રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં દરરોજ કેસમાં વધારો થયો જાય છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 176 પર પહોંચી ગઈ છે. ત્યારે મૃત્યુ આંક 16 પર પહોંચી ગયું છે.
જામનગરમાં 14 મહિનાના કોરોના બાળકનું મોત નીપજ્યું હતું. આ બાળકને 5 તારીખે એડમિટ કર્યો હતો. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના કારણે થયું છે. બાળક જ્યારથી એડમિટ થયું હતું, ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલા ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી મંગળવારે બાળકનું મોત થયું હતું.
સુરતમાં બે દર્દી અને પાટણમાં પણ એકનું મોત થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. મંગળવારે સાંજે અમદાવાદમાં 6, રાજકોટમાં એક, સુરતમાં ત્રણ અને વડોદરામાં એક નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના 30 દર્દી નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ 176 દર્દી થયા છે અને 16ના મોત થયા છે. જ્યારે 25 દર્દીઓ સાજા થયા છે. જ્યારે વડોદરા અને ભાવનગરમાં એક એક દર્દીને રજા આપી છે.
‘ જામનગરનો પ્રથમ કોરોના કેસ ‘ બાળક જે ૫ તારીખે એડમિટ થયેલ ‘ હતું તેનું આજે ૭ તારીખે રાત્રે ૮ : ૦૦ ‘ વાગ્યે અવસાન થયેલ છે . બાળકનું | મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર , હાર્ટ ‘ અને કિડનીના ફેઈલ થવાના કારણે ‘ થયેલ છે . બાળક જયારથી એડમિટ ‘ થયું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર ‘ પર જ હતું . દાખલ થયેલ ત્યારથી ‘ સ્થિતિ નાજુક હતી , ડોક્ટરો દ્વારા ‘ તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની ‘ પર પહેલેથી જ અસર હતી . ‘ લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી ‘ આજરોજ બાળકનું અવસાન થયેલ