ભાયાણી પરિવાર પર મોટી આફત, એક જ વર્ષમાં છ-છ લોકોના મોત

ભાયાણી પરિવાર  પર દુ:ખના ડુંગરા  એક જ વર્ષમાં છ-છ લોકોના મોત નીપજ્ય , વાંચીને અંદરથી કંપી  ઉઠશો…કુદરત પણ ક્યારેક એટલી કઠોર અને નિષ્ઠુર બની જતી હોય છે જકોટનો એક કિસ્સો વાંચી તમારું હ્રદય અંદરથી હચમચી ઉઠશે રાજકોટના એક પરિવાર સાથે નસીબે એવો તે ખેલ ખેલ્યો કે એક જ  વર્ષના ગાળામાં  પરિવારના છ-છ મોભીઓને છીનવી લીધા આ કિસ્સો સંભાળીને સૌ કોઈના આંખમાં આંસુ આવી જાય છે . રાજકોટના ભાયાણી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જેમાં બે લોકોના બીમારીથી અને 4 લોકોના કોરોનાથી મોત થયા હતા. હર્યોભર્યો ભાયાણી પરિવારનો માળો એક જ વર્ષમાં પિખાઈ ગયો છે.

મુળ કાલાવડના ખડઘોરાજી ગામનો વતની ભાયાણી પરિવાર ધંધાર્થે રાજકોટ શિફ્ટ થયો હતો. ઘરના મોભી અને બ્યુટી પાર્લરના કામ સાથે જોડાયેલા 58 વર્ષીય કિશોરભાઈ ભાયાણીનું અંદાજે સવા વર્ષ પહેલાં 30મી જાન્યુઆરી, 2020ના રોજ કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતું. પરિવાર મોભીનું અવસાન થતાં ભાયાણી પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો . હજી આ શોકમાંથી પરિવાર બહાર નહોતો આવ્યો કે ભાયાણી પરિવારના બા જયવંતાબેન ભાયાણીનું 80 વર્ષની ઉંમરે હાર્ટઅટેકથી નિધન થયું હતું….ભાયાણી પરિવારના બે લોકો છિનવી લીધા છતાં કુદરતની પરીક્ષા પૂરી થઈ નહોતી. ઉલ્ટાના કુદરતે ઉપરાઉપરી વજ્રઘાત ચાલુ કરી દીઘા હતા. પરિવારના બા જયંવતાબેનની વિદાઈને 12 દિવસ પણ નહોતા થયા કે પરિવારના વધુ એક આધારસ્તંભ 54 વર્ષીય ઉમેદભાઈ ભાયાણીને કોરોના ભરખી ગયો હતો. કોરોનાના પહેલાં વેવમાં તેઓ કાળનો કોળિયો બની ગયા હતા…….

અહીં પણ કુદરતની ક્રુરતા અટકી નહોતી. આ બનાવના છ દિવસમાં જ સ્વ. કિશોરભાઈના 57 વર્ષીય પત્ની ગીતાબેન કોરોનાની ઝપેટમાં આવી જતાં જિંદગીની સફર પૂરી થઈ ગઈ હતી. કુદરતનો પ્રકોપ પછી પણ ઓછો થયો નહોતો. ગીતાબેન ગુજરી ગયાના પાંચ દિવસ પછી ગાંધીનગર સાસરીયું ધરાવતી ભાયાણી પરિવારની 34 વર્ષીય દીકરી સ્વાતિબેન બગથરિયાને કાળમુખો  કોરોના વળગી ગયો હતો અને જિંદગી ખતમ કરી નાખી હતી.

એક પછી એક પાંચ લોકોની વિદાઈથી ભાયાણી પરિવાર તહેસ-નહેસ થઈ ગયો હતો. ભાયાણી પરિવાર પાંચ-પાંચ લોકોના જીવ ગયાના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે ભગવાનને આ પણ મંજૂર નહોતું. એક પરિવારને આટલું દુ:ખ ઓછું હોય એમ    બે દિવસ પહેલાં પરિવારના એક માત્ર જીવિત રહેલા 31 વર્ષના પુરુષ સભ્ય જીતેન ભાયાણી પર કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. જીતેન તેમની પાછળ પત્ની, બે વર્ષનો દીકરો અને એક નાની બહેનને વિલાપ કરતાં છોડી ગયા છે.

Leave a Comment