Deep vein thrombosis એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં DVT થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિઘન આવે તો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય છે. જે વધારે સાંથળ અને પગમાં થાય છે. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે.
ઓપરેશન એક માત્ર તેનો ઇલાજ નથી. જેથી તમે ડરો નહી. તમારી લાઇફસ્ટાઇલમાં અનેક ફેરફારને કારણે DVTનો ખતરો થાય છે. જોકે તેના આ લક્ષણો દૂર કરવા માટે તમે અપનાવશો આ ઉપાય તો તમને જરૂરથી રાહત મળી શકે છે. તો આજે અમે તમારા માટે એક એવો નુસ્ખો લાવ્યા છીએ જે શરીરની નસોને ખોલવામાં મદદ કરશે. આ એક એવું ચૂર્ણ છે, જે કુદરતી વસ્તુઓથી બનાવવામાં આવ્યું છે. આ વસ્તુને નાના-નાના ભાગમાં સેવન કરીને શરીરની બ્લોક નસો ખોલી શકો છો. આ એક કુદરતી ઉપાય છે. જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. આવો જોઇએ કેવી રીતે બનાવાય આ ચૂર્ણ..
- સામગ્રી
- 1 ગ્રામ – તજ
- 1 ગ્રામ – કાળામરી
- 10 ગ્રામ – તેજ પાન
- 10 ગ્રામ – મગજતરી
- 10 ગ્રામ – અખરોટ
- 10 ગ્રામ – અળસી
બનાવવાની રીતઉપરની દરેક સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. તેનો બરાબર પાઉડર બનાવી લો. તૈયાર છે તમારું ચૂર્ણ.. રોજ એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે આ ચૂર્ણ લેવું. ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કઇપણ ન ખાવું. આ ચૂર્ણ ખાવાથી તમારા શરીરની બધી નસ ખુલી જશે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ પણ લઇ શકે છે. જેનાથી તમને ઘણો આરામ મળશે.તેમજ તમને હાર્ટ એટેક કે લખવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે. તેમજ ઘણો ફાયદો થઇ શકે છે.