અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં સુધી મારી રકમ નહીં મળે હું આપના પિતા ને અગ્નિ દેવા નહીં દઉ.. આ વાત ઘર સુધી પહોંચી.. જે વ્યક્તિ અવસાન પામેલી એની દીકરીએ પોતાના પહેરેલા બધા દાગીના કાઢી ને એ લેણદાર ને આપતા કહયું.. આ રાખીલો કાકા મારૂં સોનું ને બીજા જે ખુટતા હોય તે મારા પિતાશ્રી ને અગ્નિ આપ્યા બાદ મારી FD તોડાવીને તમને ચૂકવી આપીશ.!! ત્યારે એ માણસ બોલ્યો દીકરી મારે તારા પિતાશ્રી પાસે એક રૂપિયો પણ લેવાનો નિકળતો નથી, મારે તો તારા પિતાને પંદર લાખ આપવાના બાકી છે.. એ રૂપિયા મારે કોના હાથમાં આપવા એની મને મુંઝવણ હતી..લે બેટા આ રૂપિયા આની સાચી હકદાર તુ જ છે અને દીકરી ધન્ય છે તને ને તારા માવતર ને કે મર્યા પછી પણ તું તારા માવતર ને ભુલી નથી
દીકરી માટેની પોસ્ટ ગમે તો જરૂર આગળ મોકલજો.. 🙏 બેટી બચાવો, બેટી ભણાવો…. સાભાર…
ત્રણ કુળ ની લાજ છે દીકરી.
#માવતર, #મોસાળ ને #સાસરૂ.
સામાન્ય રીતે રડતો પુરુષ સારો ના લાગે, પણ જ્યારે દીકરીને કોડથી વિદાય આપતો પુરુષ, બે હથેળીઓની વચ્ચે મોં છૂપાવીને, “બાપ” બનીને રડતો હોય ત્યારે એ ખરેખર રૂડો લાગે. કદાચ ધર્મરાજ ના કાયદામાંથી કિંચિત છૂટી શકો પણ દીકરીના બાપની લીધેલી “હાય” માંથી ક્યારેય ન બચી શકો.એક બાપ લગ્નમાં પોતાની #દીકરી આપી દે છે, અને લોકો ટેમ્પો માં જોવે છે કે.. એના બાપે શું આપ્યું?
કાલે જરૂર લાવી દઈસ” આટલું બોલો ને તે માની જાય તેવી ઘર માં એકજ વ્યક્તિ તે છેદીકરી પિતા માટે એક ધબકાર હોય છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આસુંએ રડે છે. તેથી ઈશ્વર કરે કે ક્યારેય દીકરી પિતાથી એટલી દૂર ન જતી રહે કે પિતાના અંતિમ સમયમાં તેઓ તેને નજર ભરીને જોઈ પણ ન શકે કે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે