કોઈ પણ એજન્ટ વગર ઘરે બેઠા ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે ફક્ત આટલું કરો

0
260

ડ્રાઇવિંગ પરમિ, અસ્થાઇ વાહન નોંધણીકરણ, નોંધણીકરણ માટે એનઓસી, ડુપ્લીકેટ નોંધણીકર પ્રમાણપત્ર

√ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને કાચું લાયસન્સની પ્રોસેસ જાણો,

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાંબી રાહ જોવાથી હવે છુટકારો મળશે learning driving licence બનાવવા માટે જ્યારથી online પ્રક્રિયા શરુ થઈ છે ત્યારથી driving licence બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે..

7

 

driving licence બનાવવા માટે અત્યારસુધી લોકોને આરટીઓનાં ચક્કર લગાવવા પડતા હતા, જેથી સરકારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયા શરુ કરી. પણ મહામારી શરુ થઈ ત્યારે લોકડાઉનને લીધે કામકાજ ઠપ થઈ ગયા અને રાહ જોવાનો સમય પણ લંબાતો ગયો. બાદમાં કોવિડ નિયમોને લીધે સીમિત સંખ્યામાં લોકોને ટેસ્ટ માટે બોલાવવાનાં શરુ કર્યાં પણ તેનાંથી વેઈટિંગ સમય વધવા માંડ્યો.

ટેસ્ટમાં ફેલ તો ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ નહીં થાય : ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે આરટીઓમાં ઓનલાઇન ટેસ્ટ અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું પડે છે. આ ટેસ્ટ પાસ કર્યાં બાદ જ લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે. જો આ ટેસ્ટમાં ફેલ થયા તો ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ નહી થાય. લર્નિંગ ડીએલ બનાવ્યા બાદનાં 6 મહિનામાં પરમાનેન્ટ ડીએલ બનાવવાનું હોય છે.

ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી છુટકારો મળશે : સરકાર ઈચ્છે છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનાં નિયમો સરળ બનાવવામાં આવે. સરકારે જે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે, તે લાગુ થયા બાદ નવુ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની ઈચ્છા રાખનાર માટે ખૂબ સરળતા થઈ જશે. જેનાંથી એપ્લિકેશન કરનારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જંજટમાંથી છુટકારો મળી જશે.

16 સુવિધાઓ ઓનલાઇન કરવાની તૈયારી
માર્ગ પરિવહન મંત્રાલય 16 સુવિધાઓ ઓનલાઇન કરવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યુઅલ, ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણીકરણનાં સર્ટિફિકેટમાં એડ્રેસ બદલવું, ઈન્ટરનેશનલ ઉપરાંચ વાહન ટ્રાન્સફર જેવી સેવાઓ સામેલ છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈ અન્ય દસ્તાવેજની જરુરિયાત નહીં પડે. parivahan.gov.in પર જઈને આધાર કાર્ડને વેરિફાઈ કરવું પડશે. ત્યારબાદ ઉપરોક્ત 16 સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશો.

 

 

ઓનલાઈન ટેસ્ટ ની practice માટે અહી ક્લિક કરો driving licence test

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here