Home જાણવા જેવું તમારા બાળકોને શું શીખવશો ? કળા કે પેટ ભરવાની કળા?

તમારા બાળકોને શું શીખવશો ? કળા કે પેટ ભરવાની કળા?

0
તમારા બાળકોને શું શીખવશો ? કળા કે પેટ ભરવાની કળા?

તમારા બાળકોને શું શીખવશો ? કળા કે પેટ ભરવાની કળા?

કોઈને પણ પૂછો તમને શાનો શોખ છે? તમને તરત એમનો બાકી રહેલો પરિચય મળી જશે. મોટા ભાગના લોકો રેડિમેડ જવાબ આપી દે છે. ફિલ્મો, વાંચન, પ્રવાસ વિગેરે….

શોખ દરેક બાળકમાં, અરે કોઈપણ ઉંમરના દરેક માણસમાં હોય છે. પણ જિંદગીમાં જરૂરિયાતોનું ઘાસ એટલુ બધુ ઉગી ગયુ છે કે શોખનો નાનકડો છોડ કયાંય દેખાતો નથી અને પાણી જયારે ઓછુ હોય ત્યારે સામાન્ય માણસને થાય કે આ ઘાસને પાણી પાછું જોઈએ કે છોડને ? મોટા ભાગના લોકો વધુ પાણી મારફતે પાઈ દે છે. છોડ સુકાઈ જાય છે. એમને ખબર નથી હોતી કે ઘાસ તો એમને એમ પણ લીલું સુકું થયા કરશે. પણ પેલો છોડ સુકાઈ જશે તો પછી લગભગ કોઈ કાળે લીલો નહીં થાય. છોડ વૃક્ષ થાય છે. ફળ આપે છે. ઘાસ કયારેય ફાળદાયી નીવડતુ નથી. જરૂરિયાતનું ઘાસ માણસનું લોહી થી થાય છે.

બાળક ચિત્રમાં કૌશલ પ્રાપ્ત કરે ત્યારે માતા-પિતા કહે છે. જુઓને અમારો બાબતો ચિત્રને રવાડે ચઢી ગયો છે. કેટલાક માતા-પિતાને આજકલ એક એવો ગુપ્ત ભય સતાવે છે. બાળક કયાંક કલાકાર થશે તો ? તો એનું ગાડું કેમ ચાલશે?

બાળકને કળા શિખવાડવી કે પેટ ભરવાની કળા શિખવાડવી? આ ગંભીર પ્રશ્ન બહું ઓછા વાલીઓને સતાવે છે. કારણકે આ અંગે મોટા ભાગના લોકો સ્પષ્ટ છે. ઓફકોર્સ, પેટ ભરવાની કળા જ શિખવાડાય ને !

કળાના સ્પર્શ વિનાના મનુષ્યોથી જ કેદખાના છલકાય છે. પોલિસનો ખાખી રંગ સતત કળાના સ્પર્શ વિનાના લોકોને જ શોધે છે. વૃધ્ધાશ્રમો પર એક પાટિયું મારેલું હોય છે. “કળાના સ્પર્શ વિનાના સંતાનો એમના માતા-પિતાને અહીં મૂકી જાય છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here