Home જાણવા જેવું પતિ – પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ એકવાર અચૂક વાંચજો

પતિ – પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ એકવાર અચૂક વાંચજો

0
પતિ – પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ એકવાર અચૂક વાંચજો

પતિ – પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ પતિ : અરે કેમ સૂતી નથી ?

પત્ની : બસ , શાંતિથી બેઠી છું . સાચું કહું તો મને રોજ થાક લાગતો હતો , પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છોને ત્યારથી આ થાક ઓછો થઈ ગયો છે . ભલે કામ થોડું વધી ગયું છે અને કામવાળી બાઈ પણ રજા પર છે . છતાં પણ હું રસોઈ બનાવું ને તમે અંદર આવીને વાતો કરતાં – કરતાં આગળ – પાછળ પડેલું બધું જગ્યા પર મૂકી દો છો . હું કહું થોડી મદદ કરાવો તો તરત જ તમે બોલી ઊઠો છો કે લાવ , હું કરી દઉં , નવરો જ છું . આ બધું જ મને અઢળક પ્રેમનો અહેસાસ કરાવે છે . બસ , આટલું જ તો જોઈએ છે મારે . નાની – મોટી રકઝક પણ આખો દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતી જાય છે . તમારા ઘરમાં હોવાથી કે આમ વાત કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું – ભરેલું લાગે છે વાતો અને મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઈ જાય છે . હવે સમજાયું કે રોજ મને થાક કામનો નહીં પણ એકલતાનો લાગતો હતો . કંટાળો , સખત કંટાળો આવી જાય છે ક્યારેક … નહીં ? પણ મારી વાત યાદ રાખજો તમે … પરિવાર સાથે કાઢેલા આ દિવસો જીવનના અંત સુધી નહીં ભૂલો . જ્યારે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે ત્યારે આ દિવસોની ઊણપ વર્તાશે .

મિત્રો અત્યારે આ મહીમાંરીનો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે આપડે સૌને ઘરે family સાથે રહેવાનો સમય મળ્યો છે આ સમયને તમારા જીવનમાં એક મહત્વ ભાગ ભજવશે. તમે તમારા પરિવાર સાથે વિતાવેલા આ યાદગાર દિવસો જીવનભાર યાદ રાખજો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here