બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ કામની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે.
આ વર્ષે 10 સપ્ટેમ્બર 2021ના રોજ એટલે વિક્રમ સંવત અનુસાર ભાદરવા સુદ 4ના દિવસે ભારત સહિત સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવશે. આમ તો આ તહેવાર 10 દિવસનો હોય છે પરંતુ ભક્તો પોતાની અનુકૂળતા અનુસાર 10થી ઓછા દિવસ માટે પણ ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે.

માટીમાંથી બનાવેલી વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિની આસ્થાપૂર્વક સ્થાપના કર્યા પછી 10 દિવસ સુધી નિયમિત તેમની પૂજા-અર્ચના-આરતી કરવામાં આવે છે તેમને સૌથી પ્રિય એવા લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે. ગણેશજીના જાહેર કાર્યક્રમોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
10 સપ્ટેમ્બરથી શરૂ થનારો આ તહેવાર 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશી (અનંત ચૌદશ)ના રોજ સંપન્ન થશે અને આ દિવસે ગણેશજીને રંગેચંગે વિદાય આપીને પાણીમાં તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ………………

ગણેશજી સૌ ભક્તોને સદાય સુખ, સમૃદ્ધિ અને ખુશી આપે તેવી પ્રાર્થના સાથે તેમજ આવતા વર્ષે વહેલા પધારવાની વિનંતી સાથે ભક્તો ગણેશજીને વિદાય આપશે.
ગણેશજીની સ્થાપના માટે
ગણેશ ચતુર્થીની ઉજવણી શ્રી ગણેશજીના જન્મની ખુશીમાં કરવામાં આવે છે. આ દિવસને વિનાયક ચતુર્થી અથવા વિનાયક ચાવિતી પણ કહેવામાં આવે છે
આ દિવસે ભક્તો દ્વારા વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરવાથી તેમના જીવનમાં રહેલી કોઇપણ સમસ્યાઓ અથવા વિઘ્નો દૂર થશે. .. …
ગણેશના પરિવાર વિશેની ભૌતિક સમજ કંઈક આવી છે. દુર્ગાને ગણેશ અને કાર્તિકેય નામના બે પુત્રો અને લક્ષ્મી અને સરસ્વતી બે પુત્રીઓ એમ ચાર સંતાનો છે. દુર્ગા પૃથ્વી છે. જેને માણસને સમૃદ્ધિ અને લક્ષ્મી આપવા ખેડવી પડી. ખેડાયેલી પૃથ્વીની રક્ષા માટે કાર્તિકેયની જરુર પડી. તેને ખેડવા માટે જ્ઞાન સરસ્વતીમાંથી આવે છે અને ગણેશ જે સમૃદ્ધિ ઉત્પન્ન થઈ તેનો હિસાબ રાખે છે. ગણેશની જેમ કાર્તિકેય પણ તેમની માતાના શરીરની બહાર જુદી રીતે જનમ્યા હતા. કાર્તિકેયને શ ક્ત ગર્ભ તરીકે ધારણ કરે એમ દેવો ઇચ્છતા નહોતા એટલે તેમણે શિવ અને પાર્વતીની પ્રણય ક્રિડામાં વિક્ષેપ પાડ્યો. જેથી શિવનું વિર્ય સ્ખલન બહાર જ થયું. તેને ભગવાન અગ્નિ, વાયુ, ગંગા, જંગલના અધિપતિ સરવણ અને છ તારાઓના સમુહ કૃત્રિકા નક્ષત્ર દ્વારા પોષવામાં આવ્યું. શક્તિ દ્વારા ગણેશના સર્જનની પ્રક્રિયા શિવે પુરી કરી જ્યારે શિવ દ્વારા કાર્તિકેયના સર્જનની પ્રક્રિયા શક્તિએ પુરી કરી. ગણેશ સમૃદ્ધિ બક્ષે છે જ્યારે કાર્તિકેય રક્ષણ કરે છે.