દીકરી સાપનો ભારો છે કે તુલસીનો ક્યારો ફોટા પર ક્લિક કરી વાંચો અને જરૂર કમેન્ટ કરજો

0
300

દીકરી દરેક માતા – પિતાની કેટલી ચિંતા કરે છે આ post પુરેપુરી વાંચજો અને શેર કરજો

નાનકડા એક ગામમાં એક મા – બાપ અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ પોતાનું એક ટંકનું ભોજન મેળવી ગુજરાન કરતું હતું. સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ ? તે પ્રશ્નને પોતાના લલાટમાં ચોટેલું રાખી દિવસો પસાર થતાં હતા.

એક દિવસની વાત છે.છોકરીની માતા ખૂબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ પુરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે. એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબીની હાલતમાં આપણે તેના લગ્ન કેવી રીતે કરી શકીશું ? બાપ પણ વિચારમાં પડી ગયો. બંનેએ હૃદય પર પથ્થર મૂકો એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને તેને દાટી દઈએ.

બીજા દિવસનો સૂરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરીને સરસ નવડાવી, માથામાં તેલ નાખી આપ્યું વારંવાર તેને આલિંગન આપી ચૂમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછયું : ‘ મા, મને કયાંક દૂર મોકલે છે કે શું? નહિંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી.’ માતા ચૂપ થઈ માત્ર રડવા લાગી. તેવામાં તેના પિતા એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધારીયું લઈ આવ્યા.માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તામાં ચાલતા ચાલતા તેના પિતાના પગમાં કાંટો વાગ્યો, દીકરીએ તરત નીચા નમી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઈ ગઈ. એક સૂમસામ જગ્યાએ પિતાએ કોદાળી વડે ખાડો ખોદવાનું શરૂ કર્યું. દીકરી તેની સામે બેઠી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતાં દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લૂછી આપ્યો. બાપે ધકકો મારી તેને દૂર બેસવા કહયું.

ધોમધખતા તાપને લીધે ફરી તેના બાપને પરસેવો લૂછતા બોલી: “ પિતાજી તમે સહેજ આરામ કરો હું તમને ખાડો ખોદવામાં મદદ કરું. મારાથી તમારું દુઃખ જોવાતું નથી.” આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લીધી તેમની આંખમાં શ્રાવણ – ભાદરવો વહેવા માંડયો. તેનું હૃદય પરિવર્તન થયું, તે બોલ્યો: ‘દીકરા મને માફ કરી દે, આ ખાડો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામથી કરાવીશ. ત્યાર બાદ મા – બાપ અને દીકરી મહેનત કરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા.

સારાંશ : દીકરી એ તો ભગવાનની ભેટ છે.દીકરો – દીકરી એક સમાન છે. તેનું પાલન કરવું આપણી ફરજ છે..દીકરી એટલે સાચે દીકરી જ. દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યકિત હોવું, દીકરીની મા હોવું એટલે પોતાના સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું. ઘરના આંગણે ફૂલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી જ ખૂશ્બુદાર બની જશે.

‘કોણ કહે છે દીકરી સાપનો ભારો, અમે તો કહીએ દીકરી તો તલસીનો કયારો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here