ચાણક્ય ના 15 અમર વાક્યો અેકવાર અચુક વાંચો અને મિત્રો સાથે શેર કરો

ચાણક્ય ના 15 અમર વાક્યો

૧. બીજાઓની ભૂલોમાંથી શીખો પોતાના ઉપર પ્રયોગ કરીને શીખવા માટે તમારો આખો જનમ પણ ઓછો પડશે.

૨. કોઈ પણ વ્યક્તિએ બહુ પ્રમાણિક ના થવું જોઈએ, સીધા વૃક્ષ અને માણસો પહેલા કપાતાં હોય છે.

૩. કોઈ સાપ ભલે ઝેરી ના હોય પણ એણે ઝેરી દેખાવું પડે છે, ડંખ ના મારો તો કાંઈ નહિ પણ ડંખ મારવાની ક્ષમતાનો બીજાઓને પરચો કરાવતા રહેવું જોઈએ.

૪. દરેક મિત્રતા પાછળ કંઈ ને કંઈ સ્વાર્થ હોય જ છે, અને આ કડવું સત્ય છે.

૫. કોઈ પણ કામ શરુ કરતા પહેલા પોતાની જાતને આ ત્રણ સવાલ જરૂર પૂછો –હું આવું શા માટે રી રહ્યો છું? આનું પરિણામ શું થશે? શું હું સફળ થઈશ?

૬. ભયને પાસે ના આવવા દો, જો છતાંય પાસે આવી જાય તો એની પર હુમલો કરો; એટલેકે ભય થી ભાગો નહિ પણ એનો સામનો કરો.

૭. દુનિયાની સૌથી મોટી તાકાત પુરુષનો વિવેક અને સ્ત્રીની સુંદરતા છે.

૮. કામ પૂરી નિષ્ઠાપૂર્વક કરો, પરિણામથી ડરશો નહિ.

૯. સુગંધને પ્રસરવા હવા ની દિશા પર મદાર રાખવો પડે છે પણ ભલાઈ બધીજ દિશાઓમાં ફેલાય છે.

૧૦. ઈશ્વર ચિત્રમાં નહિ ચરિત્રમાં વસે છે, આત્માને મંદિર બનાવો.

૧૧. વ્યક્તિ વર્તનથી મહાન બને છે, જન્મથી નહિ.

૧૨. જે લોકો તમારા કરતા ઉચ્ચ અથવા નીચેના પદ પર કામ કરે છે તેમની સાથે મિત્રતા ના કરો, તેઓ તમારા માટે કષ્ટકારક થઇ શકે છે સમાન પદ પર કામ કરતા મિત્રો જ સુખદાયક હોય છે.

૧૩. તમારા બાળકોને પહેલા પાંચ વર્ષ ખુબજ પ્રેમ કરો, છ થી પંદર વર્ષ સુધી કડક અનુશાસન અને સંસ્કાર આપો, સોળ માં વર્ષથી એમની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખો, તમારા સંતાનોજ તમારા સૌથી શ્રેષ્ઠ મિત્ર છે.

૧૪. અજ્ઞાની માટે પુસ્તકો અને અંધ માટે અરીસો એક સરખા ઉપયોગી છે.

૧૫. શિક્ષણ સૌથી શ્રેષ્ઠ મિત્ર છે, શિક્ષિત વ્યક્તિને હંમેશા સન્માન મળે છે, શિક્ષણની આગળ યુવાની અને સૌંદર્ય બંનેની શક્તિ હારી જાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *