એક પતિ-પત્ની દર્દભરી કહાની બધા વડીલમિત્રોને સમર્પિત વાંચો અને શેર કરો

હું સવાર ના છાપું વાંચી રહયો હતો…ત્યાં..રસોડામાંથી *રીટા નો *સુરીલો* અવાજ સાંભળ્યો…

“એ ય ! સાંભળો છો..
ચ્હા-નાસ્તો તૈયાર છે.”

મારા દરેક કામ પડતા મૂકી, તેનો સુરીલો અવાજ સાંભળવાનો લ્હાવો હું ચુકતો નથી …

આ એજ અવાજ..છે, જયારે લગ્ન થયા હતા..

અને આજે ૫૭ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા….
ખરેખર…
આ એજ ધર્મપત્ની છે…જેની સાથે ૩૫ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો. પણ એ હથિયાર કદી નીચે ના મુકતી…

જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી હું જોઈ રહ્યો છું….તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું..

ઘડપણ..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, પહેલાં ..નાની..નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે.. દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ..
કારણ …સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે…

એક કારણ ઉમરનું પણ છે… સતત એક બીજાને બીક લાગે છે…કે, કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી..
બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ.

પતિ…પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવામાં મજા આવતી જાય…દલીલ કરવા કરતાં..મૌન રહેવામા મજા આવતી જાય… જેમ જેમ એક બીજાના શરીર પ્રત્યેના આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુ પ્રત્યે ..નું આકર્ષણ વધતું જાય…

સમજી જાવ..કે.ઘડપણ બારણે આવી ગયુ છે….

જે લોકો ઘડપણમા ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે….તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજા ને પણ દુ:ખી કરે છે…
તેઓ ઘડપણમા મંદિર કે બાગ બગીચામા જવાનુ આયોજન નથી કરતા ..પણ બેંકમા પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે…તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે…

ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના, કટાક્ષ કરવા કરતા પ્રેમ ની ભાષા… સંતાન હોય કે સમાજ, પૂછે એટલાનો જ જવાબ.. આપતા થશો ત્યારે ઘડપણની શોભા વધી જશે..

તમારી નિખાલસતા, આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય..એ તમારી ઘડપણ ની પહેચાન છે…

મેં છાપામા ધ્યાન કેન્દ્રિત કર્યું..ત્યાં જ દીકરીનો ફોન આવ્યો…..સેવા પુરી થઈ ગઇ હતી….પત્નીએ પોતે બનાવેલ સિદ્ધાંતો મુજબ હસી -ખુશી..ની વાતો.. કરવાની
કોઈ ની પંચાત સાંભળવાની નહીં ..કે પોતે કરવાની નહી.. તબિયતની પુછા કરી…પછી..ફોન મને આપ્યો.

મે સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી..કીધુ બેટા ઘણા દિવસથી તું નથી આવી ..તારો ઘરે કયારે આવવાનો પ્રોગ્રામ છે…?

દીકરી કહે …”તમારા જમાઈને પૂછીને કહીશ” ..સારું બેટા…
કહી મે ફોન મૂકી દીધો….

પત્ની કહે… તમે પણ શું ? એને આવવું હશે ત્યારે આવશે… હવે પૂછવાનું બંધ કરી દો… એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તીમાં જીવે છે, તો આપણે.. તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો ?…
લાગણી માટે યાચક ના થવાય..સમજ્યા…?

પત્ની હસતા હસતા બોલી..મારા જેવું રાખો..
“આવો તો પણ સારું, ના આવો તો પણ સારું..
તમારું સ્મરણ તે તમારા થી પ્યારું..”

પંખીને પાંખો આવે એટલે ઉડે…ઉડવા દો…કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે…પણ ત્યારે માળો ખાલી હશે…
પત્નીની આંખમા પાણી હતા…પણ જીંદગી જીવવાની જડ્ડી બુટ્ટી તેણે શોધી લીધી હતી…

તરત જ મન મક્કમ કરી બોલી લો ચા પીવો..અને નાહી લો…આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે…મંદિરે જવાનું છે..

એક માં બાપ જ દુનિયામા એવા છે..કે તે કદી પોતાના સંતાનની ખોડ..ખાપણ..ને નજર અંદાજ કરી, અવિરત પ્રેમ કરે છે…

તારી વાત તો સાચી છે.. એકલા છીએ એટલે જ શાંતિ છે…. રોજ.. રોજ.. દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રેહવું સારું…આપણી જરૂરિયાત પણ કેટલી….? રોજ કિલો શાક સમારીને આપો, તો પણ વહુ તો એમજ સમજે કે .. ઘરડા માણસથી કામ શું થાય?

ગઈ કાલે દીકરીનો પણ ફોન હતો..તે પણ રજાની મુશ્કેલી છે…જમાઇ રાજ પણ આવું જ કેહતા હતા…

પત્ની કહે ..બધાય પ્રવૃતિશીલ છે અને આપણે બન્ને જ નવરા… છીયે…
દીકરાને વહુ લઈ ગઈ…અને દીકરી ને જમાઇ રાજ…
આપણે તો હતા ત્યાં ને ત્યાં..

ચલ આજે.. મૂડ નથી, પિકચર જોવા જઈએ…
કયું પિકચર જોવું છે…? પત્ની બોલી.

ચલ હવે ટેકો કર.. તો ઉભો થઇ શકીશ…. આ પગ પણ..

પત્ની ભેટી પડી…એટલું જ બોલી”
” મેં હું ના”,
હું ફરીથી જાણે ૨૫ વર્ષ નો નવ જુવાન થઈ ગયો… તેવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી..

इक मन था मेरे पास वो, अब खोने लगा है पाकर तुझे …
तुम हो जहाँ, साजन, मेरी दुनिया है वहीं पे दिन रात … मेरे प्यार भरे सपने, कहीं कोई न छीन ले…

બધા વડીલમિત્રોને સમર્પિત..🌷

Leave a Comment