જીવનમાં સુખ – શાંતિ લાવવા ધ્યાનમા રાખો આટલી વાત

0
248

જીવનમાં સુખ – શાંતિ લાવવા અનુકરણ કરો આ સરળ નિયમોનું સંપૂર્ણપણે વાસ્તુશાસ્ત્ર મુજબ હોય તેવું ઘર મળવું અશક્ય છે. સિવાય કે તમે જાતે ઘર બનાવડાવ્યું હોય. જો તમે તૈયાર ઘર લીધું હોય કે ભાડે રહેતા હોય તો શક્ય છે કે તેનુ વાસ્તુ યોગ્ય ન પણ હોય. જો આવી સમસ્યા તમારી પણ હોય તો આ સરળ ટિપ્સ અપનાવીને તમે તમારા ઘરમાં સુખ , શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ રાખી શકો છો. – રાત્રે એઠાં વાસણો ક્યારેય રાખી ન મુકવા, અનિવાર્ય સંજોગો હોય તો તેને સાફ કરીને રાખવા.  સંધ્યા સમયે જ્યારે ઘરમાં દીવો કરો ત્યારે જમવું કે નહાવું નહીં . – સાંજના સમયે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુપ અથવા કપૂર પ્રજ્વલિત કરવું. – ઘરમાં કાંટાળા ઝાડ ન રાખવા. – રસોડામાં અગ્નિ અને પાણી સાથે ન હોય તેનું ધ્યાન રાખવું. । ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવર્ણ જળવાઈ રહેશે. – ઘરના ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર – પૂર્વ દિશાને હંમેશા સ્વચ્છ અને ખુલી રાખવી. ત્યાં વધારાની વસ્તુઓ કે ભંગાર એકઠો ન કરવો. રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ . જમતી વખતે મુખ પણ પૂર્વ દિશા તરફ રાખવાથી વધારે લાભ મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here