દીકરી એટલે તુલસીનો કયારો સાચી વાતને તમને દીકરી વહાલી હોય તો શેર કરજો

0
1407

મારી સમજ કંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્ર એ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ તો બાપ જ્યાર કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરી નો હાથ જમાઈ ના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. આ પુસ્તક માં દીકરી નું મહત્વ બતાવ્યું છે.

દીકરી લાડ કેવા દીકરી મારી લડાવે બારણા પાછળ ઊભીને બીવડાવે ઘેર રવિવારે ય જો પપ્પા ન આવે યાદ પપ્પાની પછી એને રડાવે એ હજુ સ્કૂલે નથી જાતી છતાં , કેટલાયે પાઠ પપ્પાને ભણાવે આમ તો પેન્સિલ લઇ લીટા કરે છે . તોયે સૌને ચિત્ર દોરીને બતાવે વ્હારથી આવી તરત મમ્મીને શોધે . યાદ મમ્મીને ય પપ્પાની કરાવે ઢીંગલી વ્હાલી હતી ‘ પારસ ’ બધાને એટલે તો રાત – દિવસ એ સતાવે – પારસ એસ , હેમાણી , રાજકોટ . મો . ૯૯૦૪૯ ૦૦૦પ૯

શ્રી દિનકર જોષીઃ સંક્ષિપ્ત પરિચય

છેલ્લા પાંચ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અવિરત સર્જનયાત્રા કરી રહેલા શ્રી દિનકર જોષીના ગ્રંથોની કુલ સંખ્યા લગભગ ૧૩ ) જેટલી થઈ ચુકી છે .

સામાજિક , ઐતિહાસિક , ગ્રામલક્ષી , પૌરાણિક એમ વિવિધ ક્ષેત્રે બેતાળીસ જેટલી નવલકથાઓ ચિંતનાત્મક નિંબધો , પ્રસંગ ચિત્રો , સંપાદનો , અનુવાદો વગેરે સાહિત્યિક પ્રકારોનું એમણે ઊંડું ખેડાણ કર્યું છે .

શ્રીકુષણ . અને ગાંધીજી આ બે એમના અભ્યાસ તથા સંશોધનના ખાસ પાત્રો રહ્યાં છે . રામાયણ , મહાભારત તથા વેદ – ઉપનિષદ જેવા ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યા પછી એ વિષયો ઉપર એમણો નવેસરથી આધુનિક સંદર્ભમાં એના અર્થઘટનો કરતા અનેક ગ્રંથો આલેખ્યા છે .

ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે . નર્મદ , ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી , ભારતીય ઇતિહાસમાં કુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદઅલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના અને તથાગત બુદ્ધનાં જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથાક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે .

હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા ‘ પ્રકાશનો પડછાયો ‘ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરી થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી . ન્યૂયોર્કમાં ગાંધી જયંતી નિમિત્તે ઈન્ડો અમેરિકન કાઉન્સિલ દ્વારા કોલંબિયામાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ ગાંધી ‘ શ્યામ બેનેગલીની ફિલ્મ ‘ મેકિંગ ઑફ મહાત્મા ’ સાથે ‘ પ્રકાશનો પડછાયો ‘ ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલું નાટક ‘ મહાત્મા વર્સેસ ગાંધી ’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા , દિગ્દર્શક અને લેખકમાં શ્રી દિનકર જોષી પણ એક હતા .

એમની કેટલીક નવલકથાઓ ઉપરથી . ગુજરાતી ભાષામાં ચલચિત્રો પણ બન્યા છે . એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓના અંગ્રેજી અને હિંદી , મરાઠી , બંગાળી , કન્નડ , તેલુગુ , તમિલ , મલયાલમ એમ વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે . ગુજરાત રાજય સાહિત્ય અકાદમી , ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અનેક સાહિત્યિક સંસ્થાઓ દ્વારા એમને પારિતોષિકો પ્રદાન થયાં છે .

એમની મુખ્ય રચનાઓ ‘ શ્યામ એકવાર આવોને આંગણે ‘ , ‘ પ્રકાશનો પડછાયો ‘ , ‘ પ્રતિનાયક ‘ , ‘ પ્રશ્રપ્રદેશની પેલે પાર ‘ ‘ અમૃતયાત્રા ‘ , ‘ કૃષ્ણ વંદે જગદ્ગુરુમ્ ’ , ‘ એકડાં વગરનાં મીંડા ‘ , ‘ મહાભારતમાં પિતૃવંદના ‘ , ‘ મહાભારતમાં માતૃવંદના ‘ , ‘ રામાયણમાં પાત્ર વંદના ‘ , ‘ અ – મૃત પંથનો યાત્રી ‘ , વગેરેને ગણાવી શકાય . ISBN : 978 – 81 – 7790 – 355 – 3 pll 881YI9333 Rs . 180 .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here