તોડયા તોડયા એવા શિવજીના બાણ…હૈયાને પાળ્યા વચન તમે પિતાજીના પ્રેમથી વનમાં ચાલ્યા એવા સીતાજીના શ્યામ…હૈયાને ગંગા કિનારે નાવડી ચલાવતો ધોયા ચરણ તારા ભીલે ભગવાન…હૈયાને પાવન કરી’તી રામ શબરીની ઝૂંપડી મીઠા મીઠા બોર જમે અંતર આરામ…હૈયાને સાગર બંધાણો રામ નામના પ્રતાપથી માર્યાં માર્યાં એવા રાવણ તમામ…હૈયાને ભક્તોને કાજે પ્રભુ જન્મ ધરીને, લીલા કરે મારો શંકરનો શ્યામ…હૈયાને ઝુલોને રામ મારા ઝુલોને શ્યામ હૈયાને
રાજા રામની વાડીમાં આવો
રાજા રામની વાડીમાં આવો અમર ફળ ખાવાને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમર ફળ…ખાવાને, (સાખી) સુંદર શોભે ઝાડવું ને શીતળ એની છાંય અમર ફળ આરોગે એની શામળીયો પકડે બાંય રે…અમરફળ ખાવાને, (સાખી) મીઠું ને મન ભાવતું લાગે અમૃત સમાન આરોગતા અંતર ખીલે એના હૈયામાં વસે ભગવાન રે, (સાખી) ભાવિકજનને ભાવતું કરતા પ્રેમે પાન જન્મ મરણનો ભય ટળે એ તો પામે વૈકુંઠધામ રે….અમરફળ ખાવાને, (સાખી) અમર ફળ આરોગતા રોગ બધાય વહી જાય કાયા તો કંચન બને એ પામે જગતમાં માન રે…અમરફળ ખાવાને, (સાખી) જોયું ઘણું જાણીયું ઘણું સાંભરીયા શાસ્ત્ર પુરાણ અમર ફળ ખાધું નહીં એનું જીવન ધૂળ સમાન રે…અમરફળ ખાવાને, (સાખી) અનુભવી સૌ આવજો રામકથાની માંય મફતમાં આ ફળ મળે તમે કરવા કાયાનું કલ્યાણ…અમરફળ ખાવાને, (સાખી) મીઠામાં મીઠું અમૃતથી અધિક ગુરુ પુરુષોત્તમ બોલ્યા તમે કરજો કાયાનું કલ્યાણ રે… અમર ફળ ખાવાને
મેં શરણું લીધું ગુરુજીનું
(રાગ : મેં તો થાળ ભરીયો સગ મોતીએ)
મેં તો શરણું લીધું છે ગુરુજી આપનું રે હું તો લળી લળી લાગું તમને પાય મેં તો શરણું, મારા જન્મ મરણના ફેરા ટળજો મુજને દેજો ભક્તિ કેરા દાન…મેં તો શરણું, મુજને મુક્તિનો મારગડો બતાવજો રે જેથી થાયે કાયાનું કલ્યાણ…મેં તો શરણું, મેં તો નાવ સોપ્યું છે ગુરુજી આપને રે આવો નૈયાના તારણહાર…મેં તો શરણું, મારા સગા સહોદર ગુરુજી આપ છો રે મારે બીજો નથી કોઇ આધાર…મેં તો શરણું, હું તો ત્રિવિધના તાપથી તપી રહ્યો છું કરજો અમીની દૃષ્ટિ ગુરુદેવ…મેં તો શરણું, હું તો ગુરુ ગોવિંદ તમને વિનવું મારી નૈયા ઉતારો ભવ પાર…મેં તો શરણું, વહાલા પુરુષોત્તમદાસની વિનંતી રે મારી બુડતાં પકડજો બાંય…મેં તો શરણું
માતા જશોદા કરે કલ્પાંત
(રાગ : વરસે ભલે વાદળી વાયુ ભલે વાય)
માતા જશોદા આજ કરે કલ્પાંત ગોકુળથી વાલો મારો મથુરામાં જાય કંસ રાજાના તેડા રે આવ્યા, રથડા ઉભા છે નંદજીને દ્વાર… ગોકુળથી વાલો મારો, માતા જશોદાને નીંદરું નો આવે, આંખે આસુંડાની ધારું વહે છે., રંગીલો લાલ મારો જીવન આધાર…કુળથી વાલો મારો, કાન ઉઠીને માંની કોટે વળગ્યા, આસુંડા માના લૂછી રે નાખ્યાં શ્યામ મારો જીવન આધાર…ગોકુળથી વાલો મારો, સુંદર માતા કહે છે કાન એક વાત ભૂલજે, દોરડેથી બાંધ્યો તો ખાંડણીયે તુજને, સુંદર શ્યામ મારો જીવન આધાર… ગોકુળથી વાલો મારો કાન કહે છે માતા ભૂલું નાહી તુજને, પ્રેમના દોરડાથી બાંધ્યો તો મુજને, માતાના પ્રેમ આગળ મારી છે હાર…ગોકુળથી વાલો મારો, સવારે ઉઠીને માયે સ્નાન કરાવ્યા માખણને મીસરી હેતે જમાડયાં, કુમકુમ તિલક ગળે ફૂલડાનો હાર…ગોકુળથી વાલો મારો, ગોકુળની ગોપી ટોળે વળીને, આવી ઉભી રહી નંદજીના દ્વારે, અકરજી આજ અમને લાગે છે ક્રર…ગોકુળથી વાલો મારો કૃષ્ણ વિના અમે કેમ રહી શકીએ ક્યારે નીહાળીયે, મનોહર મુખડું ક્યારે આવે તું ગોકુળ મોજાર… ગોકુળથી વાલો મારો કાન કહે છે. ગોપી ધીરજ તું ધરજેમાતપિતાને આશ્વાસન ના આપજે, દ્વારિકાનો નાથ મારો તારણહાર… ગોકુળથી વાલો મારો
મારા જીવનનું ગાડું હરિ હાંકજો
હાંકજો રે હરિ હાંકજો રે મારા જીવનનું ગાડું હરિ હાંકજો રે વચમાં બેઠા છે રૂડા રામજી રે (૨) મારા જીવનનું ગાડું હાંકજો રે, ધોસરીયે રામ બેઠા સાથે ઘનશ્યામ બેઠા, પૈડા ધરાવ્યા મેં તો ભાગવત ગીતાના, ધરિયું ધરાવી ધરમ ધ્યાનની રે (૨) મારા જીવનનું ગાડું હાંકજો રે, ખેડૂત બન્યો છે પલા નંદનો નાનકડો રાશ સોપી હરિના હાથમાં રે (૨) મારા જીવનનું ગાડું હાંકજો રે, ખેતર ખેડાવ્યા મેં તો ભક્તિના પંથ કેરા, બી વવરાવ્યા રામનામના રે (૨) મારા જીવનનું ગાડું હાંકજો રે, વરસાદ વરસાવ્યો પેલા વૈકુંઠના નાથે પાક્યા અમરફળ ચાખવા રે (૨) મારા જીવનનું ગાડું હાંકજો રે, ભક્તો પોકારે વૈકુંઠના નાથને રે અમને લઇ જાવ તમારા ધામમાં રે (૨) મારા જીવનનું ગાડું હાંકજો રે
ઘડી એક ધન્ય બની જાય
(રાગ : ગુરુજીના નામની માળા છે ડોકમાં)
ઘડી એક ધન્ય બની જાય સંતોના સંગમાં જીવન બદલાઇ જાય હો સંતોના સંગમાં આત્મા રંગાઈ જાય સંતોના રંગમાં, શબરી જીવી ગઈ માતંગી વચન પર રામજીને મળાઈ જાય સંતોના સંગમાં, શુરવીર શિવાજીને રામદાસ મળ્યાં .ભગવો લહેરાઈ જાય, સંતોના સંગમાં, અંગુલી માળને બુદ્ધ ભગવાન મળ્યાં પાપી પલટાઈ જાય સંતોના સંગમાં, મારૂતિ કંઠ સૂણી ઝબકીયા , ભીષણ સૂતા સૂતા જગાઈ સંતોના સંગમાં, જેસલ હત્યારો તોરલના તેજમાં આંખ એની છલકાઈ જાય સંતોના સંગમાં, સાચા ઝવેરી એક દુનિયામાં સંત છે હિરલો પરખાઈ જાય સંતોના સંગમાં, ઘડી એક ધન્ય બની જાય સંતોના સંગમાં
અવધૂત આવ્યા અમારે આંગણે
અવધૂત આવ્યા મારે આંગણે, જોગી સ્વરૂપ જટાધારી રે…અવધૂત આવીને સાધુ એમ જ બોલ્યા, જલ્લા હું તો માગું તારી નારી રે…અવધૂત સતીને જલ્લાએ કરીયા સાબદા રે, ઓળખી લીધા અવતારી રે…અવધૂત વાલા સંગે વીરબાઈને વળાવ્યા, હૈયે હિંમત ન હારી રે…અવધૂત પાદરમાં આવી જોગી બોલ્યા, સાચવો જોરી અમારી રે…અવધૂત ધ્યાન ધોકાનું તમે રાખજો, અલોપ થયાં અવિનાશી રે…અવધૂત સીમાડે સતીને મેલ્યાં એકલાં, ભગવાન ભાગીયા છે ભેખ ધારી રે…અવધૂત જલ્લા આવ્યા વીરબાઈને તેડવા, સામૈયા રૂડા શણગારી રે…અવધૂત મંદિરમાં માતાજી બીરાજતા, નમન કરે છે નરનારી રે…અવધૂત સમરણ કરે છે સીતારામના, શ્રી રામની મૂર્તિ નિરાલી રે…અવધૂત ડંકો દીધો છે સોરઠ દેશમાં, રિદ્ધિ સિદ્ધિ આંગણે ઉતારી રે…અવધૂત ભોજલ ભાવે ગુરુને બોલાવતા, ધન્ય ધન્ય ચરણ તમારા… અવધૂત પુરુષોત્તમ કહે વાલા પ્રેમથી, નાવડી મારી પાર ઉતારો રે…અવધૂત