દેવ દિવાળીના દિવસે કરો આ દીપક દાન તમે ધનવાન અને માલામાલ બની જશો

દેવ દિવાળીનો તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત  પ્રબોધિની એકાદશીના દિવસેથી  થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. અને દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે મહિનાની  15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગામાં  સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે.

કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે કાર્તિક પૂર્ણિમા અથવાતો દેવદિવાળી તરીકે ઉજવવામાં આવે છે  ઉજવવામાં આવે છે. તે ઉપરાંત તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે. દેવ દિવાળી ના  દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને વ્રત કરવાથી ઘરમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે . આ દિવસે દીપદાન, સ્નાન, ભજન, આરતી, દાન વગેરેનું વિશેષ મહત્વ માનવામાં આવે  છે.

આ દિવસે ભગવાન શિવને તારકાક્ષ, કમલાક્ષ તેમજ વિદ્યુન્માલીના ત્રિપુરોનો નાશ કર્યો હતો. ત્રિપુરોના નાશ કરવાને કારણે જ ભગવાન શિવનું એક નામ ત્રિપુરારી તરીકે પણ પ્રસિદ્ધ છે. આ દિવસે ગંગા-સ્નાન તેમજ દીપદાનનું વિશેષ મહત્વ સમાયેલ છે. આ કાર્તિકા  પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતાર થયો હતો. તેથી અનેક તીર્થસ્થાનો પર દેવ દિવાળી  મોટાપાયે ઉજવવામાં આવે છે.

દેવ દિવાળીના દિવસે  પૂજા વિધિ કેવી રીતે કરવામાં આવે છે : 
સૌ પ્રથમ દેવ દિવાળીના દિવસે સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ . તેમજ  સવારે માટીના દીવડામાં ઘી કે તેલનો દીવો કરીને દીપદાન કરવું જોઈએ . ત્યાર બાદ  ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ . આ દિવસે શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવામાં આવે છે.  ઘી, અન્ન કે ખાવાની કોઈ પણ વસ્તુ દાન કરો. સાંજના સમયે મંદિરમાં દીપદાન કરો. , ગંગા સ્નાન બદા કિનારે દીપદાન કરવાથી દસ યજ્ઞ બરાબરનું પુણ્ય મળે છે.

શા માટે  કરાય છે દીપદાન
દેવ દિવાળીએ દીપ દાન કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે એવી માન્યતા છે દીપડાન કરવાથી  ઘરમાં ધન, યસ અને કીર્તિ આવે છે. તેથી તેથી આ દિવસે લોકો વિષ્ણુજીનું ધ્યાન કરીને મંદિર, પીપળ, ચોક કે નદીના કિનારે દીવા પ્રગટાવે છે. દીપક ખાસ કરીને મંદિરોમાં પ્રગટાવવામાં આવે છે. આ દિવસે મંદિરોને રોશનીથી ઝગમગાવવામાં આવે છે.

 તો હતું દેવદિવાળીના દિવસનું મહત્વ વિધિ અને દીપદાન કરવા પાછળનું મહત્વ મિત્રો આ અગત્યની માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને પોસ્ટ સારી લાગે તો જરૂર કમેન્ટ કરજો

Leave a Comment