કેન્સર સહિત અનેક રોગોથી મુક્તિ માટે ગાયની ખુબ મહત્વ છે

ગાય, માનવ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય

ઉત્તમ ગાયો અમુક સંવર્ધકો, મંદિરો અને સરકારી ફાર્મોમાં માત્ર થોડી ઘણી સચવાઇ રહી છે. વૈદિક ભારતીય સંસ્ક્રુતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે. લોકોના આંગણે જ ગાય કામધેનું છે પરંતુ આજે લોકોના આંગણે ઉત્તમ ગાયો નથી, એ ગાય સમગ્ર માનવ સમાજ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. લોકભારતી સણોસરાની નામાંકિત ગૌશાળામાં ઉત્તમ કાળજીથી વિદેશી જર્સી / એચ. એફ. (કાળી કાબરી) જાતના પશુઓ વાર્ષિક ૩૦૦૦ લિટર દુધ આપે છે જયારે સૌરાષ્ટ્રના પશુપાલક ભરવાડો તથા ખેડૂતોને ત્યાં વાર્ષિક ૨૦૦૦ થી ૩૦૦૦ લીટર દુધ આપે છે. ૧૫ વર્ષથી જર્સી / એચ.એફ. નું ક્રોસ બ્રિડીંગ કરનાર ગૌશાળાઓ, પશુપાલકો પસ્તાઇને ફરી ગીર ગાય તરફ વળી રહ્યા છે કેમ કે જર્સી / એચ.એફ. ની ત્રીજી પેઢીએ દુધ એક્દમ ઘટી જાય છે આ પશુઓમાં આંચળ જતા રહેવાના, ખરવા સહિત અનેક રોગોનું ગીર ગાયો કરતાં ઘણું વધુ પ્રમાણ છે.

(૧) જર્સી / એચ.એફ. ના દુધ કરતાં ગીર ગાયનું દુધ ગુણવત્તા અને સ્વાદમાં વધુ ચડીયાતું તથા ૪ થી ૬% ફેટ (ઘી) વાળું છે.(૨) ગીર ગાય કરતા આ પશુઓ દોઢ થી બે ગણો ખોરાક ખાય છે અને ભારતનું ગરમ વાતાવરણ માફક ન હોવાથી વારે વારે બિમાર પડે છે આમ તેનો નિભાવ ખર્ચ ગીર ગાયની સરખામણીમાં ઘણો વધી જાય છે. ગાયને જયારે ચરવાનું કે નિરણ મળે છે ત્યારે તે ઝડપથી ખાઇ જાય છે તેના શરીરની કુદરતી રચના મુજબ નિરાંતના (ફુરસદના) સમયે એ અર્ધ ચાવેલા ખોરાકના જઠરમાંથી ગોળા બની ફરી મોઢામાં આવે છે એને ગાય વાગોળીને (ચાવીને) ફરી પેટમાં પધરાવે છે વાગોરેલો ખોરાક જ ગાય પચાવી શકે છે જયારે એચ.એફ. / જર્સી ગાયો બર્ફીલા ઠંડા પ્રદેશનું પ્રાણી હોવાથી ઉનાળો અને ભાદરવો- આસો માસના દિવસનો તાપ-ગરમી સહન ન થવાથી આખો દિવસ હાંફે છે જેથી વાગોળી શકતું નથી જેથી તેને ખાધેલો ખોરાક પચતો નથી. અને બિમાર પડે છે અને કયારેક મરણ પામે છે. એચ.એફ. / જર્સીના બળદોની પણ આ જ હાલત થાય છે. નાના વાછરૂ તો ગરમીમાં ખૂબ પ્રમાણમાં મરી જાય છે. ખૂંધ વગરના આ પ્રાણીઓમાં સુર્યકેતુ નાડી, પ્રબળ બુધ્ધિમતા કે દિવ્ય આત્મ ચેતના ન હોવાથી ભારત ખંડની ગાય કરતા જૂદી જાતિના પ્રાણીઓ ગણાય છે.

(૩) જર્સી / એચ.એફ. પશુના બળદો ખેતીમાં કામ આવતા નથી આના ઉપરથી ફલિત થાય છે કે સૌરાષ્ટ્ર અને ભારતમાં ગીર ગાય જ સર્વશ્રેષ્ઠ ગૌવંશ છે.

(૪) ભારતમાં ૩૨ પ્રકારની ગાયની માન્ય જાતો છે. ગીર સિવાયની બધી જાતો સામાન્ય રીતે એક દિવસનું ૨ થી ૧૨ લીટર દૂધ આપે છે અને એક વેતરનું ૩૦૦ થી ૩૦૦૦ લિટર દૂધ આપે છે.

