વર્ષો થી અધુરો રહેલો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય પતિ નું ઘર સાસરું કહેવાય મારું ખુદ નું ઘર કયું કહેવાય? તમારી પાસે જવાબ છે?

વર્ષો થી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય ને પતિ નું ઘર એનું સાસરું કહેવાય દીકરી આખી ઉમર શોધે મારું ખુદ નું ઘર કયું કહેવાય??????

દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે. દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે  ગમે તેટલી મોટી થઈ જાય પણ મા-બાપને મનતો એમની ઢીંગલી જ રહે છે. જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે, પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી હ્દયમાં ધબકતો ધબકાર દીકરી હ્દયમાં ધબકતો ધબકાર દીકરી દીકરી વગરનું ઘર એટલે વેરાન રણ અને ભયાવહ સ્મશાનભૂમિ. પિતાનો ચેહરો વાંચવામાં દિકરીથી વધારે હોશિયાર બીજું કોઈ નથી. દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ ઘોળાઇ જાય છે. यह हम नहीं कहते यह तो “खुदा ” कहता है की जब मैं बहुत खुश होता हूँ तो पैदा होती है बेटियां ..!!! जरुरी नहीं रौशनी चिरागो से ही हो.
बेटियां भी घर मैं उजाला करती हैं.. !!

દીકરી…
૧. લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

૨. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે. હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથેવાતાવરણ પણ બદલાવવાનું છે.

૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

૪. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે. સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.

૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું ! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે……

૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે, એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે ! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે !!…..

દીકરી એટલે દીકરી… દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું, દીકરીની મા હોવું એટલે પોતાનાં સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું. ઘરના આંગણે ફુલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી જ ખૂશ્બુદાર બની જશે. ……

સોરાષ્ટ્રના એક ધાર્મિક જગ્યાએ રોડ પર દીકરીના પિતા મરી જતા, આંખોથી ટપકતા આંસુ સાથે, જતી ગાડીને હાથ કરીને ઉભી રાખે છે. જેમાં એક માણસે પોતાની ફિયાટ ગાડી ઉભી રાખી અને ઉતરીને પૂછ્યું કે શું થયું છે……

રડતા રડતા દીકરી એ જવાબ આપ્યો કે મારા પિતાજીનું અવશાન થઇ ગયું છે. અમને અમારા ઘરે મૂકી આવો તો સારું. સમજદાર માણસે તેની ગાડીમાં પાછળ બેસાડ્યા એ સમયે દીકરી મોતને ભેટેલા પિતાના માથા પર હાથ ફેરવતી હતી. એ ગામ ગયા ત્યારે ઘરને તાળું લાગેલું હતું. મુકવા આવેલા માણસને ચાવી લઇ આવું કહી દીકરી ત્યાંથી નીકળી ગઈ. થોડા સમય પછી ગામને ઘટનાની વિગત મળતા આવીને મૃતદેહ બહાર કાઢ્યો……..

તેમ છતાં ગાડીવાળા માણસ ઉભા રહ્યા હતા. ગામના એક વડીલ માણસે પૂછ્યું “આપ કેમ ઉભા છો?” તેમણે જવાબ આપ્યો કે “મોતને ભેટેલા માણસની દીકરીને છેલ્લે મળીને તેને નમન કરીને જાઉં.” વડીલે આશ્ચર્ય થી પુછ્યું “કોણ દીકરી?” આ માણસે જવાબ આપ્યો કે “મારી સાથે રોડ પર રહીને ઘરના આંગણા સુધી ગાડીમાં બેસીને આવી હતી તેની વાત કરું છું.” ફરીથી વડીલે પુછ્યું “જોતા ઓળખી જાવ?” આ માણસે જણાવ્યું કે “હા, ઓળખુને!!” આખરે તેના ઘરમાં લઇ આવ્યા અને દીવાલ પર દીકરીનો ફોટો હતો એ બતાવીને પૂછ્યું કે “આ દીકરી હતી?” ગાડીવાળા માણસે જણાવી દીધું કે “આ દીકરીએ મને ઉભી રાખીને ઘર સુધી મૂકી ગયી હતી.”……

ગામના વડીલે આ શખ્સને જણાવ્યું કે “આ દીકરી મરી એને ત્રણ વર્ષ થઇ ગયા છે.”

આ ગાડીવાળા માણસને એમ થયું કે પોતાના પિતાને કઈ થાય તો દીકરી કોઈ પણ રૂપમાં આવતી હોય છે. તેથી કહેવાયું છે કે “દીકરી હરહંમેશ વહાલનો દરિયો હોય!!!”

Leave a Comment