ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ બાપુ ) ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. લોક સાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન હમેશાં યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે.

81 વર્ષની ઉંમરે કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. પિતા તરફથી મળ્યો  હતો સાહિત્યનો  વારસો :જૂનાગઢના રહેવાસી દાદુ દાન પ્રતાપદાન ગઢવી કે જે બાદમાં કવિ દાદ (KAVI DAAD) તરીકે પ્રખ્યાત બન્યા તેમને સાહિત્યનો વારસો તેમના પિતા પ્રતાપદાન ગઢવી તરફ થી મળ્યો હતો કવિ દાદ ખેતી કરતા કરતા પિતા પાસેથી મળેલા વારસાગત સ્કારોને ઉજાગર કરતા રહ્યા અને ગુજરાતભરમાં પ્રસિદ્ધ થઇ ગયા.

ચારણી સાહિત્યને જીવંત રાખવાનો ખુબ  પ્રયાસ કાર્યો: કવિ શ્રી દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવતું રાખવાનો ખુબજ પ્રયાસ કર્યો છે, અને તેનું પરિણામ આજે યોજાતા પ્રત્યેક ડાયરાઓમાં દેખાય આવે છે, કેમ કે કોઈ ડાયરો કે કોઈ કલાકાર એવો નહિ હોય જે કવિ શ્રી દાદની રચનાઓ ગાતા નહિ હોય. આમ તો કવિ શ્રી દાદે ૧૪-૧૫ વર્ષની ઉમરે કવિતા બનાવવાનું શરુ કર્યું હતું, તેમના મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો, અને ત્યાર પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછી કવિ શ્રી દાદે સાહિત્ય ક્ષેત્રે ક્યારેય પાછું વાળીને જોયુંજ નથી.

કવિ શ્રી દાદનું સાહિત્ય-ફિલ્મ ક્ષેત્રે અમુલ્ય પ્રદાન રહ્યું છે:કવિ શ્રી દાદની ઉતમ રચનાઓમાં ‘ટેરવા’ નામના આંઠ પુસ્તકો લખ્યા હતા, કવિશ્રી દાદે અત્યાર સુધીમાં 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી સુપર હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે.

1971 માં જયારે આજનું બાંગ્લાદેશ અને તે વખતનું પૂર્વ પાકિસ્તાન, પાકિસ્તાન સાથે થી જુદું પડ્યું બાંગ્લાદેશને ભારતે દરેક પ્રકારે સહાય કરી હતી અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું તે વખતે પણ કવિશ્રી દાદે દેશ માટે ખુબજ મહત્વનું કાર્ય કર્યું હતું તે સમયે કવિ શ્રી દાદે ‘બંગાળ બાવની’ નામના પુસ્તકમાં 52 કવિતાઓ ની રચનાઓ લખી હતી અને સરકારે લાખો નકલો છપાવીને દેશભરમાં વિતરણ કરી હતી. આ કામ બદલ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ કવિ શ્રી દાદનું સન્માન પણ કર્યું હતું.

1975 માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીના વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગ્યો.. જેવી અનેક ફિલ્માં ‘અને ફિલ્મ શેઠ શગાળશા નું “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું” ગીત આજે પણ ખુબજ લોકપ્રિય બની ગયા છે. તે ઉપરાંત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું “કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું” પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે આમ કવિ દાદ ના અનેક ગીતા જગતભરમાં પ્રસિદ્ધ થઇ ગયા છે,.

કવિ શ્રી દાદને મળેલા પુરસ્કારો વિશેની માહિતી :કવિ શ્રી દાદ (KAVI DAAD) ને અત્યાર સુધીમાં અનેક સન્માનો અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં “મેઘાણી સાહિત્ય એવોર્ડ”, “કવિ દુલા કાગ એવોર્ડ”, “હેમુ ગઢવી એવોર્ડ” નો સમાવેશ થાય છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિશ્રી દાદ ઉપર પી.એચ.ડી. પણ કર્યું છે.

કવિશ્રી દાદ જૂનાગઢના ચોથા એવા વ્યક્તિ છે જેને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે અગાવ પણ જૂનાગઢના દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી અને વલ્લભભાઈ મારવણીયાને આ સન્માન મળ્યા છે આજે કવિ દાદ આપણી વછે નથી રહ્યા તો આપણને આવા સુપ્રસિદ્ધ કવિતાના રચયિતા ની ખુબ ખોટ વર્તાશે ……ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે. ઓમ શાંતિ….

Leave a Comment