(૫) શુધ્ધ નસલની ગીર ગાય વિયાણ પછીના દિવસોમાં દૈનિક ૧૨ થી ૨૫ લિટર દૂધ આપે છે અને વેતરનું ૨૫૦૦ થી ૬૦૦૦ લિટર દૂધ આપે છે તથા ઉત્તમ બળદો આપે છે.

ગાય આધારિત ક્રુષિ

ગાયના પંચ ગોસત્વ (દૂધ-ઘી-છાસ-ગૌમુત્ર-ગોબર) માંથી અમે ક્રુષિ માટે બે પ્રકારના જંતુનાશાકો (પાકરક્ષકો), પાકવર્ધકો તથા જમીનને ફરદ્રુપ કરવાના પ્રયોગ કર્યા છે જેના ઉત્તમ પરિણામો મળ્યા છે.

(૧) અળસિયાનું ખાતર: એકરે ૬૦૦ થી ૧૦૦૦ કિલો નાખવું.

(૨) એકરે ૨૫ થી ૩૦ લિટર ગૌમુત્ર એરંડીના ૫૦ કિલો ખોળમાં ભેરવી પાયાના ખાતર તરીકે આપવું તેમજ યુરીયાની જગ્યાએ દર મહિને એકરે ૨૫ લિટર ગૌમુત્ર પુર્તિખાતર તરીકે પાણી સાથે પાઇ દેવું.

(૩) ૧૫ લિટર ગૌમુત્રમાં ૫ કિલો લિમડો, ૫ કિલો આકડો ૫ કિલો સીતાફળી, ૫ કિલો કુંવાર પાઠું કે ૩ કિલો તમાકુના પાનમાંથી કોઇપણ ત્રણ વનસ્પતિના પાન ૧૫ દિવસ ગૌમુત્રમાં પલાળવા ત્યાર બાદ ૧ લિટરે ૫૦૦ ગ્રામ આ પ્રવાહીનો છંટકાવ કરવો.

(૪) ૧૫ લિટર ગાયની છાસના આસ (ઉપરનું પાણી) માં અ કિલો બાજરાનો લોટ નાખી ૧૦ દિવસ તડકામાં રાખવું ત્યારબાદ ૧૫ લિટર પાણીમાં ૫૦૦ ગ્રામ આ પ્રવાહી નાખી છાંટવુ ઉપરના બંને છંટકાવ દર આઠ દિવસે વારા ફરતી કરવાથી પાકનું રક્ષણ અને વ્રુધ્ધિ થાય છે જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી.

(૫) અમ્રુત પાણી

(૬) સીંગ ખાતર ખૂબ લાભ કરતા છે આમ એક ગાય ગૌમુત્ર અને છાણમાંથી વાર્ષિક ૧૦૦૦૦/- રૂપિયા જેટલું વળતર આપે છે ઉપરના પ્રયોગથી જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગર પાક ઉત્પાદનમાં ૪૦ થી ૧૦૦ ટકા વધારો થયેલ છે. ખેડૂત દર ચારથી પાંચ એકરે એક ગીર ગાય આંગણે રાખી આ પ્રયોગથી ખેતી કરે તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરનો ખર્ચ બચાવી ઝેર વગરના સાત્વિક, પૌષ્ટીક અને સ્વાદિષ્ટ શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મગફળી, તેલીબિયાનું ભરપુર ઉત્પાદન મેળવી શકે. ગાય આધારિત ક્રુષિ પાકો સૌથી શ્રેષ્ઠ જીવન રક્ષક અને જીવન પોષક સિધ્ધ થશે જેથી આ ક્રુષિ વિશ્વની શ્રેષ્ઠ ક્રુષિ સિધ્ધ થશે. સમ્રુધ્ધિદાતા, સફળ અને કલ્યાણકારી ખેતીનો આધાર જ ગાય છે જાગો ! ગાય આધારિત ક્રુષિનો નવો યુગ આવી રહ્યો છે ગીર ગાયનું દૂધ, ઘી, માખણ, દહીં, છાસનો નિયમિત આહાર આપણને નવ દૈવત્ય આપે છે એવું અમારૂ તારણ છે.

(૧) માતાના ગર્ભથી માંડી જીવન પર્યત સર્વશ્રેઠ પોષણ.
(૨) તેજસ્વી બુધ્ધિ પ્રતિભા.
(૩) ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ.
(૪) ભરપુર શક્તિ (તાકાત).
(૫) પાણીદાર ખુમારી.
(૬) ઉત્તમ આનુવંશિકતા (ભાવિ પેઢી).
(૭) દિવ્ય જાતિય શક્તિ.
(૮) સુંદર, સુડોળ ક્રાન્તિમય તેજસ્વી સ્વરૂપ (દૈવી સુંદરતા).
(૯) કેન્સર સહિત અનેક રોગોથી મુક્તિ અને નિરોગી લાંબુ આયુષ્ય.

Leave a Comment