Home ઈતિહાસ દેવાયત પંડિતની ભવિષ્યવાણી આ રીતે થશે પૃથ્વીનો અંત દરેકે જાણવું ખૂબ જરૂરી છે

દેવાયત પંડિતની ભવિષ્યવાણી આ રીતે થશે પૃથ્વીનો અંત દરેકે જાણવું ખૂબ જરૂરી છે

0
દેવાયત પંડિતની ભવિષ્યવાણી આ રીતે થશે પૃથ્વીનો અંત દરેકે જાણવું ખૂબ જરૂરી છે

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમના માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલુ. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે.આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા.

દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીનાં માર્ગોમા ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભુમીમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.

દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારનાં ધર્મો બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.

પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મનાં રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખુબજ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે’ સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.

દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે’એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે’ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે’ સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.

દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે.[૩] ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન “આગમવાણી” છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે

દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,

આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે.

પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.

ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર,

લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.

પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.

ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,

અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.

કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ,

રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.

જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,

ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.

કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,

કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, નકળંક ધરશે નામ,

દેવાયત પંડિત એમ બોલ્યા, ઈ છે આગમનાં એંધાણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here